________________
૨૯૫
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : (પ્ર. આ. ૪૯૦-૪૯૩]
સન્તલન- આ સમગ્ર લેખ વિ. સં ૧૭૦પમાં વિનયવિજયગણિ દ્વારા ગુજરાતીમાં રચાયેલા વિજયદેવસૂરિલેખ સાથે ઇતિહાસની દષ્ટિએ વિચારવા જેવો છે.
(૮) 'વિજ્ઞપ્તિકા (વિ. સં. ૧૬૯૯)- આ વિજયસિંહસૂરિએ પોતાના ગુરુ વિજયદેવસૂરિ ઉપર ૩૦૭ કે ૩૧૦ પદ્યોમાં દીપોત્સવી પર્વને દિવસે વિ. સં. ૧૬૯૯માં લખેલ વિજ્ઞપ્તિલેખ છે. P ૪૯૨ એનો પ્રારંભ મહાવીરસ્વામીને વન્દનથી કરાયો છે. ત્યાર બાદ તેમ જ આગળ ઉપર આ જ લેખમાં જાતજાતનાં આકારચિત્રોથી અલંકૃત પદ્યો છે. એ બંધોનાં નામ અકારાદિક્રમે ગોઠવી પડ્યાંક સહિત હું નોંધું છું :
કંકણ (૧૭૪), કમલ (૧૬૩, ૨૧૪, ૨૨૯-૨૫૩), કલશ (૫૪, ૨૧૨), ખગ (૪૯-૫૦, ૨૦૭-૨૦૮), 'ચક્ર (૬૧-૬૨), ચમર (૪૫, ૨૭૧), ચામર (૨૦૪), છત્ર (પર, ૨૧૦), ત્રિશૂલ (૪૩, ૨૦૧), દર્પણ (૬૭, ૧૧૪), ધનુષ્ય (૪૯, ૨૦૭), ધ્વજ (૬૦), નન્દાવર્ત (૧૧૯-૧૨૨), નાગપાશ (૧૨૪, ૨૨૨), ભદ્રાસન (૧૨૩), ભલ્લ (૪૮, ૨૦૬), મત્સ્યયુગલ (૧૧૫), મુદ્ગર (૫૭, ૨૧૬), મુશલ (૪૨, ૨૦૦), રથ (૫૩, ૨૧૧), વજ, (૫૮, ૨૧૭), શક્તિ (૫૧, ૨૦૯), શંખ (૪૪, ૨૦૨), શર (૫૬, ૨૧૫), શરાવસંપુટ (૧૧૭-૧૧૮), શ્રીકરી (૪૬, ૨૦૩), શ્રીવત્સ (૬૮, ૧૧૬), “સિંહાસન (૧૦૯-૧૧૩), સ્વસ્તિક (૫૯, ૨૧૮), હલ (૪૭, ૨૦૫) અને હાર (૧૭૬, ૧૯૭).
આ ઉપરથી જોઈ શકાશે કે આમાં સુપ્રસિદ્ધ આઠ મંગલોને સ્થાન અપાયું છે. વિશેષમાં ૫૫મું અને ૨૧૩મું પદ્ય અર્ધભ્રમનું અને ૬૬મું ગોમૂત્રિકાનું ઉદાહરણ પૂરું પાડે છે. ૬૯મા પદ્યનાં ચારે ચરણ સમાન છે. ૨૭૨માં પદ્યમાં એક જ વ્યંજન ૬ છે જ્યારે ૨૭૩મા પદ્યમાં નું અને મેં અને ૨૭૪મામાં P ૪૯૩ તુ તે ન એમ બે જ વ્યંજન છે.
મહાવીરજિનપ્રણામકરણપદ્ધતિ બાદ ગચ્છાધિપતિના વર્ષાવાસ દરમ્યાનની અવરંગાબાદ નગરીનું વર્ણન તેમ જ લેખ મોકલનારના સ્થળનું અને એમનાં ધર્મકૃત્યોનું વર્ણન છે. ૧૫૧મા પદ્યમાં છ ચરણ છે. એ પક્ષદી છે. પહેલાં ચાર ચરણો પ્રહેલિકા રજૂ કરે છે જ્યારે અંતિમ બે ચરણો એના ઉત્તરનું સૂચન કરે છે. આ ઉત્તર નીચે મુજબ છે :
શ્રીમદ્વિજયદેવસૂરિગુરવે નમ:”
૧. આ કૃતિ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૩૭-૧૫૦)માં છપાવાઈ છે. અંતમાં કે અન્યત્ર ત્રણ પદ્યો લુપ્ત બન્યાં
છે એમ એક હાથપોથીમાં અંતિમ પદ્યનો ક્રમાંક ૩૧૦ જોતાં જણાય છે. ૩૦૬મું પદ્ય ખંડિત છે. ૨. આ ૨૮ દલથી યુક્ત છે. એમાં ૨૮ વાર “નૂ' છે. ૩. પહેલાં આ ૨૪ પદ્યો ૯૬ પાંખડીના કમળની રચના પૂરી પાડે છે અને ૨૫મું પરિધિની. ૪. આ આઠ આરાનું ચક્ર છે. ૫. આ ચંપકથી વિભૂષિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org