________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૫૩-૩૫૫]
૨૧૯ ઉલ્લેખ છે. આમ બે કૃતિની નોંધ છે પણ એ બંને એક જ છે એવો નિર્દેશ અહીં કરાયો નથી પરંતુ કર્તાનું નામ જોતાં એમ માનવા હું પ્રેરાઉ છું.
પદ્માવતી સહસ્ત્રનામસ્તોત્ર- પદ્માવતી દેવીના- પાર્શ્વનાથના તીર્થની શાસનદેવીનાં ૧000 નામો રજૂ કરતી આ કૃતિની નોંધ ઉપર્યુક્ત જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૨૩૫)માં લેવાઈ છે.
આ અજ્ઞાતકક સ્તોત્રનો પ્રારંભ “પ્રખ્ય પયાથી કરાયો છે. આ સ્તોત્ર નિમ્નિલિખિત નામવાળા દસ અંશોમાં વિભક્ત કરાયું છે.
(૧) પદ્માવતીશત, (૨) મહાજ્યોતિર્મતી, (૩) જિનમાતાશત, (૪) વજહસ્તાશત, (૫) કામદાશત, (૬) સરસ્વતીશત, (૭) ભવનેશ્વરીશત, (૮) લીલાવતીશત, (૯) ત્રિનેત્રાશત અને (૧૦) ચક્રેશ્વરીશત.
આમાં અનુક્રમે ૧૪, ૧૨, ૧૨, ૧૨, ૧૩, ૧૧, ૧૧, ૧૧, ૧૧ અને ૧૩ પદ્યો છે. એની કુલ સંખ્યા ૧૨૦ છે. દસમા “શત' પછી ૧૧ પદ્યો છે. એના આદ્ય પદ્યમાં પદ્માવતીનાં ૧૦૦૮ નામો હોવાનો ઉલ્લેખ છે અને અંતમાં ચાર મંત્રો વગેરે લખાણ ગદ્યમાં છે.
પદ્માવતીસ્તોત્ર- આના પ્રારંભમાં ૩૭ પદ્યો પૈકી આદ્ય પદ્યની શરૂઆત “શ્રી નવક્રથી કરાઈ છે. એનું પંદરમું પદ્ય વિંશતિયત્રવિધિમાં કંઈક પાઠભેદપૂર્વક જોવાય છે એ અને એ પદ્યનું વિવરણ મેઘવિજયગણિએ કર્યું છે.ઉપર્યુક્ત ૩૭મા પદ્ય પછી આહુવાન, અષ્ટક, પ્રત્યેકપૂજા, જાપ, જયમાલા, પદ્માવતીદંડક અને નવ પદ્યમય અને મંત્રાક્ષરોથી મંડિત પદ્માવતીપટલને સ્થાન અપાયું છે.
પદ્માવતી-સ્તોત્ર- આ તેર પધોની કૃતિનો પ્રારંભ “જય ના નાન” થી કરાયો છે.
પદ્માવતી-સ્તુતિ- આ ૨૫ પદ્યની સ્તુતિના પ્રણેતા “મુનિચન્દ્રનાથ' છે એમ એના ૨૨મા અને ૨૪મા પદ્યમાંના એ શબ્દો જોતાં અનુમનાય છે. ૨૩મા અને ૨૫મા પદ્યમાં “મુનિચન્દ્ર' એવો નિર્દેશ છે. આ સ્તુતિનાં પહેલાં ૨૧ પદ્યો પૈકી પ્રત્યેકનો પ્રારંભ કોઈક એક જ અક્ષર ત્રણ વાર આપી કરાયો છે. જેમ કે પ્રથમ પદ્યનો પ્રારંભ “૩% ૩% ૩% થી કરાયો છે. દ્વિતીયનો “સં સં થી અને તૃતીયનો “હું હું ફંથી એકંદર બાવન અક્ષરો છે. એનો અમુક ક્રમ શા માટે રખાયો છે તે જાણવું બાકી રહે છે. ૧. આ ભૈ. ૫. ક.માં આઠમા પરિશિષ્ટ તરીકે પૃ. ૪૭-૫૬માં છપાયું છે. ૨. પ્રથમ “શત’ સિવાયના બાકીનાનો પ્રારંભ તે તે “શત’ ગત આદ્ય શબ્દથી કરાયો છે. પ્રથમ “શત’નું ત્રીજું
પદ્ય ‘પદ્માવતી'થી શરૂ કરાયું છે ૩. આ ભૈ. ૫. ક. (પૃ. ૨૬-૩૮)માં પાંચમા પરિશિષ્ટ તરીકે પ્રસિદ્ધ કરાયું છે. ૪. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૨-૪, પૃ. ૨૫૪). એમાં વન્દ્ર પછી વેન્દ્ર શબ્દ છાપવો રહી ગયો છે.
[આ સંસ્કરણમાં ઉમેર્યો છે.] ૫. એજન, પૃ. ૨૫૫. ૬, આ ભૈ. ૫. ક. (પૃ. ૫૭)માં નવમા પરિશિષ્ટ તરીકે છપાયું છે. ૭. આ ભૈ. ૫. ક. (પૃ. ૩૯-૪૨)માં છઠ્ઠા પરિશિષ્ટ તરીકે છપાવાઈ છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org