________________
૨૮૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ મોટી નદી હોય તો એના ભિન્ન ભિન્ન ફાંટા પડી એ વિવિધ દિશામાં વહે-એના જાતજાતના પ્રવાહ જણાય. ત્રિદશતરંગિણી માટે પણ ભિન્ન ભિન્ન સ્રોતની કલ્પના મુનિસુન્દરસૂરિએ કરી છે.
ત્રિદશતરંગિણી સંપૂર્ણ હજી સુધી મળી નથી. એનાં ઓછામાં ઓછા ત્રણ સ્ત્રોત છે. તેમાંના પ્રથમ સ્રોતનું નામ “જિનાદિસ્તોત્રરત્નકોશ' કિવા “નમસ્કારમંગલ' છે. બીજા સ્ત્રોતનું નામ કે એને અંગેનું લખાણ જાણવામાં નથી. ત્રીજા સ્રોતનું નામ “ગુરુપર્વવર્ણન છે. પ્રત્યેક સ્રોતને મહાહૂદ છે. તેમાં પ્રથમ સ્રોતને ‘વર્તમાનચતુર્વિશતિશ્રીજિનરૂવચતુર્વિશતિકા' નામનું મહાફૂદ છે. બીજો સ્ત્રોત મળતો નથી. એના મહાઈદના નામની પણ ખબર નથી. ત્રીજા સોતને “ગુર્નાવલી' નામનો મહાદ છે. પ્રત્યેક મહાદૂદને હૃદ અને હૃદને તરંગો છે.
'ગુર્નાવલીના અંતમાં ૧૬૧ તરંગો' એવો ઉલ્લેખ છે. એ એક રીતે વિચારતાં એના જ તરંગોની સંખ્યા સૂચવે છે પણ સાથે સાથે એમ પણ ભાસે છે કે એ ગુર્વાવલી સુધીના વિભાગના
તરંગોની સંખ્યા હશે. P ૪૭૯ | ‘ત્રિદશતરંગિણી'રૂપ આ વિજ્ઞપ્તિ-લેખ ૧૦૮ હાથ જેટલો લાંબો હોવાનો ઉલ્લેખ
જિનવર્ધનગણિએ પોતે વિ. સં. ૧૪૮૨માં રચેલી પટ્ટાવલીમાં કર્યો છે. એમાં ૧૦૮ ચિઠ્ઠીઓ (ચોંટાડાયેલી) હોવાની વાત વિ. સં. ૧૪૮૦માં હર્ષભૂષણગણિએ રચેલા અંચલમતદલન-પ્રકરણમાં જોવાય છે. વિશેષમાં આ પ્રકરણમાં આ વિજ્ઞપ્તિલેખનો પરિચય આપતાં કહ્યું છે કે એમાં અનેક પ્રાસાદ, પબ, ચક્ર, ષકારક, ક્રિયાગુપ્તક, તર્ક-પ્રયોગ, અનેક ચિત્રાક્ષર, યક્ષર, પંચવર્ગ-પરિહાર અને અનેક સ્તવ છે. ધર્મસાગરગણિએ ગુરુપરિવાડી (તપાગચ્છપટ્ટાવલી)ની ગા. ૧૬ની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૬૬)માં આ બાબતો ઉપરાંત અર્ધભ્રમ, સર્વતોભદ્ર, મુરજ, સિંહાસન, અશોક, ભેરી, સમવસરણ, સરોવર, આઠ મહાપ્રાતિહાર્યો ઈત્યાદિ નવા ત્રણસો બંધ એટલી વિશેષ હકીકત આપી છે.'
પ્રથમ સ્ત્રોતના પ્રારંભમાં નીચે મુજબના છ તરંગ છે :(૧) "મંગલ-શબ્દ-શ્લોક-સર્વજ્ઞાષ્ટક (શ્લો. ૧૦) (૨) યુગાદિદેવસ્તવનાષ્ટક (ગ્લો. ૧૦). (૩) શાન્તિજિનયમકસ્તવાષ્ટક (ગ્લો. ૧૧). (૪) પંચમવર્ગપરિહાર-શ્રીનેમિનિસ્તવનાષ્ટક
. (શ્લો. ૧૨). P ૪૮૦ (૫) પાર્થનિજસ્તવનાષ્ટક (શ્લો. ૧૧) (૬) વર્ધમાન સ્વામિસ્તવ (શ્લો. ૧૭).
આ પૈકી પ્રથમ તરંગ જોતાં એમ ભાસે છે કે અહીંથી ત્રિદશતરંગિણીનો પ્રારંભ થાય છે.
૧. આમાં એક સ્થળે “સ્ત્રી જિનની પૂજા કરી શકે એ વાત છે. ૨. મૂળ ઉલ્લેખ માટે જાઓ D C G C M (Vol XVIII, pt. 1, p. 130) ૩. જુઓ પટ્ટાવલી-સમુચ્ચય (ભા. ૧, પૃ. ૬૬) ૪. જુઓ | L D ( હતો ૨, પૃ. ૧૧૬-૧૧૭) ૫. આની પહેલાં ત્રિદશતરંગિણીના મંગલાચરણરૂપે એક પદ્ય છે. ૬. આ શ્લોકોની સંખ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org