________________
૨૨૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ ‘પદ્માવતસ્તોત્ર- આ શ્રીધર નામના આચાર્યે દસ પદ્યમાં રચ્યું છે. એની શરૂઆત “ઝ નયતીમ”થી કરાઈ છે.
‘પદ્માવતીકવચઆ ૧૫ પદ્યોની કૃતિ કોઈકે રચી છે. એનો પ્રારંભ “પવન્!થી કરાયો છે.
દેવીસ્તોત્ર- આ અજ્ઞાતકર્તૃક સ્તોત્રમાં ૭૪ પડ્યો છે. એનો પ્રારંભ “શ્રીરાત્રે નમતુષ્યથી કરાયો છે. આ સ્તોત્રની શરૂઆત શારદા યાને સરસ્વતીની ૧૪ પદ્યો દ્વારા સ્તુતિથી કરાઈ છે. ત્યાર બાદ લક્ષ્મીનાં નામો, યોગિનીનાં રૂપો તેમજ ચંડિકા વગેરે નામો રજૂ કરાયાં છે.
*પઠિતસિદ્ધ-સારસ્વત-સ્તવ– આ સ્તવ સાધ્વી શિવાર્યાએ નવ પદ્યમાં રચ્યો છે. એનો પ્રારંભ “વ્યાપ્તાન્ત’થી કરાયો છે. આઠમા પદ્યમાં “સાધ્વી શિવાર્યા' એવો ઉલ્લેખ છે. નવમાં પદ્યમાં આ સ્તવને “સ્પષ્ટપાઠ-અષ્ટક' કહ્યો છે. એમાં કેટલાક મંત્રાક્ષરો છે.
સૂર્યસહસ્રનામસ્તોત્ર- આના કર્તા ભાનુચન્દ્રગણિ છે. એમણે જાતે આના ઉપર વૃત્તિ રચી છે પરંતુ એની એકે હાથપોથી જિ. ૨. કોડમાં આ નામે તો નોંધાયેલી નથી જો કે મૂળ કૃતિ છપાયેલી મળે છે અને તેમાં ગદ્યમાં સૂર્યનાં હજાર નામ છે. એના પ્રારંભમાં સૂર્યને નમસ્કારરૂપ એક પદ્ય છે. અંતમાં ચાર પદ્યો છે. સ્વિોપજ્ઞટીકા સાથે સૂર્યસહસ્ત્રનામનું સંપાદન આ. ધર્મધુરન્ધરસૂરિ કરી રહ્યા છે. એમાં અન્ય બે આવી કૃતિઓ પણ સાથે જોડવામાં આવી છે. આની પ્રસ્તાવના આ. મુનિચન્દ્રસૂરિએ લખી છે. સિદ્ધસહસ્ત્રનામકોશ ઉપા. યશોવિજયગણી. પ્ર. “યશોભારતી પ્રકાશન”]
સાધારણ-જિન-સ્તવન” કિવા આત્મ-નિન્દા-દ્વત્રિશિકા (લ. વિ. સં. ૧૨૨૫)– આના કર્તા પરમાણંત' કુમારપાલ ભૂપાલ છે. એમણે મુખ્યતયા ઉપજાતિમાં રચાયેલાં ૩૩ પદ્યો દ્વારા જિનેશ્વરનીકોઈના પણ નામનિર્દેશ વિનાની એટલે સાધારણ તીર્થકરની સ્તુતિ કરી પોતામાં રહેલા દોષો દર્શાવ્યા છે- ‘આત્મનિંદા કરી છે, અને પોતાના ઉપર કૃપા કરવા એમને વિનવ્યા છે. આ દ્વાત્રિશિકા ઉપરથી રત્નાકરપંચવિંશતિકા યોજાઈ હશે. ગમે તેમ પણ સંતુલનાર્થે આ કૃતિનો વિચાર થઈ શકે તેમ છે. ૧. એજન, ૨૦મું પરિશિષ્ટ (પૃ. ૧૦૯).
૨. એજન, ૨૮મું પરિશિષ્ટ (પૃ. ૧૧૦-૧૧૧). ૩. આ સ્તોત્ર ભૈ. ૫. ક.માં પરિશિષ્ટ ૧૫ તરીકે પૃ. ૮૨-૮૭માં છપાયું છે. ૪. આ સ્તવ ભૈ. ૫. ક.માં તેરમાં પરિશિષ્ટ તરીકે પૃ. ૭૦-૮૦માં છપાયો છે. આ સ્તવની એક હાથપોથી પરિચય મેં D C G C M (Vol. No. XIX, sec. pp. 1, pp. 313-313)માં આપ્યો છે. પૃ. ૩૧૩માં
સવાર્યા છે તે “શિવા” જોઇએ એમ પ્રકાશિત કૃતિ જોતાં જણાય છે. ૫. આ “સૂર્યસહસ્રનામસ્તોત્ર'ના નામથી “વાપી જૈન યુવક મંડલ” તરફથી વિ. સં. ૧૯૯૮માં છપાવાઈ છે.
એમાં સૂર્યનાં હજાર નામ પછી અંતમાં ચાર પદ્યો છે. અને એ આ સ્તોત્રની ફલશ્રુતિરૂપ છે. ૬. આ સ્તવન જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૧, પૃ. ૧૯-૨૨)માં છપાયું છે. આનો ગુજરાતીમાં ‘હરિગીત” છંદમાં
શ્રીવિજયામૃતસૂરિએ જે અનુવાદ કર્યો છે તે વૈરાગ્યશતક' નામના પુસ્તકમાં પ્રસિદ્ધ થયો છે. એ પુસ્તકની બીજી આવૃત્તિ “વૃદ્ધિ-નેમિ-અમૃત-ગ્રંથમાલા”માં વિ. સં. ૨૦૦૭માં છપાઈ છે. ૭. આ નામની સાત કૃતિઓ છે. જુઓ પૃ. ૨૭૧ ૮. કેટલાંક આત્મનિંદાષ્ટકો મળે છે. એમાંનું એક “કાવ્યમાલા” (ગુ. ૭)માં છપાયું છે. આત્મનિંદાશતક “જૈ.
ધ. પ્ર. સં.” તરફથી છપાવાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org