________________
૧૧૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
P ૧૯૦
ટીકા- જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૯૨) પ્રમાણે આ સ્વોપજ્ઞ ટીકા છે.'
વિવરણ– આ કાવ્ય ઉપર મેઘવિજયગણિએ વિવરણ રચ્યું છે. અને એ દ્વારા કઠણ શબ્દોનો અર્થ પૂરો પાડ્યો છે.
આર્ષભીયચરિત (ઉ. વિ. સં. ૧૭૪૫)-આ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચેલું મહાકાવ્ય છે. એ સંપૂર્ણ રચાયું હોય તો પણ અત્યારે તો ચોથા સર્ગના ૬૬મા પદ્ય સુધીનો જ ભાગ સત્તર પત્રની અને વિદ્વદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીના મતે કર્તાએ જ લખેલી હાથપોથીમાં મળી આવ્યો છે. પ્રથમ સર્ગમાં ૧૩૫, દ્વિતીયમાં ૧૩૬, તૃતીયમાં ૧૨૧ અને ચતુર્થમાં ૬૬ પડ્યો છે. ભારતનો દૂત બાહુબલિની રાજધાની “તક્ષશિલા'માં જાય છે અને લોકો એને પૂછે છે કે તું કોણ છે. એ ઉત્તર આપે છે કે હું ભરતનો દૂત છું. એ ઉપરથી ભરત તે કોણ એમ લોકો પૂછે છે એટલે એનું વર્ણન કરાયું છે. આ પ્રમાણેની વિષયની આલેખના જોતાં એમ લાગે છે કે જો મહાકાવ્ય પૂરેપૂરું રચાયું હશે તો તે આઠેક સર્ગનું અને લગભગ એક હજાર પદ્યનું થયું હશે. આ મહાકાવ્ય ભરત ચક્રવર્તીનું જીવનચરિત્ર રજૂ કરે છે. (યશોભારતી પ્રકાશન મુંબઈ દ્વારા આનું પ્રકાશન થયું છે.]
'દિગ્વિજય મહાકાવ્ય (લ. વિ. સં. ૧૭૫૦)- આનાકર્તા ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા મેઘવિજયગણિ છે.
પરિમાણ– આ કાવ્ય ૧૩ સર્ગમાં વિભક્ત છે. સર્ગદીઠ પદ્યોની સંખ્યા નીચે મુજબ છે – ૮૧, ૫૬, ૬૨, ૭૫, ૫૭, ૧૪૨, ૧૫૧, ૧૫૧, ૧૩૪, ૧૧૩ અને ૧૦૨. આમ આ મહાકાવ્યમાં ૧૨૭૪ પદ્યો છે.
વિષય- પ્રથમ સર્ગમા સંગહણી અનુસાર “જંબુદ્વીપનું વર્ણન કરાયું છે. એમાં રહેલ નદી, પર્વતો અને વનોનો ઉલ્લેખ કરાયો છે. સ. ૨માં આ રીતે સંગહણી મુજબ “ભરત ક્ષેત્રનું વર્ણન કરાયું છે. સ. ૩માં કથાનાયકના વંશના મૂળ પુરુષ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના અતિશયોનું અને એમણે સમવસરણમાં આપેલા ઉપદેશનું દિગ્વિજયનું વર્ણન છે. સ. ૪માં મહાવીરસ્વામીની પટ્ટપરંપરામાં થયેલા વિજયપ્રભસૂરિ સુધીના પટ્ટધરોની હકીકત અપાઈ છે. સ. પમાં કથાનાયકનો ઉત્તર દિશાનો, સર્ગ
P ૧૯૧
૧. જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૯૨)માં સવૃત્તિક અરનાથસ્તુતિના કર્તા પણ આ જ છે એમ કહ્યું છે. ૨. આના સંક્ષિપ્ત પરિચય માટે જુઓ યશોદોહન (પૃ. ૯૯). ૩. વિશેષ માહિતી માટે–આ મહાકાવ્યમાંથી ઉદ્ધત કરાયેલાં પડ્યાદિ મો જુઓ યશોદોહન (પૃ. ૯૯-૧૦૧) ૪. આ મહાકાવ્યનું સંપાદન ૫. અંબાલાલ પ્રેમચંદ શાહે કર્યું છે. ગ્રંથકારે તેમ જ એમણે પણ સંસ્કૃતમાં કેટલાંક ટિપ્પણ રચ્યાં છે. આ બંનેના ટિપ્પણ સહિત આ કાવ્ય “સિં. જૈ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૪પમાં પ્રકાશિત કરાયું છે. પરિશિષ્ટરૂપે પ્રાચીન પટ્ટાવલીની ત્રણ પાઈય ગાથાને અંગે “તપ” ગચ્છની પટ્ટાવલીનાં અનુસંધાન તરીકે પ્રસ્તુત મેઘવિજયગણિએ સંસ્કૃતમાં રચેલી વૃત્તિ અપાઈ છે. અંતમાં એ ગણિએ એક ગાથા જ. મ.માં રચી છે તેને સ્થાન અપાયું છે. આ પરિશિષ્ટનો ભાવાનુવાદ સંપાદકે એમની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૧૦૧૨)માં આપ્યો છે. આ પ્રસ્તાવનામાં મેઘવિજયના કૃતિકલાપની વિષયદીઠ આછી રૂપરેખા અલેખાઈ છે અને દિગ્વિજય મહાકાવ્યનો સાર સંક્ષેપમાં રજૂ કરાયો છે. પ્રાચ્ય સાહિત્ય પુ.પ્ર. શ્રેણિમાં છપાયું છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org