________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો (ચાલુ)
(ઊઁચાશ્રય કાવ્યો, અનેકસન્માન કાવ્યો અને ચંપૂઓ)
આપણે આ દ્વિતીય ખંડનો પ્રારંભ ‘બૃહત્ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યો''થી કર્યો છે અને અત્યાર
સુધીમાં એને અંગે પાંચ પ્રકરણો દ્વારા વિચાર કર્યો છે. એમાં પ્રાગ્-ઐતિહાસિક, પૌરાણિક અને ઐતિહાસિક નરવરાદિની ચરિત્રાત્મક કથારૂપ એક જ વિષયને લગતાં અને મુખ્યતયા એક જ P ૧૯૪ અર્થનું બોધ કરાવનારાં પદ્યોની ગૂંથણીરૂપ બૃહત્ કાવ્યોને સ્થાન આપ્યું છે. પારિભાષિક શબ્દો યોજી
એ શબ્દોમાં કહું તો ‘એકાશ્રય’ અને ‘એકસંધાન' બૃહત્ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યો પૂરતાં આ પાંચ પ્રકરણો છે. આથી બૃહત્ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યો પૈકી ચાશ્રય કાવ્યોની અને અનેકસંધાન કાવ્યોની રૂપરેખા આલેખવી બાકી રહે છે એટલે હવે એ દિશામાં પ્રયાણ કરાય છે. તેમ કરવા પૂર્વે બે વાત નોંધી લઈશું :
P ૧૯૫
(૧) જે ચાશ્રય કાવ્યો ઉપલબ્ધ છે તે તો બૃહત્ જ છે જ્યારે અનેકસંધાન કાવ્યો પૈકી કેટલાંક લઘુ પણ છે. તેમ છતાં વિષયની અખંડતા જાળવવા માટે એનો સાથે સાથે વિચા૨ ક૨વાનો ઈરાદો રખાય છે.
(૨) બૃહત્ પદ્યાત્મક કાવ્યો પૂરતો વિભાગ પૂર્ણ થતાં બૃહત્ ગદ્યાત્મક કાવ્યો હાથ ધરવાં જોઈએ પરંતુ ‘ચંપૂ’ તરીકે ઓળખાવાતાં કાવ્યોનું લખાણ અમુક અંશે પદ્યાત્મક અને મોટે ભાગે તો ગદ્યાત્મક હોવાથી એને આ બંને પ્રકારના કાવ્યોને જોડનારી સાંકળરૂપ ગણી એને સ્થાન આપવું ઉચિત જણાય છે એટલે અહીં તેમ કરાયું છે.
(અ) ચાશ્રય-કાવ્યો
પ્રતિજ્ઞા-ગાંગેય ( )–આ ક્યાશ્રય કાવ્ય છે કેમકે એ કાતન્ત્ર વ્યાકરણના નિયમોનાં ઉદાહરણો જેમ એક બાજુથી પૂરાં પાડે છે તેમ બીજી બાજુથી ગાંગેયનું અર્થાત્ ભીષ્મનું ચરિત્ર રજૂ કરે છે. આના પ્રણેતાનું નામ મૂલ છે. એ મૂલ તે કોણ એ જાણવું બાકી રહે છે. એમની આ કૃતિની એક હાથપોથી પાટણના ભંડા૨માં છે અને એની નોંધ પત્તન. સૂચી (ભા. ૧, પૃ. ૫૧)માં અને એ આધારે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૬૦)માં છે.
૧. શ્લેષોથી વિભૂષિત પદ્યોની વાત ન્યારી છે. ભા. ૨માં છંદઃસૂચી અને વિશેષનામોની સૂચી છે.
૨. એઓ જૈન હશે અને ‘કલિ.’ હેમચન્દ્રસૂરિ પહેલાં થયા હશે એવી કલ્પના સ્ફુરે છે. એ ઉ૫૨થી મેં એમની આ કૃતિને આદ્ય સ્થાન આપ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org