________________
P ૩૫૨
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો
(8) સ્તુતિ-સ્તોત્રો (ચાલુ) હવે આપણે આ પ્રકરણનો પ્રારંભ તીર્થંકરાદિનાં એક હજાર નામો રજૂ કરતી કૃતિઓથી
કરીશું.
'જિનસહસ્ત્રનામસ્તોત્ર - આ દિજિનસેનચાર્યકૃત આદિપુરાણના એક અંશરૂપ છે અને એમાં દસ શત છે. આ વિષયની છ સ્વતંત્ર કૃર્તિઓ તો નીચે મુજબ છે :
(૧) અહનામસહસમુચ્ચય યાને જિનસહસ્રનામસ્તોત્ર (ઉ. વિ. સં. ૧૨૨૯)- આ સ્તોત્ર કલિ.” હેમચન્દ્રસૂરિની રચના છે એમ કેટલાક માને છે. એના પ્રથમ-શત-પ્રકાશ, દ્વિતીય-શત-પ્રકાશ એમ દશમ-શત-પ્રકાશ એમ દસ પ્રકાશ પડાયા છે. પ્રથમ શતકના દ્વિતીય પદ્યમાં તેમ જ દસમાં શતકના તેરમાં પદ્યમાં અરિહંતના ૧૦૦૮ નામનો ઉલ્લેખ છે જ્યારે દસમાં પ્રકાશના શ્લો. ૧૪માં “જિનનામસહસક” દ્વારા એક હજાર નામનો નિર્દેશ છે આથી ૧૦૦૮ નામ છે કે બરાબર એક હજાર P. ૩૫૩ જ નામ છે તે તપાસવાનું રહે છે.
દસમાં પ્રકાશના શ્લો. ૧૪-૧૯માં આ સ્તોત્રનાં શ્રવણ, પઠન અને જાપનાં ફળનો નિર્દેશ છે.
(૨) 'જિનસહસ્ત્રનામસ્તોત્ર (વિ. સં. ૧૨૮૭)- દિ. સલ્લક્ષણના પુત્ર (કલિકાલિદાસ) આશાધરે વિ. સં. ૧૨૮૭માં આ સ્તોત્ર સંસ્કૃતમાં રચ્યું છે. એનો પ્રચાર બુદેલખંડમાં છે. આ સ્તોત્રના પણ ઉપર્યુક્ત જિનસેનાચાર્યકૃત આદિપુરાણ સ્તોત્રની પેઠે દસ શત છે.
સ્વોપજ્ઞ વૃત્તિ- પ્રસ્તુત સ્તોત્ર ઉપર કર્તાએ જાતિ વૃત્તિ રચી છે. પણ એ હજી સુધી તો મળી આવી નથી.
ટીકાઓ– દિ. શ્રુતસાગરે તેમ જ અન્ય કોઈએ પણ આ સ્તોત્ર ઉપર એકેક ટીકા રચી છે.
(૩) જિનસહસ્રનામસ્તોત્ર (વિક્રમનો ૧૫મો સૈકો)– દિ. સકલકીર્તિએ આ સ્તોત્ર ૧૩૮ પઘોમાં રચ્યું છે.
(૪) જિનસહસ્ત્રનામસ્તોત્ર, અહંન્નામ (સહસ્ત્ર)– સમુચ્ચય કિંવા અહત્સહસ્ત્રનામ (વિ. સં. ૧૬૫૮)- કલ્યાણવિજયગણિના શિષ્ય દેવવિજયગણિએ વિ.સં. ૧૬૫૮માં આ સ્તોત્ર રચ્યું છે. ૧. આ જાતની કૃતિઓની માહિતી મેં “જિનસહસ્રનામસ્તોત્ર નામની કૃતિઓ” નામના મારા લેખમાં આપી
છે. આ લેખ “દિગંબર જૈન” (વ. ૪૪, અં. ૧૦-૧૧)માં છપાયો છે. ૨. “જૈન ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૬૬ ટિ. ૧. ૩. જૈનસ્તોત્રદોહ (ભા. ૧, પૃ. ૧૩)માં “કલિ.” હેમચન્દ્રસૂરિને નામે આ અહંનામસહસ્ત્રસમુચ્ચય
છપાયો છે. ૪. આ જૈનગ્રંથરત્ન કાર્યાલય વ. તરફથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૬૬ ટિ. ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org