________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૩૩-૩૩૭]
૨૦૭ કર્તા– આ કૃતિની રચના જોઈ મુનિશ્રી અભયસાગરજી એના કર્તા શોભન મુનિ હશે એમ માનવા પ્રેરાયા છે એમ એમના તા. ૪-૩'-૫૬ના જયપુરથી મારા ઉપર લખેલા પત્ર ઉપરથી જણાય છે.
"જિનસ્તોત્રકોશ ( )- આ પંડિત વિનયહંસગણિએ સંસ્કૃતમાં પદ્યમાં રચેલાં ૫૮ સ્તુતિસ્તોત્રના સમુદાયરૂપ છે અને અંતમાં ૧૮ પદ્યોની ગ્રન્થની પ્રશસ્તિ છે. કર્તાએ પોતાનો પરિચય આપ્યો નથી પરંતુ ઘણાંખરાં સ્તુતિસ્તોત્રોમાં હર્ષવિનયસૂરિ અને ધર્મહંસ એ બેનો ઉલ્લેખ જોવાય છે. આથી એમ લાગે છે કે હર્ષવિનયસૂરિ કર્તાના કોઈક પ્રકારના ગુરુ, મગુરુ કે ગણનાયક હશે જ્યારે ધર્મહંસ એમના ગુરુ કે એમના મોટા ગુરુભાઇ હશે. પૃ. ૫૭માં ‘ચન્દ્ર' ગણનો ઉલ્લેખ છે. એ ઉપરથી ૩૩૬ કર્તા “ચન્દ્ર ગણના હશે એમ અનુમનાય. મુદ્રિત પુસ્તક કઈ હાથપોથીને આધારે તૈયાર કરાયું તેનો ઉલ્લેખ નથી તેમ જ જિ. ૨. કો. (વિ. ૧)માં જિનસ્તોત્રકોશના નામથી કોઈ કૃતિની નોંધ નથી વળી હર્ષવિનયસૂરિની કે વિનયહંસગણિની કોઈ કૃતિ મારા જોવા જાણવામાં નથી કે જેમાંથી વિનયહંસગણિનો પરિચય કે એમનો સત્તાસમય મળી શકે.
પ્રસ્તુત કોશમાં ચચ્ચાર પદ્યની ચાર કૃતિ છે જ્યારે પાંચ પાંચની છવ્વીસ કૃતિ છે. મોટામાં મોટી કૃતિ ઓગણચાળીસ પદ્યની છે. આ કોશમાં એકંદર ૬૭૬ પદ્યો છે.
આ કોશમાં મુખ્યત્વે કરીને ઋષભદેવ વગેરે તીર્થકરોના ગુણોત્કીર્તનને સ્થાન અપાયું છે. મંડપાચલમંડન'- સુપાર્શ્વનાથ, ‘જીરાપલ્લી'- પાર્શ્વનાથ, “તંભને'- પાર્શ્વનાથ, ‘ચિત્તામણિ'- પાર્શ્વનાથ, નારંગ'- પાર્શ્વનાથ, ‘વરકાણા'- પાર્શ્વનાથ, “ગૌડિક'- પાર્શ્વનાથ તેમ જ “બંભણવાટક - મહાવીરસ્વામી, સીમધરસ્વામી તથા ગૌતમસ્વામી અને પુંડરીક ગણધરને અંગે સ્તોત્રો છે. આ ઉપરાંત શાશ્વતજિનનામસ્તોત્ર, પંચકલ્યાણકસ્તોત્ર અને શત્રુંજયસ્તોત્ર છે. વિશેષમાં ત્રણ સાધારણ-જિનસ્તોત્ર છે. ૨૬ પદ્યના એક સ્તોત્રમાં અજિતનાથ અને શાન્તિનાથની ભેગી સ્તુતિ છે. ઋષભદેવને અંગે ત્રણ સમસ્યા-સ્તોત્ર છે. તેમાં એક “સ્નાતસ્યા' સ્તુતિની પાદપૂર્તિરૂપ છે જ્યારે બાકીનાં બે અનુક્રમે નિમ્નલિખિત ચરણની પાદપૂર્તિરૂપ છે :"तिलतुषतटकोणे कीटिकोष्ट्रं प्रसूता"
P. ૩૩૭ "सूच्यग्रे कूपषट्कं तदुपरि नगरं तत्र वार्द्धिस्ततोऽद्रिः" પ્રસ્તુત કોશમાં જાતજાતના- પરિચિત તેમ જ વિરલ છંદો વપરાયા છે. એ પૈકી હું અહીં નીચે મુજબના છંદોને વિશેષ નોંધપાત્ર ગણું છું :
૧. આ કૃતિ “તપાગચ્છમૂર્તિપૂજક શ્વેતાંબર શ્રી જૈન સંઘ” તરફથી મુંબઈથી વિ. સં. ૨૦૧૪માં પ્રકાશિત કરાઈ છે. એમાં શરૂઆતનાં લગભગ અડધાં પૃષ્ઠો પૈકી કેટલાંકનાં અંતમાં ટિપ્પણ છે. આ કૃતિના સંપાદકો શ્રી વિજયકસૂરસૂરિજીના શિષ્યો નામે ચન્દ્રોદયવિજય અને સૂર્યોદયવિજય છે. આ કૃતિને અંગે પ્રસ્તાવના નથી. એ અપાઈ હોત તો આ કૃતિના મહત્ત્વમાં વૃદ્ધિ થતું. ૨. આ જાતની આદ્ય કૃતિ તે નર્દિષેણે રચેલો અજિય-સત્તિ થય (અજિત-શાન્તિ-સ્તવ) છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org