________________
૧૭૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ પ્રકરણ ૨૭ (૪) મૌલિક અને અનુકરણાત્મક
કોઈ કૃતિની મનોરમતા કે એની પ્રસિદ્ધિને લઈને એના અનુકરણરૂપે જે કૃતિ યોજાય તેને
હું “અનુકરણાત્મક’ કહું છું. એ મૂળ કૃતિની નકલરૂપ છે. P ૨૮૦ (૫) વ્યાપક અને વ્યાપ્ય
કોઈ કૃતિ રચતી વેળા એના એક અંગરૂપ જે સ્તુતિ કે સ્તોત્રની રચના કરાઈ હોય તો તેનેએ અંતર્ગત રચનાને હું અહીં ‘વ્યાપ્ય’ કહું . અને ઈતર પ્રકારની રચના કે જે કોઈ અન્ય કૃતિના અંશરૂપ નથી તેને હું ‘વ્યાપક અને એનું અખંડ સામ્રાજ્ય પ્રવર્તે છે. ઉદાહરણાર્થે સૂયગડના અધ્યયનરૂપ મહાવીરથુઈ એ “વ્યાપ્ય” સ્તુતિ છે. અન્ય ઉદાહરણ તરીકે ગુજરાતી મહાવીરથઈ એ ‘વ્યાપ્ય સ્તુતિ છે. અન્ય ઉદાહરણ તરીકે ગુજરાતી સાહિત્ય પરિષદનો વિચાર કરીશું તો એને અંગે વિભાગી પ્રમુખો તેમ જ સમસ્ત પરિષદના પ્રમુખ એમ બે પ્રકારના પ્રમુખો નિમાય છે. વ્યાપ્ય સ્તુતિસ્તોત્રો એ વિભાગીય પ્રમુખને સ્થાને છે જ્યારે વ્યાપક સ્તુતિ-સ્તોત્રો તે સર્વાશે પ્રમુખના સ્થાને છે. વ્યાપ્ય'એ અર્થમાં ગૌણ, આનુષંગિક, આંશિક ઇત્યાદિ શબ્દો અને વ્યાપક માટે મુખ્ય પ્રધાન, અખંડ ઇત્યાદિ શબ્દો યોજી શકાય.
આમ જેમ લખાણની પદ્ધતિ, ભાષા ઈત્યાદિ દૃષ્ટિએ સ્તુતિ-સ્તોત્રના વર્ગો પડે છે તેમ વિષયની દૃષ્ટિએ પણ એના વર્ગ અને ઉપવર્ગ અને તેના યે પેટાવર્ગ પાડી શકાય તેમ છે. એ વિચારણાને હું વિશેષ મહત્ત્વની ગણું છું. એથી એની રૂપરેખા કંઈક ઘેરી આલેખવા લલચાઉં છું.
- સ્તુતિ-સ્તોત્રના રચનાનો મુખ્ય આશય ભક્તિભાવનો મનોરમ આવિર્ભાવ છે. એમાં દ્રવ્યાનુયોગના નિરૂપણને સ્થાન અપાય તો એ અધિક પ્રમાણમાં મૂલ્યશાળી બને છે પરંતુ તેમ કરવા માટે કેવળ કાવ્યકળા કામ ન લાગે. એ માટે તો તત્ત્વજ્ઞાનના વિષયમાં પણ સિદ્ધહસ્તતા હોવી જોઈએ. આ જાતનાં સ્તુતિ-સ્તોત્રોને આપણે “દાર્શનિક' યાને “તત્ત્વપ્રધાને કહીશું. એ સિવાયના સ્તુતિસ્તોત્રોમાં ભક્તિરસની રેલછેલ જોવાય છે એટલે એને હું “ભક્તિ-પ્રધાન” કહું છું. જો કે “દાર્શનિકેતર જેવો શબ્દ એ માટે યોજી શકાય. આ ભક્તિપ્રધાન સ્તુતિ-સ્તોત્રોની રચનામાં કવિને કલ્પનારૂપ કનકવા ચગાવવા માટે ક્ષેત્રનો સંકોચ અનુભવવો પડતો નથી. એ હિસાબે આ ક્ષેત્રમાંનો વિહાર દાર્શનિક સ્તુતિ-સ્તોત્રોની અપેક્ષાએ વધારે વ્યાપક અને સુગમ ગણાય.
ભારતીય સ્તુતિ-સ્તોત્રોનો વિચાર કરતાં એમ ભાસે છે કે જૈનોને તેમ જ અજૈનોને હાથે જેટલા પ્રમાણમાં “ભક્તિપ્રધાને” સ્તોત્રો રચાયાં છે તેનાથી ઘણા અલ્પ પ્રમાણમાં ‘દાર્શનિક’ સ્તોત્રો ૧. જૈ. ગ્રં. માં. “લીસ્ટ નંબર ૪ : જૈન ફિલોસોફી” એવા શીર્ષકપૂર્વક કેટલાક ગ્રંથો નોંધાયા છે. એના પ્રારંભમાં વર્ગ ૧ તરીકે પ્રક્રિયા-ગ્રંથો છે અને વર્ગ ૮ તરીકે પૃ. ૧૪૫-૪૬માં પ્રક્રિયાને લગતાં સ્તવ-સ્તોત્ર છે. તેમાં સ્તવ તરીકે કાયસ્થિતિ-સ્તવથી શરૂઆત કરી ૧૧ સ્તવ નોંધી ત્રણ સ્તોત્રોનો ઉલ્લેખ કરાયો છે. આગળ ઉપર “લીસ્ટ નંબર ૭ : જૈન મહાભ્ય” એ શીર્ષકપૂર્વક કેટલાક ગ્રંથ નોંધાયા છે. તેમાં બીજા વર્ગ તરીકે ૨૧૨ સ્તુતિ-સ્તોત્રો પૃ. ૨૭૨-૨૯૫માં નોંધાયા છે. આમ અહીં તિ-સ્તોત્રના પ્રક્રિયાને
અંગેના અને ઈતર એમ બે વર્ગ પડાયા છે. ૨. આગમિક સ્તુતિ-સ્તોત્રો એવો પણ એક વર્ગ સૂચવી શકાય. આવી કૃતિઓની એક સૂચી મેં D c G C
M (Vol. XIX, sec. 1, pt. 1)ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૭)માં આપી છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org