________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૬૭-૧૭૦].
૧૦૫
પૃથ્વીરાજનું વિસ્તૃત વર્ણન આ કાવ્યમાં છે. તેમ છતાં આમાં તેમ જ રંભામંજરીમાં પણ પૃથ્વીરાજ અને જયચન્દ્ર વચ્ચેની લડાઈ, જયચન્દ્રનો “રાજસૂય યજ્ઞ કે સંયોગના સંયુક્ત)ના સ્વયંવરનો ઉલ્લેખ નથી. એથી આ સમય સુધી તો આ કથાઓ ઘડાઈ ન હતી અને એથી પૃથ્વીરાજરાસામાં પૃથ્વીરાજે “કનોજ જઈ જયચન્દ્ર સાથે ભીષણ યુદ્ધ કર્યાની જે વાત છે તે વાત માનવા યોગ્ય નથી એમ શ્રી ગૌરીશંકર ઓઝા જણાવે છે.
ટીકા- આ મહાકાવ્ય ઉપર કોઈની સંસ્કૃતમાં ટીકા છે.
ધર્મ-કલ્પદ્રુમ ( લ. વિ. સં. ૧૫૦૦ )- આ ૪૮૧૪ શ્લોક જેવડા ગ્રંથાઝવાળી પદ્યાત્મક કૃતિના કર્તા ઉદયધર્મ છે. એઓ ઉપાધ્યાય મુનિસાગરના શિષ્ય થાય છે. એમણે આ કૃતિ “આગમ' P ૧૭૦ ગચ્છના આનન્દપ્રભસૂરિના પટ્ટધર આનન્દનસૂરિના રાજ્યમાં રચી છે. આ આઠ પલ્લવમાં વિભક્ત છે. એમાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
૩૪૦, પ૨૫, ૬૪૪, ૪૫૭, ૮૬૭, ૬૨૮, ૪૮૦ અને ૩૮૭. આમ આમાં ૪૩૨૮ પદ્યો છે.
વિષય- આ સમગ્ર કૃતિ દાન, શીલ તપ અને ભાવ એ નામની ચાર શાખામાં વિભક્ત કરાઈ છે. પલ્લવ ૧-૩, ૪-૫, ૬ અને ૭-૮નો એ ચાર શાખા સાથે અનુક્રમે સંબંધ છે. પ્રારંભમાં ધર્મના માહાભ્યનું અને મિથ્યાત્વની અનુપાદેયતાનું નિરૂપણ છે. ત્યાર બાદ દાનાદિ ચતુર્વિધ ધર્મનું સ્વરૂપ કથાઓ દ્વારા સમજાવાયું છે. એમાં સ્વપરસમયનાં અનેક સુભાષિતો અવતરણરૂપે અપાયાં છે. એ પૈકી ઘણાંખરાં સંસ્કૃતમાં છે, કેટલાંક પાઈયમાં છે અને કોઈ કોઈ ગુજરાતીમાં છે.
સમાનનામક કૃતિઓ- “પૂર્ણિમા' ગચ્છના ધર્મદેવ ધર્મ-કલ્પદ્રમ નામની કૃતિ વિ. સં. ૧૬૬૭માં રચી છે. આ ઉપરાંત આ નામની કૃતિ વિ. સં. ૧૬૬૭માં રચી છે. આ ઉપરાંત આ નામની બે અજ્ઞાતકર્તક કૃતિઓ પણ છે.
૧. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૪૬). ૨. આ કૃતિ “દે. લા. જૈ. પુ. સં” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાઈ હતી પરંતુ એમાં પુષ્કળ અશુદ્ધિઓ
જણાતાં “જે. ધ. પ્ર. સ.” તરફથી સંસ્કૃત વિષયાનુક્રમ સહિત એની બીજી આવૃત્તિ વિ. સં. ૧૯૮૪માં પ્રકાશિત કરાઈ છે. એના આધારે પોની સંખ્યા વગેરે મેં અહીં આપેલ છે. વિશેષ માટે જુઓ Z D Mા
G ભા. ૬૫ પૃ. ૪૨૯ * ૩. વિ. સં. ૧૫૦૭માં વાક્યપ્રકાશ રચનારનું નામ પણ ઉદયધર્મ છે. એઓ “તપા' ગચ્છના રત્નસિંહસૂરિના શિષ્ય
થાય છે. વાક્યપ્રકાશ વગેરેને લગતી માહિતી મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૫૦-૫૧)માં આપી છે. ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૮૮)માં નવ પલ્લવનો ઉલ્લેખ છે પણ “જૈ. ધ. પ્ર. સ.” દ્વારા મુદ્રિત કૃતિમાં
તો આઠ જ પલ્લવ છે. શું જિ. ૨. કો. નો ઉલ્લેખ બ્રાંત છે ? પ. જુઓ પત્ર ૨૭આ.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org