________________
P ૩૫૪
૨૧૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ ટીકા- આ કર્તાએ જાતે વિ. સં. ૧૬૯૮માં રચી છે. આની તેમ જ મૂળની એકેક હાથપોથી છાણીના ભંડારમાં છે.
(૫) 'જિનસહસ્ત્રનામસ્તોત્ર યાને અહંન્નમસ્કારસ્તોત્ર (વિ. સં. ૧૭૩૧)– વાચક કીર્તિવિજયના શિષ્ય વિનયવિજયગણિએ ૧૪૯ પદ્યોમાં આ સ્તોત્ર વિ. સં. ૧૭૩૧માં રચ્યું છે. ૧૪૬મા પદ્યમાં અરિહંતોને એક હજાર “નમસ્કાર” કરવાનો ઉલ્લેખ છે. એ ઉપરથી આ સ્તોત્રનું કોઈકે અહંન્નમસ્કારસ્તોત્ર એવું નામ યોજયું હશે એમ લાગે છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૬)માં આ નામથી તેમ જ પૃ. ૧૩૮માં જિનસહસ્ત્રનામસ્તોત્ર તરીકે પણ આનો ઉલ્લેખ છે પરંતુ આ બંને એક જ કૃતિ છે એવો નિર્દેશ નથી.
૧૪૫મું પદ્ય એ નમસ્કારનો મહિમા સૂચવે છે. આ પદ્ય “સિદ્ધાણં બુદ્ધાણં”ની ત્રીજી ગાથા છે. “તથા વીદુ?' પૂર્વક રજૂ કરાઈ છે અને ૧૪૯ પદ્યની કૃતિમાં એનો ૧૪૫મો ક્રમાંક અપાયો છે.
પહેલેથી ૧૪૪ સુધીના પદ્યો “ભુંજગી” છંદમાં છે. ૧-૧૪૩ પદ્યો પૈકી પ્રત્યેકનું ચોથું ચરણ સમાન છે અને એ નીચે મુજ છે :
નમસ્તે નમતે નમતે નમસ્તે' ૧-૧૪૩ પદ્યોમાંના દરેક પદ્યમાં સાત સાત વાર “નમસ્તેનો પ્રયોગ છે. એ હિસાબે એક હજાર ને એક નમસ્કાર થાય છે.
૨૧મા પદ્યથી ૧૧૭માં સુધીના પધોમાં તીર્થકરોને અંગે ગર્ભવાસથી માંડીને એમના નિર્વાણ સમય સુધીમાં જે વિશિષ્ટ પ્રસંગો ગણાવવા જેવા કર્તાને લાગ્યા તેનું ક્રમસર વર્ણન છે. આમ આ કૃતિ એક રીતે સમસ્ત તીર્થકરોની સમાન ભૂમિકાનું ચિત્ર ખડું કરે છે. આના પછી દસે ક્ષેત્રના ત્રણે કાળની ચોવીસીઓના તીર્થંકરોને તેમ જ વીસ વિહરમાન તીર્થકરોને નમસ્કાર કરાયેલ છે.
(૬) જિનસહસ્રનામસ્તોત્ર- આ કૃતિનો પ્રારંભ “વયભુ નમરત્ય'થી કરાયો છે. એમાં ૧૬૦ પદ્યો છે. આના કર્તા વિષે કશી ખબર નથી. આની કેટલીક હાથપોથીઓ ભાં. પ્રા. સં. મં માં છે.
ટીકાઓ– દિ. અમરકીર્તિ, દિ. વિશ્વસેન અને દિ. શ્રુતસાગરસૂરિએ ત્રણની ટીકા ઉપરાંત કોઇકે એક ટીકા રચી છે. આમ આ સ્તોત્ર ઉપર ચાર ટીકાઓ છે.
પાર્શ્વનાથસહસ્ત્રનામ– “અંચલ' ગચ્છના કલ્યાણસાગરસૂરિએ આ કૃતિ રચી છે. આની એક હાથપોથી છાણીના ભંડારમાં છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૭)માં ઉલ્લેખ છે. “અંચલ' ગચ્છના ધર્મમૂર્તિના શિષ્ય કલ્યાણસાગરગણિએ પાર્શ્વનાથ-અષ્ટોત્તરશતનામ એ નામની કૃતિ રચ્યાનો અહીં
2 ૩૫૫
૧. આ સ્તોત્ર અમદાવાદના “વીર સમાજ” તરફથી છપાવાયું હતું. ત્યાર બાદ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી
આ મૂળ કૃતિ ગુજરાતી અનુવાદ તેમ જ વિનયવિલાસ (પદ ૯ અને ૧૨), “સંસ્કૃત” શક્રસ્તવ તથા “આત્મરક્ષાકર” નમસ્કારમંત્ર સહિત વિ. સં૧૯૯૪માં પ્રકાશિત કરાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org