________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૪૭૮-૪૮૨)
૨૮૯ પહેલા બે તરંગોમાં આઠ આઠ પદ્યો પછીનાં બે પદ્યોને “ચૂલા” અને “પ્રતિચૂલા' તરીકે ઓળખાવેલાં છે જ્યારે ત્રીજામાં નવમા પછી અને ચોથામાં દસમા પછી આમ છે. પાંચમાં તરંગમાં આઠમા પદ્ય પછીનાં પધોને ચૂલા, પ્રતિચૂલા અને સમર્થના-પંક્તિ કહેલાં છે.
વર્ધમાનસ્વામિસ્તવ નામના છઠ્ઠા તરંગમાં મંગલાચરણરૂપે પહેલું પદ્ય છે. ત્યાર પછી. “ર' એ અક્ષરવાળું “એકાક્ષરી' પદ્ય છે. ત્રીજા અને ચોથા પદ્યમાં “સ” અને “ર” એ બે જ અક્ષરોનો ઉપયોગ કરાયો છે. આમ આ ‘યક્ષરી' પદ્યો છે. એવી રીતે પાંચમાં પદ્યમાં “વ” અને “૨', છઠ્ઠામાં “ર' અને ‘ય’, સાતમામાં “મ” અને “ર' તેમ જ આઠમા અને નવમામાં “ધ” અને “મ”, ૧૦મા, ૧૧મા અને ૧૨મામાં “સ” અને “ર', તેરમામાં “વ” અને “ર”નો ઉપયોગ કરાયો છે. આ ‘ચક્ષરી’ પદ્યો છે ચૌદમું પદ્ય ઉપસંહારરૂપે છે. અને પછીનાં ત્રણ પદ્યોને ચૂલા, પ્રતિચૂલા અને સમર્થના-પંક્તિ એ નામથી ઓળખાવાયાં છે. આ છઠ્ઠા તરંગના શ્લો. ૨ થી ૧૪ ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ છે. એને આધારે શ્લો. ૨ થી ૧૩ ને અંગે પદચ્છેદ, અન્વય અને સ્પષ્ટીકરણ આગમોદ્ધારકે તૈયાર કર્યા છે.
" આ છઠ્ઠા તરંગ પછી “ચતુર્વિશતિજિનસ્તવાશીર્વાદ' નામનો છૂંદ શરૂ થાય છે. એમાં પ્રથમ રે ૪૮૧ મંગલાચરણરૂપે એક શ્લોક આપી નીચે મુજબના ત્રણ તરંગો રજૂ કરાયા છે :
(૧) આદ્ય-જિનાષ્ટક (ગ્લો. ૮ + ૧ ચૂલા). (૨) મધ્યમ-જિનાષ્ટક (શ્લો. ૮). (૩) ચરમજિનાષ્ટક (શ્લો. ૮).
આના પછી ઉપસંહારરૂપે બે પદ્યો છે.
ઉપર્યુક્ત ત્રણ તરંગ પૈકી પહેલામાં ઋષભદેવથી માંડીને ચન્દ્રપ્રભસ્વામી સુધીના આઠ તીર્થકરોની સ્તુતિ છે. એવી રીતે બીજામાં એમના પછીના આઠની અર્થાત્ સુવિધિનાથથી શાન્તિનાથ સુધીના આઠ મધ્યમ તીર્થકરોની સ્તુતિ છે અને ત્રીજામાં છેલ્લા આઠની એટલે કે કુન્થનાથથી તે મહાવીર સ્વામી સુધીના તીર્થકરોની સ્તુતિ છે.
આ ત્રણ તરંગોનો ક્રમાંક નવેસરથી ન આપતાં ચાલુ અપાયો છે એટલે કે અને ૭મા, ૮મા અને ૯મા તરંગ ગણેલા છે. આ નવ તરંગ પૂર્ણ થતાં હૃદ પૂરો થાય છે એવો ઉલ્લેખ છે. આ હૃદ પછી નીચે મુજબના ત્રણ તરંગો છે :
(૧) ક્રિયાદિગુપ્તકરૂપ વિશ્વકાલનીયવ્યાપિજિનસ્તાવાષ્ટક (શ્લો. ૮). (૨) “જીરાપલ્લી' પાર્થસ્તવનાષ્ટક (શ્લો. ૯). (૩) શારદારૂવાષ્ટક (શ્લો. ૯).
આ ત્રણેના ક્રમાંક ચાલુ અપાયા છે એટલે આ હિસાબે આ દસમાથી બારમા તરંગ છે. P ૪૮૨ એમાં પહેલામાં ક્રિયાદિ ગુપ્તરૂપે છે. બીજાનો ‘દ્વિતીય-પુટભેદ' રૂપે નિર્દેશ છે. આ પૈકી દસમા ૧. આ ચોથું પદ્ય ત્રીજા પદ્યના પાઠાન્તરરૂપે અપાયું છે. ૨. આ નવમું પદ્ય આઠમાના પાઠાન્તરરૂપ છે. ૩. આની પહેલાં મંગલાચરણરૂપે બે પદ્યો છે. ૪.“મના પવિત્''થી શરૂ થતું અને “નમસ્કાર-મંગલ” નામના પ્રથમ સ્રોતના બારમા તરંગ તરીકે નિર્દેશાતું નવ
પદ્યનું શારદારૂવાષ્ટક ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૨)ની મારી પ્રસ્તાવના (પૃ. ૩૩-૩૪)માં મેં ઉદ્ધત કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org