________________
'પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૮૬-૧૮૯]
૧૧૭
"વિજયદેવમાહાભ્ય (વિ. સં. ૧૬૯૯ ?)- આના કર્તા “ખરતર' ગચ્છના ઉપાધ્યાય શ્રીવલ્લભ છે. એઓ જિનરાજસૂરિના સત્તાનીય વાચનાચાર્ય જ્ઞાનવિમલગણિના શિષ્ય થાય છે. એમણે સહસ્ત્રદલકમલગર્ભિત અરનાથજિનસ્તવ રચ્યો છે. વળી એમણે શિલોંછ ઉપર ટીકા વિ. સં. ૧૬૫૪માં, હૈમ લિંગાનુશાસનની સ્વોપજ્ઞ વૃત્તિ ઉપર 'દુર્ગાદપ્રબોધ નામની વૃત્તિ વિ. સં. ૧૬૬૧માં, હૈમ નિઘટ્શેષ ઉપર ટીકા વિ. સં. ૧૬૬૭ કરતાં પહેલાં તેમ જ અભિ. ચિ. ઉપર ‘સારોદ્ધાર નામની રે ૧૮૯ ટીકા વિ. સં. ૧૬૬૭માં રચી છે.
પ્રસ્તુત કાવ્ય ૧૯ સર્ગમાં રચાયું છે. આ દ્વારા તપા' ગચ્છના “મહાતપા' વિજયદેવસૂરિનો એટલે કે “સવાઈહીરજી'. વિજયસેનસૂરિના પટ્ટધરનો વિસ્તૃત જીવનવૃત્તાંત એમના જન્મથી માંડીને અપાયો છે અને પ્રસંગવશાત્ વિજયસિંહસૂરિનું ચરિત્ર સંક્ષેપમાં આલેખી એ દ્વારા સત્તરમા સૈકાના જૈન શાસનનો ઇતિહાસ પૂરો પડાયો છે. વિજયદેવસૂરિના સમયમાં જૈન જગતમાં વિવિધ ઘટનાઓ બની છે અને અનેકવિધ ક્રાંતિઓ થઈ છે. આથી આ કાવ્ય ઐતિહાસિક દૃષ્ટિએ પણ મહત્ત્વનું છે. સ. ૯, શ્લો. ૧માં વિજયદેવસૂરિને ચૌદ પૂર્વના જાણકાર કહ્યા છે તે બાબત કેવી રીતે સંગત ગણાય ?
ગ્રંથકાર “ખરતર હોઈ એમણે “તપા' ગચ્છના આચાર્યનું ચરિત્ર કેમ રચ્યું એવો પ્રશ્ન ગ્રંથકારે– શ્રીવલ્લભે પોતે ઉઠાવી એનો એ ઉત્તર આપ્યો છે કે આત્માર્થની સિદ્ધિ કોને ઈષ્ટ નથી ? એ સિદ્ધિ તો મહાત્માઓની સ્તુતિ કરવાથી જ થાય. લોકમાં પણ કહેવત છે કે ગંગા કોઈના બાપની નથી. આમ હોઈ આ સટિપ્પણ કૃતિ ખરતર’ અને ‘તપા' વચ્ચેના વૈમનસ્યને વધારવાને બદલે એ ઘટાડવામાં–બંને વચ્ચે સદ્ભાવ વધારવામાં કારણરૂપ બને તેમ છે. ૧. આ કાવ્ય ટિપ્પણ તેમ જ એક તપાગચ્છીય પટ્ટાવલીના અંશરૂપ પરિશિષ્ટ સહિત “જૈન સાહિત્ય સંશોધક
સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ કરાયું છે. આ ટિપ્પણના કર્તાનું નામ અપાયું નથી પણ એ મેઘવિજયગણિ હશે એમ લાગે છે. વિ. સં. ૧૭૦૯માં લખાયેલી હાથપોથીનો આ સંપાદન માટે ઉપયોગ
કરાયો છે. ૨. આ કાવ્ય જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૯૨)માં વિ. સં. ૧૬૯૯માં પૂરું થયાનો ઉલ્લેખ છે પરંતુ મુદ્રિત કૃતિમાં
તો રચનાસમયનો નિર્દેશ નથી. ૩. પ્રસ્તુત કાવ્ય (સ. ૩, શ્લો. ૧૨૩, પૃ. ૧૯)માં “શ્રીશ્રીવલ્લભ' એવો ઉલ્લેખ છે એટલે “શ્રીવલ્લભ' નામ
ફલિત થાય છે. ૪. આની સવૃત્તિક એક હાથપોથી ભાં. પ્રા. સં. પં.માં છે. એના વર્ણન માટે જુઓ D c G C M (Vol.
XIX, sec. 1, pt. 1, pp. 11-13). પ. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ. ૧, પૃ. ૧૧૭). ૬. એજન, પૃ. ૯૫
૭. એજન, પૃ. ૧૨૬ ૮. એજન પૃ. ૧૧૬. ૯. આ બિરુદ મોગલ બાદશાહ જહાંગીરે આપ્યું હતું. ૧૦. આ બિરુદ મોગલ સમ્રાટ અકબરે આપ્યું હતું. એણે આ વિજયસેનસૂરિના ગુરુ હીરવિજયસૂરિને
જગદ્ગુરુ'નું બિરુદ આપ્યું હતું.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org