________________
૨૯૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ તરંગ ઉપર આગમોદ્ધારકે પદચ્છેદ કરવા પૂર્વક ક્રિયાપદ વગેરે જે અહીં ગુપ્ત છે તેનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે.
આના પછી ૨૫ સ્તોત્રોવાળી સવપંચવિંશતિકા છે. ૧૬મા સ્તોત્ર તરીકે ભુજંગ-દંડક'માં રચાયેલી ચાર પદ્યની વીર-દંડક-સ્તુતિ છે.
ગુર્નાવલી– આ સંસ્કૃતમાં રચાયેલાં ૪૯૬ પદ્યની કૃતિ છે. એ વિ. સં. ૧૪૬૬માં રચાયેલી છે. એમાં મહાવીરસ્વામીથી માંડીને દેવસુન્દરસૂરિ અને એમના પટ્ટધર સોમસુન્દરસૂરિ (શ્લો. ૩૪૫, ૩૪૮-૩૬૩ અને ૩૯૧-૪૦૬) તેમ જ તેમના શિષ્યો સુધીનો ક્રમબદ્ધ વૃત્તાન્ત છે. આમ આમાં કર્તાના સમયની અનેક વિશ્વસનીય બાબતો રજૂ કરાયેલી છે. નવાઈની વાત તો એ છે કે કર્તાએ પોતાનાં જન્મ, દીક્ષા અને વાચકપદ ક્યાં અને ક્યારે થયાં એ જણાવ્યું નથી.
ગુર્નાવલીના ૨૬૩મા પદ્યમાં કહ્યું છે કે ભીમપલ્લીનો (ભીલડીયાજીનાં) નાશ થનાર હતો તે જાણી એઓ પ્રથમ કાર્તિકમાં ચાતુર્માસિક પ્રતિક્રમણ કરી અન્યત્ર વિહાર કરી ગયા. આમ અહીં
અધિક માસ તરીકે કાર્તિકનો ઉલ્લેખ છે. P. ૪૮૩ પ્રસ્તુત આચાર્ય તપાગચ્છના છે અને આજે કેટલા યે સમયથી આ ગચ્છના અનુયાયીઓ
અધિક માસમાં સાંવત્સરિક પ્રતિક્રમણ જેવી વિશિષ્ટ ધાર્મિક ક્રિયા કરતા નથી તો એ સોમપ્રભસૂરિએ કેમ ચાતુર્માસિક પ્રતિક્રમણ કર્યું ઈત્યાદિ પ્રશ્નો મેં મારા નિમ્નલિખિત લેખમાં રજૂ કર્યા છે :
“ ‘અધિક' યાને પ્રથમ કાર્તિક માસમાં ચાતુર્માસિક પ્રતિક્રમણ.”
(૫) વિજ્ઞપ્તિત્રિવેણી (વિ. સં. ૧૪૮૪)– આ ઐતિહાસિક વિજ્ઞપ્તિપત્ર “ખરતર' ગચ્છના P ૪૮૪ ઉપાધ્યાય “જયસાગરે વિ. સં. ૧૪૮૪ના ભાદરવા સુદ આઠમે લખ્યું (ર...) છે એની હાથપોથી એ
જ વર્ષની અને એ જ માસની દસમે-બે દિવસ પછી લખાયેલી મળે છે.
૧. ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિ. ૨. આવો બીજો ઉલ્લેખ વિ. સં. ૧૬૫૪ને અંગે જોવાય છે. એની સવિસ્તાર નોંધ મેં “અધિક માસ તરીકે
કાર્તિકથી ફાગણ તેમ જ “ક્ષય માસ' તરીકે કાર્તિકથી પોષ નામના મારા લેખમાં લીધી છે. આ લેખ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ” (સાપ્તાહિક) તા. ૪-૮-'૧૮ના અંકમાં છપાવાયો છે. ૩. આ લેખ “જૈન” (પર્યુષણાંક, પુ. ૫૭, અં. ૩૬-૩૭)માં પ્રસિદ્ધ થયો છે. ૪. આ “જે. આ. સ.” તરફથી જિનવિજયજીની પ્રસ્તાવના સહિત ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાઈ છે. જે
હાથપોથી ઉપરથી આ કૃતિ સંપાદિત કરાઈ છે તેના અન્તિમ પત્રની અહીં પ્રતિકૃતિ અપાઈ છે. પ્રસ્તાવના (પૃ. ૮૧)માં વિ. સં. ૧૪૬૧માં સ્વર્ગ સંચરનારા જિનરાજસૂરિના શિષ્ય-પ્રશિષ્યાદિનું વંશવૃક્ષ અપાયું છે. એમાં શ્રીવલ્લભનો તેમ જ વિ. સં. ૧૬૯૯માં કાળધર્મ પામેલા જિનરાજસૂરિનો ઉલ્લેખ છે. પ્રસ્તુત કૃતિ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૩૭-૬૮)માં પણ છપાવાઈ છે. પ. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૫૫)માં આ વિજ્ઞપ્તિત્રિવેણીના કર્તા તરીકે ભોજ કવિ કિંવા ભોજસાગરનો ઉલ્લેખ છે તે બ્રાન્ત છે. એ વિજ્ઞપ્તિત્રિવેણીના અંતમાંના (પૃ. ૬૫) નિમ્નલિખિત પદ્યને આભારી જણાય છે :
'श्रेष्ठिनो नरसिंहस्य तनयो विनयावनिः। મૌના સાક્ષર: fક્ષi પ્રતિ: પ્રત્યૌ I૪i"
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org