________________
૨૪૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ ચન્દ્રપ્રભસ્વામિસ્તવન (ઉં. વિ. ૧૧૫૧૨)- આ દસ પદ્યની કૃતિના કર્તા રત્નસિંહસૂરિના P ૩૯૯ શિષ્ય ઉદયમાણિજ્યગણિ છે. એ દ્વારા ચન્દ્રપ્રભસ્વામીની સ્તુતિ કરાઈ છે. આ કૃતિની વિશેષતા એ
છે કે એ જે ચિત્ર-અલંકારથી અલંકૃત છે. એ આઠ મંગલરૂપ છે. પહેલાં સાત પદ્યો નિમ્નલિખિત મંગલ-બંધથી વિભૂષિત છે –
દર્પણ, ભદ્રાસન, શરાવ-સંપુટ, મત્સ્ય-યુગલ, કલશ, (ગુરુનામ-ગર્ભિત) સ્વસ્તિક અને શ્રીવત્સ.
છેલ્લાં બે પદ્યો “નન્દાવર્ત નામના મંગલ-બંધથી વિભૂષિત છે. આ પ્રમાણેના બંધોનાં ઉદાહરણરૂપ અન્ય કોઈ પ્રાચીન કૃતિ મળતી હોય એમ જાણવામાં નથી. દસમા પદ્યના અંતિમ અંશ ઉપરથી કર્તાના વિદ્યાગુરુનું નામ “જ્ઞાનસાગર' હશે એમ લાગે છે.
જિનસ્તવ (ઉ. વિ. સં. ૧૫૧૩)- આમાં ૩૩ પદ્યો છે. પ્રથમ પદ્ય ઉત્થાનિકારૂપ છે. ત્યારબાદ હાથી વગેરે ચૌદ સ્વપ્નો પૈકી પ્રત્યેકને અંગે બબ્બે પદ્યો છે. ૩૦માં પદ્યમાં ચૌદે સ્વપ્નનાં નામ છે. પદ્ય ૩૧-૩૨માં જિનેશ્વરનું ગુણોત્કીર્તન છે. અંતિમ પદ્યમાં કર્તાએ પોતાના નામના અંશ તરીકે “સાધુ' શબ્દ વાપર્યો લાગે છે.
તીર્થકર ગર્ભમાં આવતાં એમની માતા તેમ જ ચક્રવર્તી ગર્ભમાં આવતાં એમની માતા પણ નિમ્નલિખિત ચૌદ સ્વપ્નો જુએ છે એમ જૈનોનું માનવું છે –
' હાથી, બળદ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાલા, ચન્દ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મસરોવર, સમુદ્ર, વિમાન કે ભવન, રત્નોનો રાશિ અને નિધૂર્મ અગ્નિ. આ નામો પસવણાકપ્પમાં સુત્ત ૩૨ તરીકેના નિમ્નલિખિત પદ્યમાં અપાયાં છે –
ય-વદ-સીહં-મસેદ--સિં-ળિયાં-સુયં i |
पउमसर-सागर-विमाण-भवण-रयणुच्चय-सिहिं च ॥" આ જ ચૌદ સ્વપ્નોને આ કૃતિમાં સ્થાન અપાયું છે. એ ચૌદે સ્વપ્નોનું સૌથી પ્રાચીન અને સાથે સાથે હૃદયંગમ વર્ણન ૫. ક. (સુત્ત ૩૩-૪૬)માં દૃષ્ટિગોચર થાય છે.'
"માતૃકાક્ષર-કાવ્ય (લ. વિ.સં. ૧૫૯૦)- આ ઉપાધ્યાય હર્ષકલ્લોલના શિષ્ય લક્ષ્મીકલ્લોલની નીચે મુજબની રચના છે – ૧. આ લઘુ કૃતિનાં આદ્ય નવ પદ્યો TL D(and instal, pp. 121-122)માં પ્રસિદ્ધ કરાયાં છે. વલી એ સમગ્ર કૃતિ મારા ગુજરાતી અનુવાદ સહિત મારો લેખ જે “અષ્ટ-મંગલ-ચિત્ર-સ્તવ”ના નામની “જૈ. સ.
પ્ર.” (વ. ૧, અંક ૯)માં છપાયો છે તેમાં પણ અપાઈ છે. ૨. આ સાલ પ્રસ્તુત કૃતિની સચિત્ર હાથપોથી જે વર્ષમાં સુરતમાં લખાઈ છે તેની છે. ૩. આની એક હાથપોથી રત્નશેખરસૂરિના પ્રશિષ્ય પં. વીરશેખરગણિએ આગમશ્રીને માટે વિ. સં. ૧૫૧૩માં
લખી છે. આ હાથપોથી અત્યારે તો શ્રીવિજયામૃતસૂરિજીના સંતાનીય મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી પાસે છે. ૪. વિશેષ માટે જુઓ મારો લેખ નમે “આગમો વગેરેમાં સ્વપ્નો” આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૦, અં.
૨)માં છપાયો છે. ૫. આ નામ મેં યોજ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org