________________
P ૨૧૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૪
જાય છે એ બાબત વર્ણવાઈ છે. કડવામતિ તેજપાલ શાહે વિ. સં. ૧૬૮૨માં જે 'સીમંધર-શોભાતરંગ નામની પદ્યાત્મક ગેય કૃતિ ગુજરાતીમાં રચી છે. એના મધ્ય ઉલ્લાસમાં અને ચરમ ઉલ્લાસની ઢાલ ૪૦-૪૨ સિવાયના ભાગમાં અપાયેલી બીનાઓ આ કુવલયમાલામાં જોવાય છે. વિશેષમાં અહીં કામગજેન્દ્રની (મુખ્યતયા ત્રણ જ ભવ પૂરતી કથા આ જ કુવલયમાલાને આધારે આપી હોય એમ જણાય છે પરંતુ એમાં કેટલીક બાબતોમાં ફેર છે.
૧૩૨
કુવલયમાલા (પ્ર. ૩, પત્ર. ૧૨૨-૧૩૩)માં ધર્મનાથના સમવસરણમાંના વૃષલોચન (ઉંદર)નો અધિકાર વિસ્તારથી અપાયો છે જ્યારે આ ગુજરાતી કૃતિમાં એનું સામાન્ય સૂચન છે.
કુવલયમાલા (પ્ર. ૫, પત્ર. ૨૨૫)માં બિન્દુમતીની શારીરિક સંપત્તિનું જે વર્ણન છે તે આ ગુજરાતી કૃતિમાં જોવાય છે. વિશેષમાં આ ગુજરાતી કૃતિમાં કેટલીક બાબતો ચિન્ત્ય જણાય છે. તેનું સમાધાન પણ આ પ્રસ્તુ કુવલયમાલા વિચારવાથી થાય તેમ છે.
કામગજેન્દ્રની કથા ગુજરાતીમાં સૌથી પ્રથમ સીમંધર-શોભા-તરંગમાં જ અપાઈ હોય એમ લાગે છે. એવી રીતે સંસ્કૃત કૃતિઓમાં પ્રસ્તુત કુવલયમાલા સૌથી પ્રાચીન હોય એમ ભાસે છે.
જીવધર-ચંપૂ (ઉ. વિક્રમની ૧૩મી સદી) કેટલાકને મતે આના કર્તા હરિચન્દ્ર તે ધર્મશર્માભ્યુદયના પ્રણેતા છે. જો એમ જ હોય તો આ કૃતિ મોડામાં મોડી વિક્રમની તેરમી સદીની ગણાય.
[જીવંધરચંપૂ– આ ટી.એસ.કપૂસ્વામિ ધ્વારા સંપાદિત થઈ શ્રીરંગથી ઇ.સ. ૧૯૦૫માં પ્રસિદ્ધ છે. કૌમુદી ટીકા અને પનાલાલના હિન્દી અનુવાદ સાથે ‘ભારતીય જ્ઞાનપીઠ' દ્વારા સં. ૨૦૧૫માં પ્રસિદ્ધ થઈ છે.]
પુરુદેવ-ચંપૂ (લ. વિ. સં. )– આ દિ. આશાધરના શિષ્ય અર્હદ્દાસકૃત ચંપૂ છે. એમાં આદિનાથનું ચરિત્ર દસ વિભાગમાં આલેખાયું છે આ ‘મા. દિ. ગ્રં’માં વિ. સં. ૧૯૮૫માં છપાયેલ છે. [‘ભારતીય જ્ઞાનપીઠ” દ્વારા ઈ.સ. ૧૯૭૨માં પનાલાલના હિંદી અનુ. સાથે પ્રસિદ્ધ છે.] ચંપૂ-મંડન (લ. વિક્રમની ૧૫મી સદીનો પ્રારંભ)–કાવ્ય–મંડનની જેમ આનો પણ આના કર્તા મંડને સારસ્વત-મંડનના અનુજ તરીકે ઉલ્લેખ કર્યો છે. એ હિસાબે એ એના પછીની કૃતિ ગણાય. આ ગદ્યપદ્યમય કૃતિમાં સાત પટલમાં નેમિનાથનું ચરિત્ર આલેખાયું છે. પ્રસંગવશાત્ પાંડવો અને દ્રૌપદીની કથા અપાઈ છે.
[શ્રાવકધર્મવિધિપ્રકરણ- જિનેશ્વરસૂરિ. ટીકા-લક્ષ્મીતિલક. રચના વિ.સં. ૧૩૧૩ પાટણ ભંડાર ક્રમાંક ૧૫૧૫, ૩૩૨ પત્રના આ ગ્રંથની નકલ આ. મુનિચન્દ્રસૂરિના માર્ગદર્શન મુજબ સાધ્વી ધૃતિગુણાશ્રી કરી રહ્યા છે.]
૧. આનું સંપાદન વિશિષ્ટ ટિપ્પણો ઇત્યાદિ સહિત મુનિશ્રી અભયસાગરજીએ કર્યું છે અને એનો વિસ્તૃત ‘‘પરિચય’મેં ગુજરાતીમાં લખ્યો છે. એ કૃતિ ઇન્દોરના જૈન શ્વેતાંબર સંઘની પેઢી'' તરફથી વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત કરાઈ છે.
૨. આ કૃતિ “હેમચન્દ્રસભા” તરફથી ગ્રંથાંક ૯ તરીકે ઇ. સ. વિ. સં. ૧૫૦૪માં લખાયેલી મળે છે. ૪. એમના પરિચયપૂર્વક એમની કૃતિઓનો નામનિર્દેશમેં હૈ. સં. ૫. આનો સંક્ષિપ્ત પરિચય મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ.
Jain Education International
૧૯૧૮માં છપાવાઈ છે. આની એક હાથપોથી ૩. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૭૭) સા. ઈ. (ખંડ ૧, પૃ. ૫૨-૫૩)માં કર્યો છે. ૨૭૮)માં આપ્યો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org