________________
પ્રકરણ ર૭ : શ્રવ્ય કાવ્યો
P ૨૭૮ (8) સ્તુતિ-સ્તોત્રો સ્તુતિ, સ્તોત્ર, સ્તવ, સંસ્તવ અને સ્તવન એ સંસ્કૃત શબ્દો એકબીજાના પર્યાયરૂપ છે. આથી તો કોઈ કૃતિને એના રચનાર “સ્તુતિ' કહે છે તો કોઈ એને એના પર્યાયવાચક નામે ઓળખાવે છે. આ જાતનું જે જૈન સાહિત્ય છે તેનો ભિન્ન ભિન્ન દૃષ્ટિએ વિચાર કરતાં એનાં સ્તુતિ-સ્તોત્રોના વિવિધ વર્ગો પાડી શકાય તેમ છે. એ પૈકી કેટલાક હું નીચે મુજબ દર્શાવું છું અને સાથે સાથે એની આછી રૂપરેખા પણ આલેખું છું - (૧) પદ્યાત્મક, ગદ્યાત્મક અને ઉભયાત્મક
જૈન સ્તુતિ-સ્તોત્રો તો સામાન્ય રીતે પદ્યાત્મક જોવાય છે. સર્વથા ગદ્યાત્મક સ્તોત્ર તરીકે તો રાયપ્પલેણઈજ્જ (સુત્ત ૫)માંના “નમસ્કુર્ણ” જેવાનો ઉલ્લેખ થઈ શકે. શકસ્તવ જેવી કૃતિઓ ઉભયાત્મક છે કેમકે એનો અંતિમ ભાગ પદ્યાત્મક છે. (૨) સંસ્કૃત, પાઈય, દ્રાવિડ અને ફારસી
અહીં પાઈયથી મહટ્ટીથી માંડીને અવહઢ સુધીના એના મુખ્ય પ્રકારો તેમ જ અવહટ્ટની પુત્રીઓ–ગુજરાતી, હિંદી ઇત્યાદિ પ્રાદેશિક ભાષાઓ અભિપ્રેત છે. એવી રીતે દ્રવિડથી કન્નડ, તામિલ વગેરે સમજવાની છે.
શ્વેતામ્બરો પૈકી જિનપ્રભસૂરિ જેવાએ દ્રાવિડ ભાષામાં 'ભવ્યકુટુંબચરિત રચ્યું છે એમ પત્તન. D ર૭૯ સૂચિ (ભા. ૧, પૃ. ૨૬૬)માં ઉલ્લેખ છે એને બાદ કરીએ તો કોઈ પણ જાતની દ્રાવિડ ભાષામાં શ્વેતાંબરીય સ્તુતિ-સ્તોત્ર કે અન્ય પ્રકારની કોઈ કૃતિ હોય એમ જાણવામાં નથી જ્યારે દિગંબરોનું તો કન્નડ વગેરેમાં રચાયેલું આ જાતનું સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં મળે છે.
જિનપ્રભસૂરિ જેવી વ્યક્તિએ ફારસીમાં પણ સ્તોત્ર રચ્યાં છે. એક બાર પદ્યનું સ્તોત્ર આ જિનપ્રભસૂરિએ રચ્યું છે આવાં ફારસી સ્તોત્રોની સંખ્યા ગણીગાંઠી છે. આથી એમ કહી શકાય છે કે મોટે ભાગે તો સ્તોત્રો સંસ્કૃતમાં તેમ જ જ. મ. અને જઈણ સોરસણીમાં રચાયેલાં છે. (૩) સ્વાશ્રયી અને પરાશ્રયી
ભક્તામર-સ્તોત્ર વગેરે સ્વતંત્ર સ્તોત્રો છે એટલે કે એ સ્વાશ્રયી છે. પાદપૂર્તિરૂપ સ્તોત્રો પરાશ્રયી છે. એ સ્વકર્તક કે પરકર્તક કૃતિને અવલંબીને રચાયેલાં છે.
૧. આ નામનું “અપભ્રંશ'. માં ૩૭ પઘોમાં રચાયેલું એક ઔપદેશિક કાવ્ય છે અને એને જ સંસ્કૃતમાં
ભવ્યકુટુંબકથાનક કદાચ રહ્યું હશે તેમ જ ભવ્યકુટુમ્બચરિત્ર તે આ જ હોવાનો સંભવ છે એમ જિ. ૨.
કો. (વિ. ૧, પૃ. ૨૯૪)માં કહ્યું છે. ૨. જો આ ઉલ્લેખ સાચો હોય તો આ કૃતિ સત્વર પ્રકાશિત થવી ઘટે. ૩. આનો પ્રારંભ “બ કદિ તુરા€”થી થાય છે. એ કોઈકની સંસ્કૃત અવસૂરિ સહિત “ઋષભજિનસ્તવન”ના નામથી જૈ. સ્તો. સ. (પૃ. ૨૪૭-૨૫૧)માં છપાવાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org