________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો : દ્વયાશ્રય કાવ્યો : પ્રિ. આ. ૧૯૭-૨૦૦]
૧૨૩
પાંચમા સર્ગમાં યુદ્ધનું વર્ણન છે. વળી મૂલરાજને હાથે લક્ષરાજનું મરણ અને ગ્રાહરિપુનો પરાજય અને એનું કેદ પકડાવું, એની પત્નીઓની વિજ્ઞપ્તિથી એની મુક્તિ, મૂલરાજે કરેલી પ્રભાસ તીર્થની યાત્રા અને સોમનાથનું કરેલું સ્તવન એ બીનાઓ અહીં રજૂ કરાઈ છે. સાથે સાથે વિજય મેળવી અણહિલપુરમાં મૂલરાજે કરેલા પ્રવેશની હકીકત પણ અપાઈ છે.'
છઠ્ઠા સર્ગમાં ચામુંડરાજનો જન્મ, સોલંકીઓનો ‘લાટ' દેશ ઉપરનો વિજય, ચામુંડરાજનો રાજ્યાભિષેક તેમ જ મૂલરાજનું દ્રુહિણ-તનયા' (સરસ્વતી)ને કાંઠે અવસાન એ બાબતો વર્ણવાઈ છે. મે ૧૯૯
સાતમા સર્ગમા ચામુંડરાજ (વિ. સં. ૧૦૫૩-વિ.સં. ૧૦૬૬)નું અને એના પુત્રો વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગકુમારનાં વર્ણન છે. વલ્લભરાજ (વિ. સં. ૧૦૬૬)ની “માળવા' ઉપર ચઢાઈ અને અસાધ્ય વ્યાધિથી એનું મરણ, ચામુંડરાજનું શુક્લતીર્થમાં ગમન, તપસેવન અને મરણ, નાગરાજ અને દુર્લભરાજ (વિ. સં. ૧૦૭૮-વિ. સં. ૧૧૨૦)નાં મારવાડના મહેન્દ્ર નૃપની ‘બેનો સાથે લગ્ન અને વિરોધ કરનારા રાજાઓ ઉપર વિજય મેળવી એમનું અણહિલપુરમાં આગમન એ હકીકતો અપાઈ છે.
*આઠમા સર્ગમાં નાગરાજને ત્યાં ભીમનો જન્મ, ભીમ (વિ. સં. ૧૦૭૮-વિ. સં. ૧૧૨૦)નો રાજ્યકારભાર, “સિન્ધ' દેશના રાજા હમ્મક ઉપર એની ચડાઈ, પંચનદ' ઉપર પૂલ બંધાવી અને રાજાનો એણે કરેલો પરાજય અને ચેદિદેશનું અહીં વર્ણન છે.
નવમા સર્ગમાં “કલચૂરી” વંશના ચેદિરાજ અને ભીમ વચ્ચે થયેલું સમાધાન ભીમને થયેલા ક્ષેમરાજ અને કર્ણ નામના બે પુત્રો, આત્મસાધન માટે ભીમે કરેલો રાજ્યનો ત્યાગ, ક્ષેમરાજે રાજ્યની ના પાડતાં કર્ણ (વિ.સં. ૧૧૨૦-વિ.સં. ૧૧૫૦)નું ગાદીએ આવવું અને એનું મયણલ્લા સાથે પ્રીતિલગ્ન એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે.
દસમા સર્ગમાં કર્ણ પુત્રાર્થ કરેલું લક્ષ્મીનું આરાધન અને એ દેવી પ્રસન્ન થતાં પુત્ર માટે મળેલું ૨00 વરદાન એ હકીકતો અપાઈ છે. સાથે સાથે “વર્ષા ઋતુનું વર્ણન રજૂ કરાયું છે.
અગિયારમા સર્ગમાં મયણલ્લાને રહેલો ગર્ભ, સિદ્ધરાજનો જન્મ, એનું નામકરણ, એનો વિદ્યાભ્યાસ અને એનો અભિષેક, કર્ણની વિરક્ત દશા અને એનું મૃત્યુ અને દેવપ્રસાદનો અગ્નિપ્રવેશ અને એણે પોતાના પુત્ર ત્રિભુવનપાલની સિદ્ધરાજને કરેલી સોંપણી એ બાબતો વર્ણવાઈ છે.
૧. આ પાંચ સર્ગો રુદ્રટે દર્શાવેલાં મહાકાવ્યનાં લક્ષણોની સાથે કેવી રીતે સંગત છે તે તેમસમીક્ષા (પૃ. ૯૫
૯૬)માં દર્શાવાયું છે. ૨. પ્રો. કામદારે “કન્યાઓ' લખી છે તે ભૂલ છે. ૩. દુર્લભદેવીનાં લગ્ન દુર્લભરાજ સાથે થાય છે અને લક્ષ્મીના નાગરાજ સાથે થાય છે. ૪-૫. આ બે સર્ગ ભૂગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વના છે. ૬. મયણલ્લા અને કર્ણના સંબંધને અંગે બીજા પ્રબંધોમાં જે વાતો જોવાય છે તે અહીં અપાઈ નથી. કાં તો
એ બની નહિ હોય કે કાં તો નાયકના ગૌરવને હાનિ પહોંચે તેમ હોવાથી એ છોડી દેવાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org