________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ ઃ [પ્ર. આ. ૨૩૮-૨૪૧]
‘શાર્દૂલવિક્રીડિત’ છંદમાં રચાયેલી કૃતિના કર્તા જૈન ગૃહસ્થ પદ્માનન્દ છે. એઓ નાગપુર (નાગોર)ના નેમિનાથનું ચૈત્ય કરાવનાર ધનદેવના પુત્ર થાય છે. ૧૦૨મા પદ્યમાં જિનવલ્લભસૂરિનો સુગુરુ તરીકે આ પદ્માનન્દે ઉલ્લેખ કર્યો છે. એ હિસાબે એમનો સમય વિક્રમની બારમી સદીનો ઉત્તરાર્ધ ગણાય. એમની આ કૃતિમાં વૈરાગ્યની ભાવના ભારોભાર ભરેલી છે.
'ભાષાન્તર– આ વૈરાગ્યશતકનું ગુજરાતીમાં ભાષાંતર થયેલું છે.
સમાનનામક કૃતિ– કોઈકે ‘‘સંસારમ્મિ ઞસારે’’થી શરૂ થતું વેરગ્ગસયગ જ. મ.માં રચ્યું છે. એને સંસ્કૃતમાં વૈરાગ્યશતક તરીકે ઓળખાવાય છે. એના ઉપર ‘ખરતર’ ગચ્છના ઉપાધ્યાય જયસોમના શિષ્ય ગુણવિનયે સંસ્કૃતમાં વ્યાખ્યા રચી છે અને એ પણ પ્રકાશિત છે.
વૈરોચન-પરાજય (લ. વિ. સં. ૧૧૮૦)– આ `મહાપ્રબન્ધના કર્તા પ્રજ્ઞાચક્ષુ જૈન ગૃહસ્થ શ્રીપાલ છે. એઓ ‘પોરવાડ’ વૈશ્ય સિદ્ધરાજ જયસિંહની પ્રતિભાશાળી પરિષદના પ્રમુખ સભ્ય હતા. એમને એ રાજા ‘ભાઈ’ (ભ્રાતા) તરીકે સંબોધતા હતા એમ સોમપ્રભસૂરિકૃત કુમારવાલપડિબોહ અને સુમઈનાહરિય (સુમતિનાથચરિત)ની પ્રશસ્તિ જોતાં જણાય છે. એ શ્રીપાલ ‘વાદી’ દેવસૂરિના પક્ષના સમર્થક હતા. એક દિવસમાં પ્રબન્ધ રચનાર તરીકે પ્ર. ચ- (શૃંગ ૨૨, શ્લો. ૨૦૪)માં એમનો નિર્દેશ છે. એ શ્રીપાલે દેવસૂરિના ગુરુભાઈ વિજયસિંહસૂરિના શિષ્ય હેમચન્દ્રે રચેલા 'નાભેય-નેમિદ્વિસન્માન નામના કાવ્યનું સંશોધન કર્યું હતું.
૧૫૧
આ શ્રીપાલે ‘દુર્લભ’ સરોવર યાને ‘સહસ્રલિંગ’ સરોવરની, “રુદ્રમાલની તેમ જ આનન્દપુર ‘(વડનગર)ના `વપ્રની એમ ત્રણ પ્રશસ્તિઓ તેમ જ યમકમય ''ચતુર્વિશતિ-જિન-સ્તુતિ રચી છે. ૧. આ ભાષાન્તર મૂળ સહિત ‘દેવસૌભાગ્ય શ્રાવિકા શાળા' (ખંભાત) તરફથી વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત “વૈરાગ્યશતકસ્તુતિદ્વાત્રિંશિકાદિ” નામના પુસ્તકમાં છપાવાયું છે.
૨. આ ઉપર્યુક્ત ‘‘સટીકવૈરાગ્યશતકાદિગ્રન્થપંચકમ્''ના સંગ્રહમાંનો પ્રથમ ગ્રન્થ છે જ્યારે બીજો ગ્રન્થ લક્ષ્મીલાભગણિનું વે૨ગ્ગરસાયણપયરણ છે, ચોથો ગ્રન્થ તે ‘ખરતર’ ગચ્છના ધર્મતિલકની ટીકા સહિત છપાયેલ જિનવલ્લભસૂરિષ્કૃત ઉલ્લાસિક્કમથોત્ત છે અને પાંચમો ગ્રન્થ જિનવલ્લભસૂરિનું બે ચક્રબન્ધથી વિભૂષિત ધર્મશિક્ષા પ્રકરણ છે. વૈિરાગ્યશતક ઉપર ઇન્દ્રનન્દિસૂરીટીકાની નકલ પ્રા.ટે.માં છે.] ૩. ઉપર્યુક્ત સંગ્રહમાં એ છપાઈ છે.
૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૬૭)માં આની એકે હાથપોથી નોંધાઈ નથી પરંતુ એનો પરિચય આપતાં આને (પદ્યાત્મક) કાવ્ય ગણ્યું છે. એ નાટક તો નહિ હશે ?
૫. જુઓ પ્ર. ચ. (શૃંગ ૨૨, શ્લો. ૨૦૬).
૬. જુઓ પૃ. ૨૦૬
૭-૮.એજન (શ્રૃંગ ૨૨, શ્લો. ૨૦૫)
૯. જુઓ ‘નિર્ણયસાગર મુદ્રણાલય'' તરફથી પ્રકાશિત ‘‘પ્રાચીન લેખમાલા'' પ્રથમ ભાગ (કાવ્યમાલા, ગુ. ૩૪)ગત ૪૫મો લેખ.
૧૦. આ વપ્ર અર્થાત્ કિલ્લો કુમારપાલે વિ. સં. ૧૨૦૮માં બંધાવ્યો હતો.
૧૧. આ ૨૯ પદ્યની સ્તુતિ જૈનસ્તોત્રસન્દોહ (ભા. ૧, પૃ. ૧૨૧-૧૨૩)માં છપાવાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
P ૨૪૦
P ૨૪૧
www.jainelibrary.org