________________
૧૨૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૪
P ૧૯૮
સૌરાષ્ટ્રના ઇતિહાસનું એક પાસું તૈયાર થાય- એની સામાજિક પરિસ્થિતિનો પણ ખ્યાલ આવે.
પરિમાણસંસ્કૃત ન્યાશ્રય-કાવ્યમાં વીસ સર્ગો છે. એમાં પધોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
૨૦૧, ૧૧૦, ૧૬૦, ૯૪, ૧૪૩, ૧૪૭, ૧૪૭, ૧૨૫, ૧૭૨, ૯૦, ૧૧૮, ૮૧, ૧૧૦, ૭૪, ૧૨૪, ૯૭, ૧૩૮, ૧૦૬, ૧૩૭ અને ૧૦૨.
આમ કુલ્લે ૨૪૫૫ પદ્યો છે. વિષય- પ્રથમ સર્ગનો પ્રારંભ જિનેશ્વરની સ્તુતિ દ્વારા નીચે મુજબ કરાયો છે – "अर्हमित्यक्षरं ब्रह्म वाचकं परमेष्ठिनः । सिद्धचक्रस्य सद्बीजं सर्वतः प्रणिदध्महे ॥१॥"
ત્યાર પછી “ચૌલુક્ય' યાને “સોલંકી વંશની પ્રશંસા કરાઈ છે. “અણહિલપુર પાટણના વર્ણન માટે ૧૩૦ શ્લોકો છે અને મૂલરાજ (વિ. સં. ૯૯૮-વિ. સં. ૧૦૫૩)ના ઉદાત્ત અને ગૌરવભર્યા આલેખન માટે ૬૭ શ્લોકો છે.
બીજા સર્ગમાં મૂળરાજને શંકરે સ્વપ્નમાં દર્શન આપ્યાની અને સોરઠના રાજા ગ્રાહરિપુ ઉપર ચડાઈ કરવાની એમણે આજ્ઞા કર્યાની વાત અને એ ઉપરથી એ રાજાએ પોતાના મંત્રીઓ નામે જેહુલ અને જંબક સાથે કરેલી મંત્રણાની હકીકત અપાઈ છે. સાથે સાથે પ્રભાતનું મનોરમ વર્ણન કરાયું છે.
ત્રીજા સર્ગમાં “શર ઋતુનું તેમ જ મૂલરાજની રાજસભાનું અને એ રાજાના યુદ્ધ માટેના પ્રયાણનું વર્ણન છે. વિશેષમાં “સોલંકી” સેનાની “જંબૂમાલી' નદીના કાંઠા ઉપરની છાવણીનો ચિતાર હૃદયંગમ રીતે અહીં અપાયો છે.
ચોથા સર્ગમાં ગ્રાહરિપુનો દૂત કુણસ મૂલરાજને મળે છે પણ એ રાજા સંધિની વાત માનતો નથી એ બાબતનું તેમ જ ગ્રાહરિપુએ “ભાદર નદીને કાંઠે કરેલા પડાવનું વર્ણન છે. કચ્છના રાજા લક્ષરાજ અને સિંધુરાજ ગ્રાહરિપુને સહાય કરે છે એ વાત અહીં કહેવાઈ છે. ૧. રુદ્રટે મહાકાવ્યનાં જે લક્ષણો રજૂ કર્યા છે તેને આ ચરિતાર્થ કરે છે. આથી “ચૌલુક્ય વંશના કેટલાક રાજવીઓની જે નબળી બાજુઓ છે તેને અહીં સ્થાન અપાયું નથી. દા. ત. સિદ્ધરાજની કુમારપાલ પ્રત્યેની અવકૃપાનો સામાન્ય ઉલ્લેખ કે એને લઈને કુમારપાલને ભટકવું પડેલું એ બાબતનો નિર્દેશ નથી. વળી મહમદ ગઝનીની સોમનાથ ઉપરની ચડાઈ વિષે આમાં ઉલ્લેખ નથી. ૨. આ સંબંધમાં મણિલાલ ન. દ્વિવેદીએ એમના ગુજરાતી ભાષાંતરને અંગેની પ્રસ્તાવના (પૃ. ૨૧-૩૧)માં
પ્રકાશ પાડ્યો છે. રામલાલ ચુ. મોદીએ “સંસ્કૃત ‘યાશ્રય' કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ” દ્વારા આ વિષય છણ્યો છે. એમની આ પુસ્તિકા “ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી” (હવે ગુજરાત વિદ્યાસભા) તરફથી ઈ. સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ થયેલી છે. [S.P.NARANOG ની 'Dyasray kavya of Achary Hemachandra' માં પણ સામાજિક વ. બાબતોની ચર્ચા છે.]
www.jainelibrary.org
For Personal & Private Use Only
Jain Education International