________________
P ૨૩૮
પ્રકરણ ૨૬: શ્રવ્ય કાવ્યો
(ઉ) લઘુ પદ્યાત્મક કૃતિઓ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યના બે પ્રકાર છેઃ (૧) બૃહત્ અને (૨) લઘુ. તેમાં પ્રથમ પ્રકારનો આપણે પ્ર. ૧૮-૨૪માં વિચાર કરી ગયા. હવે બીજો પ્રકાર હાથ ધરીશું તો જણાશે કે એમાં એક હજાર શ્લોક કરતાં ઓછા પરિમાણવાળા કાવ્યોનો સમાવેશ થાય છે. આ કાવ્યોને હું નીચે મુજબના પાંચ વિભાગમાં વિભક્ત કરું છું :
(૧) સ્તુતિ-સ્તોત્રો, (૨) પાદ-પૂર્તિરૂપ કાવ્યો (૩) અનેકાર્થી પધો, (૪) વિજ્ઞપ્તિપત્રો અને (૫) અવશિષ્ટ કાવ્યો.
સામાન્ય રીતે સ્તુતિસ્તોત્રનાં પદ્યની સરેરાશ સંખ્યા વીસેકની ગણાય. પાદપૂર્તિરૂપ કાવ્યો માટે પણ લગભગ આવું વિધાન થઈ શકે. અનેકાર્થી પદ્ય તો એક જ પદ્યરૂપ છે. વિજ્ઞપ્તિપત્રોનાં પદ્યોની સંખ્યા પણ એક રીતે ઓછી જ ગણાય. આને લઈને આ ચારે વિભાગગત કાવ્યો કરતાં પરિમાણની દૃષ્ટિએ ચડિયાતાં કાવ્યો તે અવશિષ્ટ કાવ્યો હોવાથી એનો નિર્દેશ આ પ્રકરણ દ્વારા સૌથી પ્રથમ કરું છું :
(૫) બૃહત્ પરિમાણવાળાં કાવ્યો નાગકુમાર-કાવ્ય યાને શ્રુતપંચમી-કથા (લ. વિ. સં. ૧૧૦૫)- આના કર્તા 'મહાપુરાણ વગેરેના પ્રણેતા દિ. મલ્લિષેણસૂરિ છે. એમણે આ કાવ્ય ૫૦૭ શ્લોકમાં પાંચ સર્ગમાં વિ. સં. ૧૧૦પના અરસામાં રચ્યું છે. એ દ્વારા એમણે શ્રુતપંચમીને લગતા વ્રતનો મહિમા વર્ણવ્યો છે.
સમાનનામક કૃતિઓ- રત્નયોગીન્દ્ર પાંચ સર્ગમાં નાગકુમારચરિત્ર રચ્યું છે. એનો પ્રારંભ “શ્રીમદ્ વ્યવહિતારો”થી થાય છે. આ નામની એકેક કૃતિ શિખામણિએ, ધર્મધરે (? ધર્મધીરે), દામનન્ટિએ, વીરસેનના શિષ્ય શ્રીધરસેન અને વાદિરાજે તેમ જ અન્ય કોઈએ રચી છે.' આ બધી દિ. રચનાઓ હોય એમ લાગે છે.
*વૈરાગ્ય-શતક યાને પદ્માનન્દ-શતક (લ. વિ. સં. ૧૧૬૦)- આ ૧૦૩ પદ્યમાં મુખ્યતયા ૧. આની રચના શકસંવત્ ૯૬૮માં કરાઈ છે.
૨. શું એ જ રત્નાકર છે ? ૩. એમણે આ કૃતિ આઠ સર્ગમાં ગોનાર્દમાં રચી છે. ૪. કેશવના પુત્ર પુષ્પદન્ત અપભ્રંશમાં નાયકુમારચરિય રચ્યું છે અને બાહુબલિ રાજહંસે કન્નડમાં રચ્યું છે. જિનમુનિએ અને બ્રહ્મચન્દ્રસાગરે મળીને નાગકુમારષસ્પદી રચી છે. એનો થોડોક ભાગ સંસ્કૃતમાં તો
થોડોક કન્નડમાં છે. ૫. આ શતક “કાવ્યમાલા”ના સાતમા ગુચ્છક (પૃ. ૭૧-૮૫)માં છપાવાયું છે. એમાં કોઈ કોઈ પંક્તિ અપૂર્ણ
છે. સટીકવૈરાગ્યશતકાદિગ્રન્થપંચકના નામે જે કૃતિ “દે, લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૪૧માં છપાયેલ છે તેમાં ત્રીજા ગ્રન્થ તરીકે આ “શતક' છપાવાયું છે. પં. લાલચંદ્ર ગાંધીનો “કવિ પદ્માનંદ” નામનો લેખ “જૈન”માં ઈ. સ. ૧૯૨૭માં છપાયો છે.
P. ૨૩૯
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org