________________
૧૯૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ 'જિનેન્દ્રગુણસ્તુતિ કિવા પાત્રકેસરિ-સ્તુતિ- આના કર્તા દિ. પાત્રકેસરી છે. એઓ જન્મે બ્રાહ્મણ હતા. એમણે ત્રિલક્ષણ-કદર્થન નામનો ગ્રન્થ રચ્યો છે. એઓ દેવનદિની પછી અને અકલંકની પહેલાં થયા છે. આદિપુરાણ (પર્વ ૧, શ્લો. પ૩)માં એમને વિષે ઉલ્લેખ છે. એમની ઉપર્યુક્ત સ્તુતિ પાત્રકેસરિ-સ્તુતિ પણ કહેવાય છે. એમાં પચાસ પડ્યો છે. એમાં તાર્કિકને શોભે એવી રીતે તીર્થકરની “સયોગી કેવલી' તરીકેની અવસ્થાનું વર્ણન છે. એમાં પ્રસંગોપાત્ત “સાંખ્ય' દર્શનનાં મંતવ્યોની આલોચના કરાઈ છે.
ટીકા- આ કોઈકે રચી છે.
સંસારદાવાનલ-સ્તુતિ– આ સ્તુતિનો પ્રારંભ “સંસાર-દાવાનલ”થી થતો હોવાથી આનું આ નામ યોજાયું છે. આનું પ્રચલિત નામ “સંસારદાવાની સ્તુતિ” છે. આના કર્તા તરીકે મહત્તરા P ૩૨૦ યાકિનીના ધર્મપુત્ર હરિભદ્રસૂરિનો ઉલ્લેખ કરાય છે. પરંતુ એ માટે કોઈ સબળ– પ્રાચીન પુરાવો હજી
સુધી તો મારા જોવામાં આવ્યો નથી. એ સુખલાલ સંઘવીએ “સમદર્શી આચાર્ય હરિભદ્ર” (પૃ. ૧૪૭)માં આ સ્તુતિની સુનિશ્ચિત હારિભદ્રીય તરીકે નોંધ લીધી છે પણ એ માટે કોઈ પ્રમાણ રજૂ કર્યું નથી તો તેમ કરવા તેમને હું વિનવું છું.
વિશિષ્ટતા– આ સ્તુતિનાં ચારે પદ્યો ઉપજાતિ, વસન્તતિલકા, મન્દાક્રાન્તા અને સુગ્ધરા એમ ભિન્ન ભિન્ન છંદમાં અનુક્રમે રચાયેલાં છે. વળી અનુનાસિકને ન ગણીએ તો આ સમગ્ર સ્તુતિ જોડાક્ષર વિનાની રચના પૂરી પાડે છે. આ સ્તુતિની ખાસ ખૂબી તો એ છે કે “સમસંસ્કૃત' કૃતિ છે અર્થાત્ એ એક રીતે સંસ્કૃત રચના છે તો બીજી રીતે આ પાઈય છે
વિષય- આનું આદ્ય પદ્ય મહાવીરસ્વામીની સ્તુતિરૂપ છે જ્યારે બીજું પદ્ય સમસ્ત જિનેશ્વરની સ્તુતિરૂપ છે. ત્રીજું સાંગોપાંગ રૂપકના ઉદાહરણરૂપ છે. એમાં મહાવીરસ્વામીના આગમરૂપ સાગરની પ્રશંસા કરાઈ છે. ચોથું પદ્ય વાણીમય દેહધારી દેવીની-શ્રુતદેવીની સ્તુતિરૂપે છે.
પ્રઘોષ– એમ કહેવાય છે કે સમભાવભાવી હરિભદ્રસૂરિએ અંતસમયે આ સ્તુતિ રચવા માંડી હતી અને એ ચતુર્થ પદ્યનું પ્રથમ ચરણ રચી રહ્યા ત્યાં તો એ બોલતા બંધ થઈ ગયા. આથી એમના હૃદયના ભાવને અનુલક્ષીને સંઘે બાકીના “ઝંકારારાવસારા” થી શરૂ થતાં ત્રણ ચરણો રચ્યાં.
પ્રથા- આજે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરતી વેળા ઉપર્યુક્ત ત્રણ
ચરણો સમસ્ત જૈનો એક સાથે મોટેથી ઉચ્ચારે છે ઉપાધ્યાય વીરવિજયગણિના સમયમાં તો આવી P ૩૨૧ પ્રથા હતી એમ એમની પ્રશ્નોત્તરચિન્તામણિ નામની લ. વિ. સં. ૧૮૮૦માં રચાયેલી કૃતિ જોતાં
૧. આ સ્તુતિ અજ્ઞાતકણ્વક ટીકા સહિત “મા. દિ. જૈ. ગ્રં.”માં ગ્રંથાંક ૧૩ તરીકે વિ. સં. ૧૯૭૫માં પ્રસિદ્ધ
કરાઈ છે. ૨. પ્રતિક્રમણસૂત્રોને અંગેનાં પુસ્તકોમાં આ અનેક સ્થળેથી પ્રકાશિત થયેલી છે. એના ગુજરાતી તેમ જ હિંદી
અનુવાદો પણ છપાયા છે. આ સ્તુતિ જ્ઞાનવિમલસૂરિકૃત ટીકા સહિત “દયાવિમલ ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૮ તરીકે અમદાવાદથી ઈ. સ. ૧૯૧૭માં છપાવાઈ છે. ૩. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી પ્રકાશિત કરાઈ છે.
19૧ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org