________________
૧૧૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
'હીરવિજયસૂરિનો રાસ- આ રાસ કવિ ઋષભદાસે વિ. સં. ૧૬૮૫માં પ્રસ્તુત હીરસૌભાગ્યને સામે રાખી એમાં કેટલીક હકીકત ઉમેરી રચ્યો છે.
અનુવાદ– ગુજરાતનું ગૌરવશાળી વર્ણન કરનારા આ “દેશાભિમાની' દેવવિમલગણિના P ૧૮૭ હીરસૌભાગ્ય કાવ્યનો ગુજરાતીમાં કે અન્ય કોઈ ભાષામાં અનુવાદ થયો હોય એમ જાણવામાં નથી.
જો એમ જ હોય તો આ કાર્ય સત્વર થવું ઘટે. [સા. સુલોચનાશ્રીના અનુવાદ સાથે ૩ ભાગમાં પ્રસિદ્ધ થયો છે.]
રામચરિત (વિ. સં. ૧૬૫૨)- આના કર્તા પાંડવચરિત્રના પ્રણેતા દેવવિજયગણિ છે. એમણે હૈમ ત્રિષિષ્ટિના આધારે આ રામચરિત મોગલ સમ્રાટ અકબરના રાજ્યમાં વિ. સં. ૧૬૫રમાં મરુસ્થલીના “શ્રીમાલપુર નગરમાં રચ્યું છે. એને પદ્મચરિત તેમ જ જૈન રામાયણ પણ કહે છે. એનું સંશોધન પદ્મસાગરે કર્યું છે.
વિજયપ્રશસ્તિ-કાવ્ય (વિ. સં. ૧૬૮૧)- આના કર્તા સૂક્તરત્નાવલી વગેરેના પ્રણેતા "હેમવિજયગણિ છે. આ કાવ્યમાં ૨૧સર્ગ છે પરંતુ હેમવિજયગણિએ તો પહેલા સોળ જ રચ્યા છે કેમકે બાકીના પાંચ સર્ગ તો આ સમગ્ર કાવ્ય ઉપર ટીકા રચનાર ગુણવિજયની રચના છે. આમ આ દ્વિકતૃક રચના છે. એમાં ખાસ કરીને વિજયસેનસૂરિના અને પ્રસંગવશાત્ હીરવિજયસૂરિના તથા વિજયદેવસૂરિના જીવનવૃત્તાંતો આલેખાયા છે. બીજી પણ કેટલીક ઐતિહાસિક બાબતો નોંધાયેલી છે. એની રચના વિ. સં. ૧૬૮૧માં થઈ છે. કેટલાક એમ કહે છે કે આ મહાકાવ્ય રઘુવંશની હરોળમાં
ઊભું રહી શકે તેવું છે. P ૧૮૮ | વિજયદીપિકા- આ ઉપર્યુક્ત કાવ્યની દસ હજાર શ્લોક જેવડી ટીકા છે. એ કમલવિજયના
શિષ્ય અને હેમવિજયગણના ગુરુભાઈ ગુણવિજયે રચી છે અને એનું સંશોધન વાચક ચારિત્રવિજયે કર્યું છે. આ ટીકાનો પ્રારંભ ઇલાદુર્ગ (ઇડર)માં કરાયો હતો. ત્યારબાદ કેટલોક ભાગ યોધપુરદુર્ગ (જોધપુર) અને શ્રીમાલમાં રચાયો હતો અને પૂર્ણાહુતિ રોહિણી (શિરોહી)માં કરાઈ હતી.
૧. આ રાસ “આનંદ કાવ્ય મહોદધિ” (મૌક્તિક ૫)માં ઈ. સ. ૧૯૧૬માં છપાયો છે. [આનું પુનર્મુર્ણ થયું છે.] ૨. આની મહત્ત્વપૂર્ણ નોંધ આનંદશંકર બા. ધ્રુવે ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય એ નામના નિબંધમાં લીધી છે.
એ નિબંધ ઈ. સ. ૧૯૦૯માં રાજકોટમાં મળેલી “ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ અને નિબંધ સંગ્રહ'માં છપાયો છે. ૩. યુ.વિ.જે.ગ્રં.માં આ વિજયદીપિકા સહિત પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૫૪). | [આનું પુનર્મુદ્રણ જિન શા. આ. ટ્રસ્ટે કર્યું છે.] ૪. આના પરિચય માટે જાઓ જૈ. સા. સં. ઈ. (ખંડ ૧ પૃ. ૨૨૩-૨૫૪). ૫. એમની જીવનરેખા તેમજ એમની કૃતિઓ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૫૪). ૬. આ “ય.જે.ગ્રં.” [અને “જિનશાસન આ ટ્રસ્ટ''] દ્વારા છપાયેલી છે. જુઓ ઉપરની ટિ. ૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org