________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો : દ્વયાશ્રય કાવ્યો : પ્રિ. આ. ૨૦૩-૨૦૬]
૧૨૭
રાઘવપાંડવીય- આ કોઈકે રચ્યું છે અને એના ઉપર મરાલશ્રેણિકૃત પ્રકાશ, પદ્મનન્ટિએ ૭૫૦૦ શ્લોક જેવડી રચેલી વ્યાખ્યા અને પુષ્પદન્તકૃત ૩૦૦૦ શ્લોકજેવડી વ્યાખ્યા છે. (જિ. ૨. કો. 'પૃ. ૩૨૯-૩૦) આ ત્રણ વ્યાખ્યાના કર્તા દિગંબર હોય એમ લાગે છે.
'ઋષભ-નેમિ-કાવ્ય (વિ. સં. ૧૦૯૦)– આના કર્તા સૂરાચાર્ય છે. એઓ ઓહનિશુત્તિ ઉપર ટીકા રચનારા તથા અભયદેવસૂરિની આગમિક વૃત્તિઓનું સંશોધન કરનારા અને રાજા ભીમદેવના સંસારી પક્ષે મામા દ્રોણાચાર્યના સંસાર પક્ષે ભત્રીજા અને સાધુપક્ષે શિષ્ય થાય છે. એમનો જીવનવૃત્તાંત પ્ર0 ચ૦ (ઝંગ ૧૪)માં અપાયો છે. એ ઉપરથી જાણી શકાય છે કે એમના પિતાનું નામ “સંગ્રામસિંહ છે અને એમનું પૂર્વાસ્થાનું નામ “મહીપાલ” છે. દ્રોણાચાર્ય પાસે અભ્યાસ કરી એઓ શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર ઇત્યાદિમાં નિષ્ણાત બન્યા હતા. શિષ્યોને પ્રવીણ બનાવવાનું એમને ખૂબ મન હતું. ભણાવતી વેળા શિષ્યોને શિક્ષા કરતાં રજોહરણની લાકડાની દાંડી દરરોજ તૂટતી એથી એમણે શુશ્રુષા કરનારા એક જણને લોખંડની લાવવા કહ્યું : એ સાંભળી શિષ્યો ગભરાયા અને આચાર્યને વાત કરી. આચાર્યે એમને શાન્ત પાડ્યા અને સૂરાચાર્યને ભોજ રાજાની સભા જીતવા સૂચવ્યું અને એ સૂચના સૂરાચાર્યે વધાવી લીધી. એક વેળા ભોજ રાજા તરફથી રાજા ભીમદેવ ઉપર મોકલાયેલી સમસ્યા એમણે સારી રીતે પૂરી હતી. ભોજ રાજાની સભાના પંડિતોને એમણે પરાસ્ત કર્યા ત્યારે ભોજથી એ સહન ન થયું અને એમને દેહકષ્ટ આપવા એ નૃપતિએ વિચાર કર્યો. એ સમયે કવિ ધનપાલની પ્રેરણાથી એઓ છાનામાના ધારા' નગરીથી નીકળી “પાટણ' આવી પહોંચ્યા. પ્ર. ચ. P ૨૦૬ (શૃંગ, ૧૪, શ્લો. ૨૫૪)માં સુચવાયા મુજબ એમણે ઋષભદેવ અને નેમિનાથ એ બન્ને તીર્થકરોના ચરિત્રરૂપ કિસન્ધાન-કાવ્ય રચ્યું છે. 'જે. સા. સં. ઈ. (પૃ. ૨૧૭) પ્રમાણે તો આ જ કાવ્ય તે “નેમિચરિત્ર-મહાકાવ્ય” છે અને એની રચના વિ.સં. ૧૦૯૦માં થઈ છે.
ટિપ્પણક- આ કોઈ કે ૧૪૦૦ શ્લોક જેટલું રચ્યું છે. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૭)
નાભય-નેમિ-કાવ્ય- (વિ. )- આ પણ ક્રિસન્ધાન-કાવ્ય' છે. એમાં ય ઋષભદેવ અને નેમિનાથના જીવનવૃત્તાન્ત આલેખાયા છે. એના કર્તા હેમચન્દ્રસૂરિ છે. એઓ મુનિચન્દ્રસૂરિના શિષ્ય ૧. આને કેટલાક નેમિ-નાભય-ક્રિસન્ધાન-કાવ્ય' કહે છે. ૨. જૈ. સા. સં. ઈ. (પૃ. ૮૮૦)માં પ્રસ્તુત સૂરાચાર્યનો દેલ્લ મહત્તરના ગુરુ સૂરાચાર્યરૂપે જે અભિન્ન ઉલ્લેખ
કરાયો છે તે બ્રાંત છે. ૩. પ્રારંભમાં ‘સુરાચાર્ય'ના નામ કરતાં “સૂરાચાર્ય' એ નામમાં માત્રાની અધિકતા છે એટલે એ મુનિવરની
પ્રજ્ઞાથી સુરાચાર્ય જિતાયા છે એમ કહ્યું છે. ૪. આ ઉલ્લેખ શાના આધારે કરાયો છે તે જાણવું બાકી રહે છે, જો કે આને પ્રામાણિક માની જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૪૪-૨૬૯)માં પણ એવો નિર્દેશ કરાયો છે. આ ઉલ્લેખ સાચો જ હોય તો “જૈ. સ. પ્ર.” (વ. ૧૫, અ. ૧૨, પૃ. ૧૮૫ અને ૨૧૬)માં “અનેક-સન્ધાન કાવ્યો” એ નામથી છપાવેલા મારા લેખમાં મેં જે આ બે કાવ્યોને ભિન્ન ગણ્યાં છે તે અભિન્ન ગણવાં ઘટે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org