________________
P ૨૧૭
૧૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫
ભાગ ગદ્યમાં છે. વચ્ચે વચ્ચે પદ્યો જોવાય છે. એમાંનાં કેટલાંક તો લાંબાં વૃત્તોમાં ગુંથાયેલાં છે. પ્રશસ્તિમાં ‘નિવૃત્તિ’ કુળના સૂરાચાર્ય, દેલ્લ મહત્તર અને દુર્ગસ્વામીનો ઉલ્લેખ છે. આ કથાનો પ્રથમાદર્શ સરસ્વતીના અવતારરૂપે કર્તાએ નિર્દેશેલી ગણા નામની સાધ્વીએ તૈયા૨ કર્યો હતો.
વિષય– પ્રથમ પ્રસ્તાવ આધુનિક પદ્ધતિએ રચાતા ઉપોદ્ઘાતનું સ્મરણ કરાવે છે. બીજો પ્રસ્તાવ કર્મપરિણામનું નાટક પુરું પાડે છે. ત્રીજો પ્રસ્તાવ મનોવિકાર અને સ્પર્શનેન્દ્રિયની ખાસિયતો ઉપ૨ પ્રકાશ પાડે છે. ચોથો પ્રસ્તાવ ભવચક્રનું, પાંચમો સૌજન્ય અને દુર્જનતાનું, છઠ્ઠો છ પ્રકારના પુરુષોનું અને સાતમો છ મુનિવરોના વૈરાગ્યના પ્રસંગોનું નિરૂપણ રજૂ કરે છે. આઠમો પ્રસ્તાવ આ ગ્રંથને સમજાવવા માટે સાધેલા સુયોગ અને એની ચરિતાર્થતાની હકીકતનો નિર્દેશ કરે છે.
અનુવાદ – આ કૃતિના ત્રણ પ્રસ્તાવ જેટલા ભાગનો જર્મન અનુવાદ ડબલ્યુ કિર્કુલે ત્રણ ભાગમાં કર્યો છે. એનો ઇટાલિયન ‘અનુવાદ એ. બેલિનિએ કર્યો છે. આ ગ્રંથનો ગુજરાતી છાયાનુવાદ મોતીચંદ ગિ. કાપડીઆએ ત્રણ વિભાગમાં કર્યો છે.
ઉપમિતિભવ પ્રપંચાનામસમુચ્ચય (લ. વિ. સં. ૧૦૮૮)– આનાં કર્તા વર્ધમાનસૂરિ છે. એઓ જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિના ગુરુ થાય છે. એમની આ કૃતિનું પરિમાણ ૧૪૬૦ શ્લોક જેવડું છે. [આ કૃતિ ‘ઉપમિતિસારસમુચ્ચય' નામે ઝાલાવાડ જૈન સંઘ સુરેન્દ્રનગરથી ૨૦૪૦માં પ્રસિદ્ધ છે.] ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્વાર (વિ.સં. ૧૨૯૮)– આના કર્તા ‘ચન્દ્ર’ કુળના ચન્દ્રર્ષિના શિષ્ય દેવેન્દ્ર છે. ૫૭૩૦ શ્લોક જેવડી અને આઠ પ્રસ્તાવમાં વિભક્ત એવી આ કૃતિ એમણે વિ. સં. ૧૨૯૮માં રચી છે. [આ ગ્રંથ પાટણ કેશરબાઈ જ્ઞાન મં. દ્વારા પ્રાયઃ પ્રગટ છે. અનુવાદ પણ પ્રગટ છે.]
ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્વાર– આના કર્તા હંસરત્ન છે.
[આનું અનેક હસ્તલિખિત પ્રતિઓના ઉપયોગ પૂર્વક સંશોધન સંપાદન આ. વિજય મુચિન્દ્રસૂરિએ કર્યું છે. આ કારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલી સૂરત ધ્વારા વિ.સં. ૨૦૫૮માં એનું પ્રકાશન થયું છે.] ઉપમિતિ- ભવપ્રપંચોદ્વાર- આ ગદ્યાત્મક કૃતિ દેવસૂરિએ વિમલચન્દ્રગણિની અભ્યર્થનાથી ૨૩૨૮ શ્લોક જેવડી રચી છે.
[પરિણામમાલા– આનું મહોલ્લાલે સં. ૧૯૭૫માં પ્રકાશન કર્યું છે. આમાં ઉપમિતિ ભ.માંથી ઉપદેશાત્મકભાગ લીધો છે.]
[મદનપરાજય– નાગદેવની આ રૂપકકથામાં જિનરાજદ્વારા મદનના પરાજયનુંવર્ણન છે. આ અને અપભ્રંસ મયણપરાજય ‘ભારતીયજ્ઞાનપીઠથી'' પ્રકાશિત થયું છે.]
૧. આ ત્રણ ભાગ પૂરતું લખાણ લાઈક્સિંગથી ઈ. સ. ૧૯૨૪માં “Indische Erzaler, X'' માં છપાવાયું છે. ૨. એ અનુવાદ G S A I (Vols. 17-19 & 21-24)માં છપાયો છે.
૩. પ્રસ્તાવ ૧-૩ પૂરતા પ્રથમ વિભાગની દ્વિતીય આવૃત્તિ ઇ.સ. ૧૯૨૫માં, પ્રસ્તાવ ૪-૫ પૂરતા બીજા વિભાગની પ્રથમ આવૃત્તિ ઇ. સ. ૧૯૨૪માં અને પ્રસ્તાવ ૬-૮ પૂરતા ત્રીજા વિભાગની પ્રથમ આવૃત્તિ ઇ.સ. ૧૯૨૬માં પ્રકાશિત કરાઈ છે. [આનું પુનર્મુદ્ગ હર્ષપુષ્પામૃત ગ્રં. જામનગરથી થયું છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org