________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો [. આ. ૩૯૫-૩૯૮]
ચતુર્યસ્નગર્ભિત પંચષષ્ટિસ્તોત્ર' ( )- આ વિજયલક્ષ્મીસૂરિએ ૧૧ પદ્યોમાં P ૩૯૭ શાર્દૂલવિક્રીડિત' છંદમાં રચેલું અને ચાર પાંસઠિયાં યંત્રોથી વિભૂષિત છે. આના શ્લો. ૧-૨, ૩-૪, પ-૬ અને ૭-૮ એકેક યંત્ર પૂરું પાડે છે જ્યારે અંતિમ ત્રણ પદ્ય યત્રનો મહિમા ઇત્યાદિ દર્શાવે છે. આદ્ય પદ્યનો પ્રારંભ “શાન્તિ ધર્મનિ'થી કરાયો છે.
પંચષષ્ટિયન્નગર્ભિત ચતુર્વિશતિજિનસ્તોત્ર ( )- આ મુનિ ને (? જૈ)ત્રસિંહે ચાર પદ્યમાં શાર્દૂલવિક્રીડિત છંદમાં રચેલું સ્તોત્ર છે. એ “વન્ટે શનિ સવા સુવર"થી શરૂ થાય છે. આ પાંસઠિયા "યત્રથી અલંકૃત છે.
"પાર્શ્વજિનસ્તવ (લ. વિ. સં. ૧૫૦૫)- આ “ખરતર ગચ્છના જિનભદ્રસૂરિના શિષ્ય સિદ્ધાન્તરુચિની સત્તર પદ્યોની રચના છે. એ દ્વારા “જયરાજ' પુરના અર્થાત્ જીરાપુરીના પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે. એમાં આદ્ય અને અંતિમ બે પદ્યોને બાદ કરતાં બાકીનાં પદ્યો કોઈ ને કોઈ જાતના
ગૂઢ' ચિત્રથી અલંકૃત છે. કર્તુ-ગૂઢથી માંડીને સંબોધન-ગૂઢ સુધીનાં આઠ પદ્યોથી આ જાતની રે ૩૯૮ ચમત્કૃતિની શરૂઆત કરાઈ છે. ત્યાર બાદ ક્રિયા-ગૂઢ, પાદ-ગૂઢ, દ્વિપાદ-ગૂઢ અને શ્લોક-ગૂઢથી વિભૂષિત એકેક પદ્ય છે.
આ સિદ્ધાન્ત ચિએ એમના શિષ્ય સાધુસીમના કથન મુજબ જીરાપલ્લી' પાર્શ્વનાથ પાસેથી પ્રસાદ મેળવ્યો હતો અને એમણે માંડવગઢના ગ્યાસુદીન સાહની સભામાં વાદીઓને પરાસ્ત કર્યા હતા. એમના બીજા બે શિષ્યોનાં નામ ‘વિજયસોમ અને અભયસોમ છે.
૧. આ કૃતિનાં અગિયારે પદ્યો લો. સ્વા.માં ચાર કટકે છપાયાં છે. જેમકે પૃ. ૧૦૧માં શ્લો. ૧-૨, પૃ. ૯૭માં
ગ્લો ૩-૪, પૃ. ૧૦૨માં શ્લો. પ-૬ અને પૃ. ૯૩માં શ્લો. ૭-૧૧. શ્લો. ૭ અને ૮ ખંડિત છે. તેમાં આ પઘોને લગતાં યંત્રો અનુક્રમે પૃ. ૧૦૧, ૯૫, ૧૦૨ અને ૯૧માં અપાયાં છે. પૃ. ૧૦૧ ગત યંત્ર મહાસર્વતોભદ્ર વગેરે પ્રકારો પૈકી કયા પ્રકારનું છે તે જાણવું બાકી રહે છે. પૃ. ૧૦૧ ગત યંત્ર માટે પણ
એમ જ છે. બાકીનાં બે યંત્રો તો ‘મહાસર્વતોભદ્ર’ છે. ૨. આ યંત્રો લો. સ્વા. માં છપાયેલાં છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૩. આ સ્તોત્ર લો. સ્વા. (પૃ. ૯૬)માં અપાયું છે. જ્યારે એને અંગેનો ‘મહાસર્વતોભદ્ર' યંત્ર પૃ. ૯૫ માં અપાયેલ
છે. આ પૂર્વે આ સ્તોત્ર યંત્ર સહિત “મુ. કે. જે. મો.”મા વિ. સં. ૨૦૧૨માં પ્રકાશિત ઋષિમંડલસ્તોત્રમાં પૃ. ૬૬માં છપાયું હતું. એમાં કર્તા તરીકે “સિંહકવિનો ઉલ્લેખ છે તે ખોટો છે. વિશેષમાં એમાં
નેત્ર(તૃ?)સિંહ” એવો પાઠ અંતિમ પદ્યમાં અપાયો છે તો શું કૌસગત સૂચન સમુચિત છે ? ૪. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ ૩. પ. આ સ્તવ જૈન સ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૧૪૦-૧૪૨)માં છપાયો છે. ૬ “ગૂઢ ચિત્ર”ને અંગેનો મારો લેખ નામે “Gudha-citra etc. in Sanskrit and Prakrit Poerty" ઇ. સ. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના સામાયિક નામે “વિદ્યા” (humanity
number)માં છપાયો છે. ૭. એમણે પુષ્પમાલા ઉપર વિ. સં. ૧૫૧૨માં અમદાવાદમાં વૃત્તિ રચી હતી. ૮. એમણે માંડવગઢના કવિ મંડન શ્રેષ્ઠીની સહાયતાથી ગ્રંથો લખાવ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org