________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો : પ્રિ. આ. ૨૧૬-૨૧૯]
૧૩૫ 'તિલકમંજરી (લ. વિ. સં. ૧૦૩૦)- આના કર્તા પરમહંત કવિવર ધનપાલ છે. એમણે P. ૨૧૮ આ ફુટ અને અદ્ભુત રસવાળી કથા પોતાની તરફ સ્નેહ ધરાવનાર “ધારા' નગરીના નરેશ ભોજના વિનોદાર્થ રચી છે.
પ્રારંભમાં પ૩ (શાન્તિસૂરિના મતે ૫૭) પદ્યો છે. ઋષભદેવને અન્ય જિનોને, ભારતીને તેમ જ મહાવીરસ્વામીને નમસ્કાર કરી ધનપાલે કવિ, કાવ્ય અને કથા સંબંધી પોતાના વિચારો દર્શાવ્યા છે. ત્યાર બાદ શ્લો. ૧૯માં (વિનયમૂર્તિ) ઈન્દ્રભૂતિને પ્રણામ કરી ગ્લો ૨૦-૩૬માં એમણે નિમ્નલિખિત કવિઓની અને કૃતિઓની સ્તુતિ કરી છે –
વાલ્મિકી, કાનીન (વ્યાસ). બૃહત્કથા, પ્રવરસેન અને એમનો સેતુબન્ધ, તરંગવતી, જીવદેવ ૨૧૯ (પાઈય પ્રબન્ધોના કર્તા), કાલિદાસ, બાણ અને એમની કાદંબરી તથા હર્ષાખ્યાયિકા (હર્ષચરિત), માઘ, ભારવિ, સમરાદિત્યચરિત્ર, ભવભૂતિ, વાકપતિરાજ અને એમનો ગૌડવધ (પા. ગઉડવહ), ભદ્રકીર્તિ (બપ્પભટ્ટિ) અને એમનું તારાગ(ય)ણ (કાવ્ય), યાયાવર (રાજશેખર), મહેન્દ્રસૂરિ, રુદ્ર અને એમની ગૈલોક્યસુન્દરી કથાની તેમ જ એ રુદ્રના પુત્ર કદંબરાજની સૂક્તિ.
ત્યાર બાદ શ્લો. ૩૦-૫૦ દ્વારા પરમાર ભૂપની અને એમના વંશજ વૈરિસિંહની, એના પુત્ર શ્રીસીયક, સિન્ધરાજ, અને એના મોટા ભાઈ વાકપતિરાજ અને ભોજની સ્તુતિ છે. ગ્લો. ૫૧-૫૩માં ધનપાલે પોતાનો પરિચય આપ્યો છે.
૧. કાવ્યમાલા (૮૫)માં આ પ્રકાશિત છે. (જુઓ ખંડ ૧, પૃ. ૧૧૦), આ કથાનો અમુક અંશ પૂરતો પ્રથમ
ભાગ મુનિ (હવે સૂરિ) લાવણ્યવિજયજીકૃત પરાગ નામની વ્યાખ્યા સહિત શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી વિ. સં. ૧૯૮૧માં છપાવાયો હતો. ત્યારબાદ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી “પૂર્ણતલ્લ’ ગચ્છના શાન્તિસૂરિકૃત ટિપ્પણ અને પદ્મસાગરકૃત વ્યાખ્યા અને શ્રીવિજયલાવણ્યસૂરિકૃત પરાગ નામની વિવૃત્તિ સહિત આ તિલકમંજરીનો પ્રથમ ભાગ વિ.સં. ૧૯૯૭માં છપાવાયો હતો. વિ. સં. ૨૦૦૮માં ઉપર્યુક્ત ટિપ્પણ તેમ જ પરાગ નામની વિવૃત્તિ સહિત તિલકમંજરીનો અમુક અંશ પ્રથમ ભાગ તરીકે
શ્રીવિજયલાવણ્યસૂરીશ્વર જ્ઞાનમંદિર' તરફથી બોટાદથી પ્રસિદ્ધ કરાયો છે. વળી પરાગની રચનાનું સ્વરૂપ પણ દરેક વખતે ફરતું રહ્યું છે. ત્રણે પ્રકાશનમાં મૂળ કથાનું વાક્ય અપૂર્ણ રખાયું છે. આ જ રીતે બીજો ભાગ વિ. સં. ૨૦૧૦માં અને ત્રીજો વિ.સં. ૨૦૧૪માં પ્રસિદ્ધ કરાયેલ છે. [મહાકવિ ધનપાલ ઔર ઉનકી તિલકમંજરી” “હરીન્દ્રભૂષણ જૈન, “ગુરુગોપાલદાસ બરૈયા સ્મૃતિગ્રંથ' પૃ. ૪૮૪-૪૯૧] તિલકમંજરીની વિ. સં. ૧૧૩૦માં તાડપત્ર ઉપર લખાયેલી એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. આ કથાને લગતો જિનવિજયજીનો લેખ ઇ.સ. ૧૯૧૫માં “જૈન શ્વે. કોન્ફરન્સ હેરેલ્ડ જૈન ઇતિહાસ-સાહિત્ય-વિશેષાંક” (પુ. ૧૧ અંક ૭ થી ૧૦)માં તેમ જ “આ. પ્ર.” (પુ. ૧૩ અંક ૭)માં વીરસંવત્ ૨૪૪૨માં છપાયો છે.
[‘તિલકમંજરી એક સમીક્ષાત્મક અધ્યયન' હરિનારાયણ દીક્ષિત, પ્ર. ભારતીય વિદ્યા પ્ર. દીલ્હી ૧૯૮૨] ૨. એમના પરિચય અને કૃતિકલાપ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૦૯-૧૧૧, ૧૧૫, ૧૨૮,
૧૯૯ અને ૨૭૦). ૩. આના કર્તા ગુણાઢ્ય છે. ૪. આ પાદલિપ્તસૂરિની રચના છે. ૫. આ સમભાવભાવી હરિભદ્રસૂરિની કૃતિ છે. ૬. એને અંગે શ્લો. ૪૩-૫૦ એમ આઠ (શાન્તિસૂરિના મતે બાર) પદ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org