________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૧-૩૨૨]
૧૯૯ જણાય છે. આ પ્રથા એમની પૂર્વે ક્યારથી કોણે અને કેમ પ્રચલિત કરી તે જાણવું બાકી રહે છે. વીરવિજયજી તો વસતિમાં દુષ્ટ વ્યંતર હોય તો તે આ મોટેથી બોલાતાં ચરણો સાંભળી નાસી જાય એવો હેતુ દર્શાવે છે.
ઉપયોગ- સ્ત્રીવર્ગ દેવસિકાદિ પાંચે પ્રતિક્રમણમાં “નમોસ્તુ વર્ધમાનાય "થી શરૂ થતી સ્તુતિને બદલે તેમ જ “વિશાનનોવન'થી પ્રારંભિત સ્તુતિને સ્થાને આ સ્તુતિનાં આદ્ય ત્રણ પદ્યો બોલે છે. વળી પાક્ષિકાદિ ત્રણ પ્રતિક્રમણમાં સજ્ઝાયને બદલે પણ ઉવસગ્ગહરથોત્તપૂર્વક એ વર્ગ પુરુષોની પેઠે આ સ્તુતિનાં ચારે પદ્યો બોલે છે.
ટીકા- આ સંસારદાવાનલ-સ્તુતિ ઉપર નીચે મુજબની ત્રણ ટીકા છે :(૧) જ્ઞાનવિમલસૂરિની, (૨) પાર્થચન્દ્રકૃતિ અને (૩) અજ્ઞાતકર્તક
વ્યાખ્યા- આ ગુજરાતીમાં ગદ્યમાં છે. એ અજ્ઞાતકક રચના છે. એના આદ્ય અને અંતિમ અંશ મેં D C G C M (Vol. XIX. Sec. 1, Dt. 2. p. 237)માં આપ્યા છે.
પદ્યાત્મક અનુવાદો- આ સંસારદાવાનલ-સ્તુતિનો મેં ‘હરિગીત' છંદમાં ગુજરાતીમાં અનુવાદ B ૩૨૨ કર્યો છે. વળી મેં આનો સમશ્લોકી અનુવાદ પણ કર્યો છે.
પાદપૂર્તિ- આ સ્તુતિની એકંદર પાંચ પાદપૂર્તિ જાણવામાં છે.
ચતુર્વિશતિકા(લ. વિ. સ. ૮૭૫)- આ નઝેન્દ્રમૌલિ'થી શરૂ થતી સ્તુતિ તારા(ય)ગણ વગેરેના પ્રણેતા અને વિ. સં. ૮૦૦માં જન્મી વિ. સં. ૮૯૫માં સ્વર્ગ સંચરેલા બપ્પભટ્ટસૂરિએ રચી ૧. મૂળ પાઠ અર્થ સહિત શ્રીવિજયદાનસૂરિકૃત વિવિધ પ્રશ્નોત્તર (પૃ. ૮૬)માં અપાયો છે. ૨. દયાવિમલ ગ્રંથમાલામાં આ પ્રકાશિત છે. ૩. આ “આ. પ્ર" (પુ. ૫૦, એ. ૭)માં છપાવાયો છે. એ પૂર્વે એ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ” (સાપ્તાહિક)ના
તા. પ-૧-૫૩ના અંકમાં તેમ જ “દિગંબર જૈન” (વ. ૪૬, અં. ૩, તા. ૨૦-૧-૫૩)માં છપાવાયો હતો. ૪. આ “આ. પ્ર.” (પુ. ૫૦ અં. ૮)માં પ્રકાશિત છે. એ પૂર્વે એ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૯
ર-પ૩ના અંકમાં પ્રસિદ્ધ થયો હતો. ૫. આની નોંધ ૩૧માં પ્રકરણમાં લેવાઈ છે. ૬. આ “સંસારદાવાનલ-સ્તુતિ વિષે મેં “સંસારદાવાનલ-સ્તુતિ અને એની પાદપૂર્તિ” નામનો લેખ લખ્યો છે
અને એ “આ. પ્ર.” (પુ. ૫૧, અં. ૬, ૭)માં છપાવાયો છે. વિશેષ માટે જુઓ શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૬૪-૧૬૭) ૭. આ કૃતિ અજ્ઞાતકર્તક ટીકા તેમ જ મારાં અન્વય, સમાસવિગ્રહ તથા ગુજરાતી શબ્દાર્થ, શ્લોકાર્થ અને સ્પષ્ટીકરણ ઈત્યાદિ સહિત સચિત્ર સ્વરૂપે “આ. સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત કરાઈ છે. આ આવૃત્તિમાં પ્રસંગોપાત્ત બન્યાયાચાર્ય' યશોવિજયગણિએ સંસ્કૃતમાં રચેલું આદિજિનસ્તવન અને વિનયવિજયગણિકૃત સંસ્કૃત ઋષભજિનસ્તવન, બપ્પભટ્ટિસૂરિકૃત સરસ્વતી સ્તોત્ર (શારદાસ્તોત્ર) અને
એનો મેં કરેલો ગુજરાતી અનુવાદ એમ વિવિધ સામગ્રી રજૂ કરાઈ છે. ૮. આને જ ચતુર્વિશતિજિનસ્તવ તેમ જ નન્દ્રમૌલિસ્તુતિ તરીકે પણ ઓળખાવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org