________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૪૮૨-૪૮૬]
૨૯૧ આ જયસાગર તે પૃથ્વીચન્દ્રચરિત્ર વગેરેના પ્રણેતા છે. પ્રસ્તુત વિજ્ઞપ્તિપત્ર ત્રણ વેણિમાં વિભક્ત છે. એનાં નામ અનુક્રમે નીચે મુજબ છે :
સરસ્વતી-કલ્લોલ, ગંગા-તરંગ અને યમુના-કલ્લોલ.
પહેલી બે વેણિનું પરિમાણ લગભગ સરખું છે જ્યારે ત્રીજીનુ લગભગ એથી ત્રીજે ભાગે છે. સમસ્ત કૃતિ ૧૦૧૨ શ્લોક જેવડી છે.
આ ત્રણે વેણિમાં ગદ્યમાં તેમ જ પદ્યોમાં લખાણ છે. પ્રથમ વેણિ પ્રસ્તુત અર્થના પ્રસ્તાવરૂપ છે, દ્વિતીય વેણિ તીર્થયાત્રાનું સમર્થન કરે છે અને તૃતીય (અન્તિમ) વેણિ જ્યેષ્ઠ-કલ્પવિધાન ઇત્યાદિના પ્રસ્તાવરૂપ છે.
સિન્ધ' દેશના “મલ્લિ(લ)કવાણ(ન)' ગામથી ઉપાધ્યાય જય-સાગરે “ખરતર' P ૪૮૫ ‘જિનભદ્રસૂરિ કે જેઓ અણહિલપુર પાટણમાં હતા તેમના ઉપર આ વિજ્ઞપ્તિપત્ર લખ્યું છે. એ આચાર્યે આ ઉપાધ્યાયે કરેલી મુસાફરી અને ‘નગરકોટ્ટ' વગેરે તીર્થોની યાત્રાનું કેટલુંક વર્ણન કોઈને મોઢે સાંભળ્યું તે ઉપરથી એ પૂર્ણપણે જાણવાના ઈરાદે એ લખી મોકલવા એમણે જયસાગરને જે સૂચન કર્યું તે ઉપરથી એમણે આ વિજ્ઞપ્તિપત્ર તૈયાર કર્યું હતું આમાં એમણે નિમ્નલિખિત સ્થળોનાં નામ આપ્યાં છે :
અણહિલપાટક (૮), ઐરાવતી (નદી) (૧૬), કાશ્મીર (દેશ) (૩૫), કોટિલ્લગ્રામ (૫૩), કોઠીપુર-નગર (૫૪), ગોપાચલપુર (૫૨), ચંદ્રભાગા નદી) (૧૬), જાંગલ (દેશ) (૩૫), જાલંધર (૨૩), જાલંધર (દેશ) (૩૫), તલપાટક (૩૨), ત્રિગર્ત (૨૩), દેવપાલપુર (૩૩), દ્રોહડોટ્ટ (૨૨), નગરકોટ્ટ (૨૧), 'નંદનવનપુર (૫૨), નિશ્ચિન્દીપુરી (૩૦), પાતાળગંગા નદી), ફરીદપુર (૨૧), બાણગંગા (નદી) (૪૦), મધ્યદેશ (૩૩), મમ્મણપુર (૨૧) મમ્મણવાહણ (૨૧), મલ્લિકવાહણપુર = ૪૮૬ (૧૭), મરુકોટ્ટ (૨૧) માબારષપુર (૨૪), વિપાશા (વ્યાસા) (નદી) (૧૬), સપાદલક્ષ (પર્વત)
૧. જુઓ પૃ. ૧૭૧ ૨. આ જિનભદ્રસૂરિએ ૧૨૦ ગાથાનું જિણસત્તરિપયરણ રચ્યું છે અને એમાં ઋષભદેવાદિ ચોવીસે
તીર્થકરોને અંગે નામ, નગર, આયુષ્ય વગેરે સિત્તેર બાબતો રજૂ કરી છે. અષ્ટલક્ષાર્થી (શ્લો. ૨૧) ઉપરથી જાણી શકાય છે કે આ સૂરિએ જેસલમેર, જાવાલપુરી, દેવગિરિ (દોલતાબાદ), અહિપુર, શ્રીપત્તન અને અણહિલપુર પાટણમાં જૈન ભંડારો સ્થાપિત કરાવ્યા હતા. અન્ય ઉલ્લેખો વિચારતાં એમ કહી શકાય કે આ ઉપરાંત મંડપદુર્ગ (માંડવગઢ), આશાપલ્લી યાને કર્ણાવતી અને ખંભાતમાં પણ એમણે ભંડારો સ્થાપ્યા હતા. વિશેષમાં આ સૂરિની મંડળીએ જેસલમેરના ભંડારની તાડપત્રીય પ્રતિઓને કાગળ ઉપર ઉતરાવી લીધી હતી. એ જ સમયે પાટણ અને ખંભાતના ભંડારો માટે એવો પ્રબંધ દેવસુદરસૂરિની અને મુનિસુન્દરસૂરિની મંડળીએ કર્યો હતો. ૩. આ પ્રથમ આવૃત્તિ પ્રમાણેના પૃષ્ઠનો અંક છે. ૪. આ વિપાશાના તટ પર આવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org