________________
P ૨૨૦
૧૩૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ ઉત્પત્તિ-પ્ર. ચિં. (પ્રકાશ ૨) પ્રમાણે તિલકમંજરીની પહેલી લખેલી પ્રત લઈને એના કર્તા ધનપાલે ભોજ રાજા પાસે આવી વાંચવા માંડી ત્યારે એનો રસ નીચે ન ચુઈ જાય તે માટે એની નીચે કચોળાવાળો સુવર્ણનો થાળ મુકાવી રાજા એ સાંભળો લાગ્યો. વાંચન પુરું થતાં રાજાએ નાયકના નામ, વિનીતા અને શક્રાવતારને બદલે પોતાનું, અવન્તીનું અને મહાકાળનું નામ રાખવા કહ્યું. ધનપાલે ના પાડતાં રાજાએ એ પ્રતને ભડભડ બળતા અગ્નિમાં નાંખી દીધી. ધનપાલ નિરાશ થયા પરંતુ અડધું લખાણ એમની પુત્રીને યાદ હતું તે તેણે લખાવ્યું અને બાકીનું ધનપાલે નવેસરથી રચ્યું.
વિષય- 'સઘન શ્લેષોથી અને દુર્બોધ પદાર્થ, લાંબા લાંબા સમાસવાળા દંડકોથી તેમ જ સતત 'ગદ્ય અને પ્રચુર પોથી અને શબ્દાલતાથી મુક્ત અને સરળ, સુબોધ અને પ્રાસાદિક પદોથી વિભૂષિત એવી આ કથા દ્વારા તિલકમંજરીનો સમરકેતુ સાથેનો પ્રેમપ્રસંગ અને સમાગમ વર્ણવાયો છે. આ કૃતિ કાદંબરીની પ્રતિકૃતિરૂપ છે કેમકે જે જે સ્થળોમાં કાદંબરીમાં પ્રસંગોચિત વર્ણન છે તેવાં તેવાં સ્થળે તે તે જાતનાં વર્ણનો આમાં પણ જોવાય છે.
સંશોધન–પ્ર.ચ.ઝંગ ૧૭, શ્લો. ૨૦૨) પ્રમાણે આ તિલકમંજરીમાં કોઈ ઉસૂત્રપ્રરૂપણ રહેવા ન પામે એ ઈરાદે વિ. સં. ૧૮૯૬માં સ્વર્ગ સંચરેલ વાદિવેતાલ” શાન્તિસૂરિએ એનું સંશોધન કર્યું હતું.
અવતરણ- કાવ્યાલંકાર (૧૬૩) ઉપરની ટીકામાં નમિ સાધુએ અને અન્યત્ર શુભશીલે તિલકમંજરીનો ઉલ્લેખ કર્યો છે. કાવ્યાનુશાસન (અ. ૫, સૂ. ૫)ને અંગેની અ. ચૂ(પૃ. ૩૨૮)માં શ્લેષના ઉદાહરણ તરીકે અને છન્દોડનુશાસન (અ. ૫, સૂ. ૧૬)ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૩૬૪)માં માત્રા” છંદના ઉદાહરણ તરીકે તિલકમંજરીમાંથી અનુક્રમે દ્વિતીય પદ્ય તેમ જ અવતરણ (પૃ. ૧૭૭)નું “શુક્ઝશિરિણી' થી શરૂ થતું પદ્ય કલિ.” હેમચન્દ્રસૂરિએ આપ્યાં છે.
*ટિપ્પણ– તિલકમંજરી ઉપર ‘પૂર્ણતલ ગચ્છના વર્ધમાન-સૂરિના શિષ્ય “શાન્તાચાર્ય ૧૦૫૦ શ્લોક જેવડું ટિપ્પણ રચ્યું છે.
વ્યાખ્યા- ઉપાધ્યાય ધર્મસાગરગણિના શિષ્ય પધસાગરે તિલક-મંજરી ઉપર વ્યાખ્યા કિયા વૃત્તિ રચી છે. ૧. સુબધુની વાસવદત્તામાં દુર્ગમ શ્લેષોની રેલમછેલ છે. ૨. બાણની કાદંબરીમાં ગદ્યનું પ્રાધાન્ય વધારે પડતું છે એમ કેટલાક માને છે. ૩. ત્રિવિક્રમભટ્ટની નલકથામાં પડ્યોની પ્રચુરતા છે. ૪. “વિ. લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર” બોટાદથી આ અંશતઃ પ્રકાશિત છે [આ ટિપ્પણ અને જ્ઞાનકળશકૃત ટિપ્પણ
સાથે લા. દ. વિદ્યામંદિરથી પ્રસિદ્ધ છે.] ૫. એમણે જૈનતર્કવાર્તિક ઉપર તેમ જ વૃન્દાવનાદિકાવ્યપંચક ઉપર એકેક વૃત્તિ રચી છે. ૬. “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૯૭માં આનો થોડોક ભાગ છપાયો છે. ૭. એમણે વિ. સં. ૧૬૩૩માં સ્વીપજ્ઞ ટીકા સહિત નયપ્રકાશાષ્ટક, વિ.સં. ૧૬૩૪માં શીલપ્રકાશ, વિ.સં. ૧૬૩૪માં ધર્મપરીક્ષા અને ૧૬૬૪માં જગદ્ગુરુકાવ્ય રચ્યાં છે. વળી એમણે વિ. સં. ૧૬૫૭માં પાઇયટીકામાંની પાઇય કથાઓનું સંસ્કૃતીકરણ કર્યું છે. આ ઉપરાંત એમણે યુક્તિપ્રકાશ અને એની ટીકા, સ્વોપજ્ઞ ટીકા સહિત પ્રમાણપ્રકાશ, યશોધરચરિત ઇત્યાદિ રચ્યાં છે. [ધર્મપરીક્ષા “હર્ષપુષ્પા.ગ્રં.”૭૭માં પ્રસિદ્ધ થઈ છે.]
P ૨૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org