________________
P ૨૦૪
P ૨૦૫
૧૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૪
પાણિનીય-દ્દયાશ્રય-કાવ્ય– આ વિજયરત્નના શિષ્યની કૃતિ છે. (આ) અનેકસન્માન કાવ્યો
દ્વિસન્માનકાવ્ય કિંવા રાઘવપાંડવીય-કાવ્ય (ઉ. વિક્રમની ૧૧મી સદી)– આના કર્તા દિ. ધનંજય છે. એમણે અનેકાર્થ- નામમાલા વગેરેની રચના કરી છે પરંતુ આ કાવ્યને લઈને એમની જેટલી પ્રસિદ્ધિ થઈ છે એટલી એમની અન્ય કૃતિથી થઈ નથી. અમરકીર્તિએ તો એમને ‘દ્વિસંધાનકવિ’ કહ્યા છે. પ્રસ્તુત કાવ્યનો ઉલ્લેખ પ્રભાચન્દ્રે પરીક્ષામુખસૂત્ર (પરિ. ૩, સૂ. ૯૯)ની વૃત્તિ નામે પ્રમેયકમલમાર્તણ્ડ (પૃ. ૪૦૨)માં કર્યો છે. આમ આ કાવ્યનું મહત્ત્વ ટૂંક સમયમાં સ્થપાયું.
વળી ગ. ૨. મ. માં આ કાવ્યનો ઉલ્લેખ છે. આ કાવ્યમાં ૧૮ સર્ગ છે. એનું પ્રત્યેક પદ્ય રામચન્દ્ર તેમ જ પાંડવોના ચરિત્રનો બોધ કરાવે છે, આમ દરેક પદ્યના બબ્બે અર્થ થાય છે. એને લઈને આ કાવ્ય રામાયણ તેમ જ મહાભારત એ બેની ગરજ સારે છે.
સમગ્ર ઉપલબ્ધ જૈન સાહિત્યમાં ‘દ્વિસન્માન કાવ્ય' તરીકે આ પ્રથમ ગણાય છે. એની બીજી વિશિષ્ટતા એ છે કે એ સાંપ્રદાયિકતાથી સર્વથા રહિત છે કેમકે એમાં જૈન ધર્મના કોઇ પણ સિદ્ધાન્તનું નિરૂપણ નથી તેમ જ એમાં કોઈની મુક્તિ જૈન દૃષ્ટિએ વર્ણવાઈ નથી. આમ આ શુદ્ધ સાહિત્યિક કૃતિ છે. [વિશેષ માટે જુઓ ‘સંસ્કૃત કાવ્યમેં જૈન કવિયોંકા યોગદાન' પૃ. ૩૬૬-૩૮૭] વિવરણો– આ કાવ્ય ઉપર ત્રણ વિવરણો રચાયાં છેઃ–
(૧) પદકૌમુદી– આના કર્તા દિ. પદ્મચન્દ્રના શિષ્ય નેમિચન્દ્ર છે. જિ. ૨. કો. (વિ. ૧ પૃ. ૧૮૫) પ્રમાણે તો આ નેમિચન્દ્ર દેવનન્દિના શિષ્ય થાય છે અને આ ટીકાનું પરિમાણ ૯૦૦૦ શ્લોકનું છે. (૨) ટીકા– આના કર્તા પુષ્પસેનના શિષ્ય છે.
(૩) વૃત્તિ– આના કર્તા દિ. 'રામચન્દ્રના પુત્ર કવિ દેવર છે. એમણે આ વૃત્તિ અરલ શ્રેષ્ઠીને માટે રચી છે. એમણે પ્રારંભમાં અમરકીર્તિ, ધર્મભૂષણ, શ્રીવર્ધદેવ અને સિંહનન્દિને તેમ જ કોઈ ભટ્ટારક મુનિને નમન કર્યું છે.
૧. જુઓ જૈ. ગ્રં. (પૃ. ૩૩૨) તેમ જ પ્રો. પિટર્સનનો પ્રથમ હેવાલ (ક્રમાંક ૨૯૯).
૨. આ મૂળ કૃતિ પં. બદ્રીનાથકૃત સંક્ષિપ્ત ટીકા સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય'' તરફથી ઈ. સ. ૧૮૯૫માં પ્રકાશિત કરાઈ છે. [નેમિચન્દ્રટીકા સાથે ‘ભારતીય જ્ઞાનપીઠથી'' પ્રકાશિત છે.]
Jain Education International
૩. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૨૬)
૪. આ વૃત્તિનું મૂળ સહિતું દ્વિતીય સંસ્કરણ ‘નિર્ણયસાગર મુદ્રણાલય’’ તરફથી ઇ. સ. ૧૯૪૧માં પ્રકાશિત કરાયું છે. એનું સંપાદન પં. મહેન્દ્રકુમાર શાસ્ત્રીએ કર્યું છે અને એમણે હિંદીમાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે. આમાં વિષયાનુક્રમ અપાયો છે. અંતમાં મૂળ પણ અપાયું છે.
૫. વિ. સં. ૧૦૯૦માં સૂરાચાર્યે ‘દ્વિસંધાન-કાવ્ય’ રચ્યું છે. (જુઓ પૃ. ૨૦૫-૨૦૬) પણ એ અનુપલબ્ધ છે. ૬.જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૮૫)માં રામભટ્ટ એવું નામ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org