________________
P ૩૩૮
૨૦૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ મહર્ષિણી, ભુજંગપ્રયાત, લીલાખેલ, શાલિની અને 'અગ્વિણી.
વિષાપહાર-સ્તોત્ર (? વિક્રમની ૧૧મી સદી)- “સ્વાભસ્થિતા''થી શરૂ થતા આ ચાળીસ પદ્યના સ્તોત્રના કર્તા દિ. ધનંજય છે એમ એના અંતિમ પદ્યમાં શ્લેષ દ્વારા એમણે જે પોતાનું નામ ગૂંચ્યું છે તે જોતાં જણાય છે. મુખ્યતયા ઉપજાતિમાં રચાયેલા આ સ્તોત્રનું વિષાપહાર-સ્તોત્ર એવું નામ એના ચૌદમાં પદ્યગત નિમ્નલિખિત પંક્તિ ઉપરથી યોજાયું હોય એમ લાગે છે –
વિષપહરં મૌષધન" આ પ્રમાણેનું એનું નામકરણ દિ. સમન્તભદ્રકૃત વરસ્તોત્રના “યુકત્યનુશાસન' નામનું સ્મરણ કરાવે છે. આ સ્તોત્ર પ્રૌઢ ભાષામાં રચાયું છે. એ ગૌરવશાળી ભાવ અને મનોરંજક ઉક્તિઓથી વિભૂષિત છે. પ્રસ્તુત દિ. ગૃહસ્થ ધનંજય તે સિન્ધાન-કાવ્યના કર્તા છે કે અન્ય કોઈ તે જાણવું બાકી રહે છે.
પ્રઘોષ– એમ કહેવાય છે કે ધનંજયે પોતાના પુત્રને સર્પ ડસ્યો ત્યારે એનું ઝેર ઉતારવા માટે આ સ્તોત્ર રચ્યું હતું.
ટીકા- આ નાગચન્દ્રની રચના છે. ટીકા- આના કર્તા પાર્શ્વનાથ ગોમટ છે. અવચૂરિ– આ કોઈકની રચના છે.
ભાવારિવારણ'સ્તોત્ર કિંવા મહાવીર સ્તોત્ર- (ઉં. વિ. સં. ૧૧૬૭)- આના કર્તા ખરતર' ગચ્છના જિનવલ્લભસૂરિ છે. એઓ જિનેશ્વરસૂરિના શિષ્ય, નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના પટ્ટધર અને જિનદત્તસૂરિના ગુરુ થાય છે. એમણે વિ. સં. ૧૧૨૫માં સંવેગરંગસાલાનું સંશોધન કર્યું હતું. તેઓ વિ. સં. ૧૧૬૭માં સ્વર્ગ સંચર્યા. એમણે સંસ્કૃત તેમ જ જ. મ.માં વિવિધ કૃતિઓ રચી છે. એ પૈકી સંસ્કૃત કૃતિઓ તરીકે પ્રસ્તુત સ્તોત્રને બાજુએ રાખતાં હું નીચે મુજબની કૃતિઓની નોંધ લઉં છું -
પ્રશ્નપત યાને પ્રશ્નોત્તરૅકષષ્ટિશતક, 'સંઘપટ્ટક, ધર્મશિક્ષાપ્રકરણ, ચતુર્વિશતિજિનસ્તુતિ, ૧. પુષ્પદન્ત મહાપુરાણની પ્રથમ સંધિનું દસમું કડવક આ છન્દમાં રચ્યું છે. ૨. આ સ્તોત્ર “કાવ્યમાલા” (ગુ. ૭)ના ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત ચતુર્થ સંસ્કરણમાં છપાયું છે. ૩. આ સ્તોત્ર “કાવ્યમાલા” (ગુ. ૭)માં પ્રકાશિત થયેલું છે. વિશેષમાં આ સ્તોત્ર જયસાગરગણિએ રચેલી
વૃત્તિ સહિત હીરાલાલ હંસરાજ તરફથી છપાવાયું છે. આ જ સ્તોત્ર નરચન્દ્રમણિકૃત અવરિ સાથે જિનદત્તસૂરિજ્ઞાનભંડાર સૂરતથી વિ. સં. ૨૦૦૯માં છપાયું છે. ૪ “શ્રીયશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા” તરફથી મહેસાણાથી ઈ. સ. ૧૯૧૪માં પ્રકાશિત સ્તોત્રરત્નાકર
(ભા. ૨)માં કોઈકની અવચૂરિ સહિત આ કૃતિના ઉત્તરો “જાતિ-ચક્ર-સંગ્રહ” સહિત છપાવાયા છે. ૫. આ ૪૦ પદ્યની સંસ્કૃત કૃતિ અપભ્રંશ-કાવ્ય-ત્રયીના પરિશિષ્ટરૂપે “ગા. પ્રૌ. ગ્રં”માં ઈ. સ. ૧૯૨૭માં
છપાવાઈ છે. ૬. આ કૃતિ બે ચક્ર-બંધનાચિત્ર સહિત “વૈરાગ્યશતકાદિગ્રન્થ-પંચક”માં “દે. લા. જે. પુ. સં.” તરફથી ઈ.
સ. ૧૯૪૧માં પ્રકાશિત કરાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org