________________
૧ ૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૪
બારમા સર્ગમાં સિદ્ધરાજે (વિ. સં. ૧૧૫૦-વિ. સં. ૧૧૯૯) રાક્ષસોના- રજનીચરના સ્વામી બર્બરકનો કરેલો પરાજય અને એને પોતાના લશ્કરમાં આપેલી નોકરી એ બીના વર્ણવાઈ છે.
તેરમા સર્ગમાં સિદ્ધરાજનો તંત્રવિદ્યાનો અનુરાગ અને નાગકુમાર કનકચૂડનું એણે કરેલું રક્ષણ એ વાત આવે છે.
ચૌદમાં સર્ગમાં સિદ્ધરાજ અવંતીશ્વર યશોવર્માને હરાવી કેદ કરે છે એ વાત તેમ જ સિદ્ધરાજનો યોગિનીઓ સાથે સમાગમ થાય છે અને એ રાજા એમને શિક્ષા કરે છે એ બાબતો આલેખાઈ છે.
પંદરમા સર્ગમાં સિદ્ધરાજનું રાજધાનીમાં પુનરાગમન, સિદ્ધપુરમાં “રુદ્રાલય” મહાલયની પૂર્ણાહુતિ, સોમનાથની યાત્રા, સોમનાથ દ્વારા સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ, સોમનાથે કુમારપાલ રાજા થશે એવી ઉચ્ચારેલી ભવિષ્યવાણી, સિદ્ધરાજે ગિરનાર ઉપર નેમિનાથની અને શત્રુંજય ઉપર ઋષભદેવની કરેલી પૂજા, એણે સિંહપુર (સિહોર)ની કરેલી સ્થાપના, સહસ્ત્રલિંગ' સરોવરનું ૧૦૮ શિવનાં અને
શક્તિનાં મંદિરો સાથે નિર્માપણ અને સિદ્ધરાજનો સ્વર્ગવાસ એ બાબતોને સ્થાન અપાયું છે. P ૨૦૧ સોળમાં સર્ગમાં પ્રારંભમાં કુમારપાલ (વિ. સં. ૧૧૯૯-વિ. સં. ૧૨૨૯)નો રાજ્યાભિષેક અને
એના અમલનું વર્ણન છે. વળી એ રાજાએ “સંપાદલક્ષ'ના રાજા આન્નના કરેલા પરાજયનું વર્ણન પણ છે. આ ઉપરાંત આબુનું તેમ જ છ ઋતુઓનાં પણ આ સર્ગમાં વર્ણનો છે.
સત્તરમાં સર્ગમાં કોઈ ઐતિહાસિક હકીકત અપાઈ નથી પરંતુ સંધ્યા, રાત્રિ અને સૂર્યોદયનાં તેમ જ સેનાના વનવિહાર અને જલવિહારનાં વર્ણનો છે.
અઢારમાં સર્ગમાં કુમારપાલને હાથે આન્નનો પરાજ્ય વર્ણવાયો છે.
ઓગણીસમી સર્ગમાં આન્ન રાજા સાથે કુમારપાલની મૈત્રી, એની પુત્રી જહૃણાદેવી સાથે કુમારપાલનાં લગ્ન તેમ જ “માળવાના રાજા બલ્લાલ ઉપર કુમારપાલના સેનાપતિ કાકે મેળવેલો વિજય એ બાબતો રજૂ કરાઈ છે.
વીસમાં સર્ગમાં કુમારપાલે કરેલી અમારિ-ઘોષણા અને દારૂની બંધી, એણે નિર્વશ જનારના ધન નહિ લેવાની કરેલ ઉદ્ઘોષણા અને એનું પાલન, કાશીના કેદારનાથના મંદિરનો અને સોમનાથનો એણે કરેલો ઉદ્ધાર, દેવપત્તનમાં પાર્શ્વનાથના ચૈત્યનું અને પાટણમાં પાર્શ્વનાથના મંદિરનું અને કુમારપાલેશ્વર મહાદેવના પ્રાસાદનું નિર્માપણ અને કુમારપાલને સર્વ દેવોએ આપેલા આશીર્વાદ એમ વિવિધ બાબતો અપાઈ છે.
રચનાસમય- હૈમ ત્રિષષ્ટિ. કરતાં પહેલાં અને તે પણ લોકાર્થે આ યાશ્રય-કાવ્ય રચાયું છે એમ એ ત્રિષષ્ટિ.ની પ્રશસ્તિ (શ્લો. ૧૮) જોતાં જણાય છે. સિ. હે. રચાયા બાદ અને કદાચ ત્યાર
પછી તરત જ અને તે પણ સિદ્ધરાજની પ્રેરણાથી આ કાવ્યનો પ્રારંભ કરાયો હોય તો ના નહિ. એના P ૨૦૨ ચૌદ સર્ગ પૂરતો ભાગ વિ. સં. ૧૧૯૯માં પૂરો થયો હશે. કુમારપાલ ગાદી ઉપર આવે છે એ બનાવ
૧. આ બાબત અભિ. ચિં. (કાંડ ૩, શ્લો. ૩૭૭)માં પણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org