________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬
પ્રથમ સર્ગમાં ‘મહસેન' વનનું, બીજામાં સમવસરણનું, ત્રીજામાં મહાવીરસ્વામીનું અને ચોથામાં યજ્ઞનું વર્ણન છે. પાંચમાં, છઠ્ઠા અને સાતમા સર્ગમાં ગૌતમસ્વામીના વિષાદ અને ઉત્સાહ, એમનો અદ્ભુત આવેશ અને એમને ઉદ્ધવેલા સંશયના નિરાકરણપૂર્વકની એમની દીક્ષા એ બાબતો અનુક્રમે આલેખાઈ છે. આઠમા સર્ગમાં ગૌતમસ્વામીના બે લઘુ બંધુની દીક્ષા, નવમામાં વ્યક્ત, સુધર્મસ્વામી, મંડિત અને મૌર્યપુત્રની, દસમામાં અકંપિત અને અચલભ્રાતાની અને અગિયારમાં મેતાર્ય અને પ્રભાસની દીક્ષા વર્ણવાઈ છે. અંતમાં ચાર શ્લોકની પ્રશસ્તિ છે.
૧૭૨
`ગૌતમીયપ્રકાશ– આ ‘ખરતર' ગચ્છના અમૃતધર્મગણિના શિષ્ય ક્ષમાકલ્યાણે વિ. સં. ૧૮૫૨માં રચેલી ટીકાનું નામ છે.
[ભરતેશ્વર બાહુબલી મહાકાવ્ય- પુણ્યકુશલગણિની આ રચના સા. શ્રી સુલોચનાશ્રીના ભાવાનુવાદ સાથે પ્રસિદ્ધ થયું છે. પ્રા. પાર્શ્વપ્રકાશન અમદાવાદ.
દાનાદિપ્રકરણ– સુરાચાર્યની આ રચના ત્રુટક મળે છે. પં. અમૃતભાઇ ભોજક અને ડો. નગીન જે. શાહ સંપાદિત આ પ્રાકૃતભાષામય પ્રકરણ ‘સંબોધિ’ ૮માં અને ‘લા.દ.વિદ્યા-મંદિર દ્વારા પ્રસિદ્ધ થયું છે.
સૌભાગ્યશિષ્ય મુક્તિવિમલ દ્વારા રચિત સંસ્કૃત પદ્ય ગ્રંથો- અંજનાસુંદરીચ. જ્ઞાનવિમલસૂરિચરિત્ર, નલદમયન્તીચ., મેરૂત્રયોદશીમહાત્મ્યકથાનકમ્, રોહિણીપર્વકથા, તત્ત્વબોધતરંગિણી, અને પ્રશ્નોત્તરરત્નાકર. (પ્રાયઃગદ્ય) પ્રકાશકઃ ‘દયાવિમલગ્રંથમાલા'' અમદાવાદ.
અજ્ઞાનકર્તૃક દૃષ્ટાન્તશતકો માટે જુઓ ‘અનુસંધાન’ અંક ૧૪ અને ૧૫, ‘સારસ્વતોલ્લાસકાવ્ય’ અને એના કર્તા વિષે ‘અનુસંધાન’ ૧૬ અને ૧૮ જુઓ.]
[કર્પૂરમંજરી ઃ રાજશેખર. સંસ્કૃત છાયા, અન્વય, મનોરમા સંસ્કૃત-હિન્દી વ્યાખ્યા અને ટિપ્પણ સાથે ડો. સુદર્શનલાલ જૈન. પ્ર. ભારતીય વિદ્યા પ્રકાશન-દિલ્હી.
વિષાપહારસ્તોત્ર– ધનંજય. પ્ર. કુંદનલાલ મુંબઈ. વી.સં. ૨૪૮૨
શ્રીપાલમયણામૃતકાવ્ય– નયચન્દ્રસાગર. પ્ર. આગમોદ્ધારપ્રતિષ્ઠાન સૂરત સં. ૨૦૫૪. ષત્પુરુષચરત્ર– ક્ષેમંકરગણી. આગમોદ્ધારક ગ્રંથમાળા સં.૨૦૫૪.
કથાકલ્પવલ્લી (સ્થૂલભદ્રમુનિકથા) રાજરત્નવિ. પ્ર.નમિનાથ જિનાલય ટ્રસ્ટ મુંબઈ સં. ૨૦૫૫. રામચન્દ્રસૂરિગુણસ્તુતિમાલા-મોક્ષરતિવિજય, સં. ૨૦૫૬.
સૂત્રવ્યાખ્યાનવિધિશતક સ્વોપજ્ઞટીકા સાથે - ધર્મસાગર ઉપાધ્યાય. પ્ર. કપડવંજ પેઢી સં.૨૦૧૮ પ્રાયશ્ચિત્તજ્ઞાનમંજરી તથા પ્રાયશ્ચિતમુક્તાવલી- આ. સુશીલસૂરિ. સુશીલ સા. પ્ર. જોધપુર.
સમ્યક્ત્વપ્રકરણટીકા–આ. તિલકસૂરિ. સંપા. પુણ્યકીર્તિ વિ., પ્ર. સન્માર્ગ પ્ર. અમદા. સં.૨૦૫૦ સન્દેહસમુચ્ચય : જ્ઞાનકલશસૂરિ. સંવેગદુમકન્હલી - વિમલાચાર્ય. જૈન શ્વે.મહાસભા હસ્તિનાપુર.]
૧. દે. લા. જે. પુ. સં. તરફથી ઈ. સ. ૧૯૪૦માં આ પ્રકાશિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org