________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૯૦-૧૯૩]
૬માં ઈશાનનો અને સ. ૭માં પશ્ચિમનો દિગ્વિજય વર્ણવાયો છે. આઠમા સર્ગમાં શિવપુરી (સિરોહી)ના ‘શંખેશ્વર' પાર્શ્વનાથની વિસ્તૃત સ્તુતિ કરાઈ છે. સ. ૯માં વિજયપ્રભસૂરિના પ્રસ્થાનનું સ. ૧૦માં આગ્રાનું, સ. ૧૧માં યમુના, ગંગા, અને સરસ્વતી એ ત્રિવેણીનું તથા કાશી વગેરેનું, સ. ૧૨મા પટણાનાં જિનમંદિરોનું અને સ. ૧૩માં ‘સમ્મેદ-‘તીર્થ’ ગિરિનું રોચક વર્ણન છે.’
મેઘવિજયગણિએ ‘ઉદયશ્રી'થી અંકિત આ કાવ્ય દ્વારા વિજયદેવસૂરિના પટ્ટધર વિજયપ્રભસૂરિનાં કર્તવ્યો, વિહારો, ચાતુર્માસો વગેરેનું સવિસ્તાર વર્ણન કર્યું છે. સાથે સાથે એમના પુરોગામી સૂરિઓની સંક્ષિપ્ત રૂપરેખા આલેખી છે. આ કાવ્ય ‘તપા’ ગચ્છની પટ્ટાવલી પૂરી પાડે છે.
શબ્દાલંકારો–સ. ૭માં નિમ્નલિખિત શબ્દાલંકારોથી વિભૂષિત પદ્યો રજૂ કરાયાં છેઃ
એકાલાપક (૪૧), સમસ્ત એકાલાપક (૪૩), ક્રિયાગુપ્ત (૪૪, ૪૫, ૪૬, ૪૭), સ્પષ્ટાન્ધક (૪૮), સન્દાનોપમા (૪૯), ગૂઢચતુર્થ (૫૦), નિરૌફ્ક્ત (૫૧, ૫૨), બિન્દુમમ્ (૫૩), બિન્દુચ્યુતક (૫૪, ૫૫, ૫૬, ૬૩, ૬૬) માત્રાચ્યુતક અને બિન્દુચ્યુતક (૫૭), માત્રાચ્યુતક (૫૮, ૫૯), વર્ણચ્યુતક (૬૧), યકારચ્યુતક (૬૨), શકારચ્યુતક (૬૪), લકારચ્યુતક (૬૫), કારચ્યુતક (૬૭, ૬૮), વકારચ્યુતક અને રકારચ્યુતક (૬૯), મુક્તાહારવિભૂષિત બહિરેકાલાપક પ્રશ્નોત્તર (૭૦) તેમ જ ક્રિયાગુપ્ત, બિન્દુશ્રુતક, સર્વતોભદ્ર, વ્યસ્ત એકાલાપક તથા સમસ્ત એકાલાપક (૭૧),
રચના-સમય- આ કાવ્યમાં વિજયપ્રભસૂરિનો જીવનવૃત્તાંત છે એટલે એ વિ.સં. ૧૭૧૦ પછીની રચના છે કેમકે વીરવિજય મુનિ વિ. સં. ૧૭૧૦માં વિજયપ્રભસૂરિ તરીકે પ્રસિદ્ધ પામ્યા. 'ભવિષ્યદત્તચરિત્ર (વિ. સં. ૧૭૩૨થી ૧૭૬૦નો ગાળો) આ વિ. સં. ૧૭૩૨થી વિ. સં. ૧૭૬૦ના ગાળામાં રચાયેલા બૃહત્કાવ્યના પ્રણેતા 'ચન્દ્રપ્રભા ઇત્યાદિના કર્તા મેઘવિજયગણિ છે. આના પ્રારંભમાં ૐ ૐ શ્રી અહં નમ:'' એમ છપાવાયું છે. આ બૃહત્કાવ્યમાં ૨૧ અધિકાર છે. આની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છેઃ–
૧૧૯
૫૭, ૭૫, ૧૨૪, ૬૧, ૧૧૭, ૧૫૬, ૧૦૭, ૧૦૬, ૧૨૧, ૧૦૭, ૮૫, ૧૨૯, ૧૦૩, ૧૫૩, ૮૨, ૫૩, ૮૬, ૭૬, ૯૨, ૭૨ અને ૭૯.
આમ આમાં એકંદર ૨૦૪૧ પદ્યો છે.
આ કૃતિ દ્વારા શ્રુતપંચમીનું-કાર્તિક શુક્લ પંચમીનું માહાત્મ્ય વર્ણવાયું છે. એમાં ભવિષ્યદત્ત નામના રાજાનું ચરિત્ર આલેખાયું છે.
[વીરસ્તવ-ધનપાલ. આદિદેવસ્તવ-રામચન્દ્રસૂરિ. (જૈનસ્તોત્રસન્દોહ પૃ.૯૧) જિનસ્તવન-ધર્મઘોષસૂરિ. (જૈનસ્તોત્રસંદોહ (ભા.૧ પૃ.૧૩) પૂર્વાર્ધ સંસ્કૃતમાં, ઉત્તરાર્ધ પ્રાકૃતમાં.]
૧. આના સંશોધક પં. મફતલાલ ઝવેરચંદ ગાંધીએ આ કાવ્ય ઈ. સ. ૧૯૩૬માં પ્રકાશિત કર્યું છે. એમાં ‘‘પ્રાસ્તાવિકમ્’’માં મેઘવિજયગણિની શિષ્ય પરંપરા દર્શાવાઈ છે તેમ જ આ ગણિની કૃતિઓનો નિર્દેશ કરાયો છે.
૨. આના પિરચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૮૩)
Jain Education International
For Personal & Private Use Only
P ૧૯૨
P ૧૯૩
www.jainelibrary.org