________________
૨૦૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ છે. આ કૃતિમાં ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થકરો પૈકી પ્રત્યેકને અંગે P. ૩૨૩ ચચ્ચાર પદ્યો આપ્યાં છે. આમ આમાં ચોવીસ સ્તુતિ-કદંબકો છે અને એ વિવિધ યમક વડે વિભૂષિત
છે. એ યમકોમાં બે ચરણોની સમાનતારૂપ યમકનું પ્રાધાન્ય છે. આ સ્તુતિમાં એકંદર બાર જાતના છંદનો ઉપયોગ કરાયો છે. આમાં સોળ વિદ્યાદેવીઓ પૈકી સર્વાત્રા મહાજ્વાલા સિવાયની પંદર વિદ્યાદેવીઓની સ્તુતિ છે. તેમાં કાલી અને મહાકાલી એ બે વિદ્યાદેવીની તો બબ્બે વાર સ્તુતિ છે. એ ઉપરાંત ધરણેન્દ્રની જે પટ્ટમહિષીની સ્તુતિ છે તેથી જો વૈરોચ્યા જ સમજવાની હોય તો એ નામની પણ વિદ્યાદેવીની બે સ્તુતિ ગણાય. વિશેષમાં અંબા દેવીની સ્તુતિ પણ બે વાર કરાઈ છે. યક્ષરાજની એક વાર સ્તુતિ છે. શ્રુત-દેવતાની તો ત્રણ વાર સ્તુતિ છે.
આલંકારિક શબ્દોમાં કહું તો આ ચતુર્વિશતિકા જેવી કૃતિ એ સાહિત્યવાટિકાના સુંદર, રસિક અને મનોરંજક કાવ્ય કે કુંજની એક લતા છે. એ લતા ચોવીસ ગુચ્છકો વડે શોભે છે. એના પ્રત્યેક ગુચ્છકમાં ચચ્ચાર પદ્યરૂપ કલિકા હોય છે. પ્રથમ કલિકા દ્વારા અમુક તીર્થંકરની સ્તુતિ કરાય છે, બીજી કલિકા સમસ્ત તીર્થકરોને સ્પર્શે છે, ત્રીજી કલિકા આગમને અંગે હોય છે. અને ચોથી કલિકા શ્રુતદેવી, વિદ્યાદેવી, શાસનદેવી કે કોઈ યક્ષ જેવા સાથે સંબંધ ધરાવે છે. પ્રસ્તુત કૃતિ આ પ્રકારની રચનાઓનો એક મનોમોહક નમૂનો પૂરો પાડે છે.
ટીકાજિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૧૫)માં સૂચવાયું છે કે આ ચતુર્વિશતિકા ઉપર સ્વોપણ
ટીકા છે. P. ૩૨૪
વૃત્તિ- આ પંડિત ગુણાકરની વૃત્તિ છે. અવચૂરિ– આ કોઈકે રચી છે.
વૃત્તિ– જૈ. ગ્રં. (પૃ. ૨૮૪) પ્રમાણે આ સહદેવે ૭૩૫ શ્લોક જેવડી રચી છે.
ટીકા– આ કોઈકે રચી છે અને તે મારી આવૃત્તિમાં છપાઈ છે. એ ઉપર્યુક્ત અવસૂરિ વગેરેથી ભિન્ન છે કે કેમ તેની તપાસ કરવી બાકી રહે છે.
૧. રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, રજકુંશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા. કાલી, મહાકાલી, ગૌરી, ગાન્ધારી,
સસ્ત્રા મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા, અચ્છા, માનસી અને મહામાનસી. ૨. ગુણાકરે આ ચતુર્વિશતિકા ઉપર કોઈ વૃત્તિ રચી નથી. એમણે શોભનસ્તુતિ ઉપરની વૃત્તિ લખાવી
છે અને એની એક હાથપોથી વિ. સં. ૧૨૧૧માં જે લખાયેલી છે તે પાટણના ભંડારમાં છે એમ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૧૯૬) જોતાં જણાય છે એટલે આ પ્રો. વેલણકરની ભૂલ છે બાવી ભૂલ એમણે શોભનસ્તુતિને અંગે પણ કરી છે કેમકે એના ઉપર ગુણાકરની વૃત્તિ હોવાના એમણે બ્રાંત ઉલ્લેખ કર્યો છે. ૩. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૦૨)માં આની નોંધ નઝેન્દ્રમૌલિ સ્તુતિની વૃત્તિ તરીકે લેવાયેલી છે. આ જિ. ૨. કો. જોતાં એમ લાગે છે કે પ્રો. વેલણકરે આ સ્તુતિને પૃ. ૧૧૫માં નોંધેલા બપ્પભટ્ટસૂરિકૃત ચતુર્વિશતિ-જિનસ્તવથી ભિન્ન ગણી છે. જો એમ જ હોય તો એ એમની ભૂલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org