________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો
P. ૨૧૫ (૧) બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો આપણે શ્રવ્યકાવ્યના પદ્યાત્મક અને ગદ્યાત્મક એવા બે પ્રકાર પાડી એ બંનેના પરિમાણની દષ્ટિએ “બૃહતું અને લઘુ એવા બે ઉપપ્રકાર પાડ્યા છે. આ પૈકી “બૃહત્’ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યની વિચારણા પૂર્ણ થઈ હોવાથી હેવ બૃહત્ ગદ્યાત્મક શ્રવ્ય કાવ્ય'નો વિષય હું હાથ ધરું છું.
'પુરુ-ચરિત– દિ. આચાર્ય ગુણભદ્ર ઉત્તરેપુરાણની પ્રશસ્તિ (શ્લો. ૩૯૧)માં આ ગદ્યાત્મક ચરિતનો ઉલ્લેખ કર્યો છે. એના કર્તા દિ. જિનસેન છે. એમણે આ દ્વારા પુરુનું એટલે કે ઋષભદેવનું ચરિત્ર આલેખ્યું છે. આ ચરિત્ર સંસ્કૃતમાં અને તે પણ એક હજાર શ્લોક કરતાં મોટું હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે.
બધુમતી- આ આખ્યાયિકાનો ઉલ્લેખ ત. સૂ. (અ. ૫, સૂ. ૨૯)ની સિદ્ધસેનગણિએ રચેલી ટીકા (ભા. ૧, પૃ. ૩૮૦)માં છે પણ આની એકે હાથપોથી હજી સુધી તો મળી આવી નથી.
બૃહત્કથા- આ ગુણાઢ્યની વઢકહાનું સંસ્કૃત રૂપાંતર છે અને તેમ કરનાર “ગંગ” વંશના રાજા દુર્વિનીત છે. એમણે આ રૂપાંતર ઈ. સ.ની પાંચમી સદીના અંતમાં કર્યું છે. આની કોઈ હાથપોથી મળે છે ખરી ?
ઉપમિતિભવપ્રપંચાકથા (વિ.સ. ૯૬૨)– આના કર્તા સિદ્ધર્ષિ છે. આ કથા એમણે 'વિ. ૨૧૬ સં. ૯૬રમાં સુગમ સંસ્કૃત ભાષામાં રચી છે. એમાં એમણે હરિભદ્રસૂરિને “ગુરુ” કહ્યા છે કેમકે એમણે રચેલી લલિતવિસ્તરા વાંચીને એમને યથાર્થ બોધ થયો હતો. આ કથા આઠ પ્રસ્તાવોમાં વિભક્ત છે. એ કથા રૂપકોની પરંપરાથી વિભૂષિત છે. એમાં ક્રોધ વગેરેનું સજીવારોપણ કરાયું છે. ભારતીય સાહિત્ય બલ્ક વિશ્વ– સાહિત્યમાં આ રૂપકાત્મક કથા અદ્વિતીય સ્થાન ભોગવે છે. આ કથાનો મોટો ૧. આ નામના એક કૃતિ દિ. હસ્તિમલ્લે રચી છે. ૨. જુઓ Mediaval Jainism (પૃ. ૧૯-૨૩) ૩. આનું સંપાદન પ્રો. પિટર્સન અને ડૉ. યાકોબીએ કર્યું. છે અને એને “બિબ્લિઓથેકા ઇન્ડિકા”માં ઈ.સ. ૧૮૯૯-૧૯૧૪માં સ્થાન અપાયું છે. “દે. લા. જૈ. પુ. સં.” તરફથી આ કૃતિ બે ભાગમાં અનુક્રમે ઈ.સ. ૧૯૧૮ને ૧૯૨૦માં છપાવાઈ છે. [આ ઉપરાંત કમલપ્રકાશન, ભારતીય પ્રા. પીંડવાડા, હર્ષપુષ્યામૃત, જિનશાસન આ. ટ્રસ્ટ, પ્રાકૃત ભારતી જયપુર વ. દ્વારા પ્રકાશિત થઈ છે.] ૪. એમના સંબંધી એક વિસ્તૃત નિબંધ નામે શ્રીસિદ્ધર્ષિ મોતીચંદ ગિ. કાપડીઆએ લખ્યો છે અને એ “જૈ.
ધ. પ્ર. સ.” તરફથી ઇ. સ. ૧૯૩૯માં છપાવાયો છે. ૫. મૂળમાં વિક્રમ કે એવો કોઈ ઉલ્લેખ નથી. ૬. લોભને “સમુદ્ર અને માયાને “બહુલિકા' કહી છે. પરિશિષ્ટ-પર્વ (સ. ૨, શ્લો. ૩૧૫ ઈ.)માં આવી હકીકત
જોવાય છે. ૭. “ન્યાયાચાર્ય' યશોવિજયગણિકૃત વૈરાગ્યકલ્પલતા પણ રૂપકાત્મક રચના છે. [વૈ.ક. ગુ. અનુવાદ સાથે
હર્ષપુષ્યામૃતગ્રં” થી પ્રસિદ્ધ થઈ છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org