________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો : દ્વયાશ્રય કાવ્યો : પ્રિ. આ. ૨૦૦-૨૦૩]
૧૨૫
વર્ણવી આ કાવ્ય પૂર્ણ કરાયું છે. અંતમાં કુમારપાલને “જૈન' કહ્યા છે. એ ઉપરથી એ “જૈન” બન્યા તે સમયની આસપાસમાં આ કાવ્યની પૂર્ણાહુતિ કરાઈ હશે એમ લાગે છે.
ટીકા- ગુજરાતના સુવર્ણયુગની ગૌરવગાથાને આલેખતા આ કાવ્યની ટીકાના કર્તા અભયતિલકગણિ છે. એમણે આ ૧૭૫૪૨ શ્લોક જેવડી ટીકા પાલણપુરમાં વિ. સં. ૧૩૧૦ની દીપોત્સવીને દિને પૂર્ણ કરી છે. એઓ “ચાન્દ્ર' ગચ્છના જિનેશ્વર અને જિનદત્તની પરંપરામાં થયા છે.
કાતત્ર-યાશ્રયકાવ્ય- આની એક હાથપોથી જેસલમેરમાં છે એ વિ.સં ૧૩૪૩માં લખાયેલી છે. એના ઉપરની અવચૂરિની હાથપોથી પણ આ સાલની જેસલમેરમાં છે. આ બંનેની નોંધ જિ. ૨. કો. પૃ. ૮૩માં છે. એટલે મૂળ કૃતિ પણ જૈને રચેલી હશે એમ લાગે છે.
‘શ્રેણિક-યાશ્રય-કાવ્ય કિવા દુર્ગવૃત્તિ-યાશ્રય કાવ્ય (વિ. સં. ૧૩૫૬)- આના કર્તા ખરતર' ગચ્છના જિનપ્રભસૂરિ છે. એઓ “લઘુ ખરતર' ગચ્છના પ્રવર્તક જિનસિંહસૂરિના શિષ્ય થાય છે. અને સંઘતિલકસૂરિના વિદ્યાગુરુ થાય છે. એમણે ઘણા ગ્રન્થો રચ્યા છે. યમક, શ્લેષ અને ચિત્રથી અલંકૃત સાત સો સ્તોત્રો રચી એમણે એ સોમતિલકસૂરિને ભેટ કર્યા હતાં એમ સિદ્ધાન્તાગમસ્તવની અવચૂરિમાં વિશાલરાજના શિષ્ય કહે છે એમ મનાય છે. એમણે નીચે મુજબની કૃતિઓ રચી છે કે જેમાંની કોઈક પાઈયમાં હશે–
તપોટમતકુટ્ટન, ધર્માધર્મકુલક, પરમસુખદ્રાવિંશિકા, પૂજાવિધિ, વિધિપ્રકા (વિ. સં. ૧૩૬૪) અને વિવિધતીર્થકલ્પ (વિ.સં. ૧૩૨૭- વિ. સં. ૧૩૮૯).
આ ઉપરાંત એમણે નિમ્નલિખિત કૃતિઓ ઉપર એકેક વૃત્તિ રચી છે –
અજિયસંતિથય, ઉવસગ્ગહરથોત્ત, નમિઊણોત્ત, પોસવણાકપ્પ, પÖજ્યાવિહાણ, વીરજિણથુઈ, સંડાવસ્મય અને સાહુપડિક્કમણસુત્ત.
આ પૈકી એમનાં કેટલાંક સ્તોત્રો વગેરે અત્યાર સુધીમાં છપાયાં છે. એમાંની કેટલીક કૃતિઓની નોંધ આગળ ઉપર લેવાશે.
એમણે પ્રસ્તુત કાવ્ય દ્વારા બે વસ્તુ રજૂ કરી છે : (૧) કાત– વ્યાકરણની દુર્ગસિંહકૃત વૃત્તિને લગતાં ઉદાહરણો અને (૨) શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના અનન્ય ઉપાસક શ્રેણિક નરેશ્વરનું જીવન-ચરિત્ર. આ વિ. સં. ૧૩૫૬માં રચાયેલા કાવ્યમાં ૧૮ સર્ગો છે.
અવચૂરિ– કોઈકે શ્રેણિક-યાશ્રય-કાવ્ય ઉપર એક અવચૂરિ રચી છે.
P ૨૦૩
૧. આ કાવ્ય [૧-૭ સર્ગ] “જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ” તરફથી પાલીતાણાથી ઈ. સ. ૧૯૦૫માં પ્રકાશિત કરાયું
છે. આનું સંપાદન વિવિધ હ. લિ. પ્રતિઓના આધારે સા. હેમગુણાશ્રી અને સા. દિવ્યગુણાશ્રી કરવા ધારે છે. વિશેષ માટે જુઓ “તેરહવી ચૌદહવી શતાબ્દી કે મહાકાવ્ય” લે. ડો. દીક્ષિત પૃ. ૧૨૦-૧૪૩.] ૨. આ પૈકી કેટલાકનો ઉલ્લેખ મેં D C G C M (Vol. XVII, PT 4, PP. 10-14; Vol. XVII, PT.
5, P. 4 & Vol. XIX, sec. 1, pt. 2, p. 311) કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org