________________
P ૧૭૧
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
કાવ્ય-મંડન (ઉ. વિ. સં. ૧૫૦૪)– આના કર્તા જૈન ગૃહસ્થ મંત્રી મંડને જાતે આ કૃતિને તેમ જ ચંપૂ-મંડન નામની અન્ય કૃતિને સારસ્વત-મંડનના અનુજ તરીક ઓળખાવી છે એટલે એના પછીની આ રચના છે એમ ફલિત થાય છે. આ કાવ્ય-મંડનમાં ૧૨ સર્ગમાં ૧૨૫૦ શ્લોકોમાં કૌરવો અને પાંડવોની કથા આલેખાઈ છે.
૧૦૬
řપૃથ્વીધચરિત્ર (વિ. સં. ૧૧૫૦૩)– આના કર્તા ‘ખરતર’ ગચ્છના જિનરાજસૂરિના શિષ્ય ઉપાધ્યાય જયસાગર છે. એમણે વિ. સં. ૧૪૭૮માં પર્વરત્નાવલી તેમ જ વિ. સં. ૧૪૮૪માં *વિજ્ઞપ્તિત્રિવેણી એ બે કૃતિઓ સંસ્કૃતમાં રચી છે. વળી એમણે શાન્તિજિનાલયપ્રશસ્તિ તેમ જ સન્દેહદોલાવલી ઉ૫૨ વૃત્તિ સંસ્કૃતમાં રચી છે. એમણે પૃથ્વીધર યાને પેથડકુમારનું આ પ્રસ્તુત ચરિત્ર પોતાના શિષ્ય સત્યરુચિની પ્રાર્થનાથી પાલણપુરમાં વિ. સં. ૧૫૦૩માં રચ્યું છે. એ ૧૧ વિભાગમાં વિભક્ત છે અને એનું પરિમાણ ૨૬૫૪ શ્લોક જેવડું છે. આ પૂર્વે વીરસંવત્ ૧૬૩૧માં અર્થાત્ વિ. સં. ૧૧૬૧માં ‘બૃહદ્’ ગચ્છના સર્વદેવસૂરિના શિષ્ય નૈમિચન્દ્રના શિષ્ય શાન્તિસૂરિએ પુહવીચન્દ્રચરિય P. ૧૭૨ રચ્યું છે તો આ પ્રસ્તુત કૃતિ એને આધારે યોજાઈ છે કે કેમ તે જાણવું બાકી રહે છે.
“પૃથ્વીધરચરિત્ર (વિ. સં. ૧૫૩૪)– આ સત્યરાજગણિની વિ. સં. ૧૫૩૪ની રચના છે. એમાં ગદ્યાત્મક તેમ જ પદ્યાત્મક લખાણ છે.
પૃથ્વીધરચરિત્ર (ઉ. વિ. સં. ૧૫૫૬) આ ૯૫૮ શ્લોક જેવડું ચરિત્ર ‘અંચલ’ ગચ્છના મેરુત્તુંગસૂરિના શિષ્ય માણિક્યસુન્દરે રચ્યું છે. એની વિ. સં. ૧૫૫૬માં લખાયેલી હાથપોથી મળે છે. પૃથ્વીધરચરિત્ર (વિ. સં. ૧૫૫૮)– આ ઉદયસાગરના પટ્ટધર અને વિ. સં. ૧૫૫૭માં શ્રીપાલકથા રચનારા લબ્ધિસાગરની કૃતિ છે.
૧. આ કૃતિ પાટણની ‘‘હેમચન્દ્રાચાર્ય સભા’’ તરફથી વિ. સં. ૧૯૭૬માં છપાવાઈ છે. એની હાથપોથી વિ. સં. ૧૫૦૪માં લખેલી મળે છે.
૨. એમને વિષે તેમ જ એમની આઠ કૃતિઓ વિષે મેં. જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૫૨-૫૩)માં નોંધ લીધી છે. ૩. આને અંગેની માહિતી મેં હૈ. સં. સા. ઈ. (ખંડ. ૧, પૃ. ૨૭૮)માં આપી છે.
૪. આની પ્રશસ્તિના શ્લો ૩-૮ વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૭૨-૭૩)માં અપાયા છે.
૫. આ સમયે ઉપાધ્યાય જયસાગર જિનભદ્રસૂરિના પક્ષમાં હતા અને જિનવર્ધનસૂરિનો સમુદાય એમને પ્રતિપક્ષી ગણતો હતો. છતાં અહીં એમણે જિનવર્ધનસૂરિના ગુણ ગાયા છે અને એ રીતે પોતાના વિદ્યાગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા દર્શાવી છે.
૬. આનું સંપાદન મુનિ જિનવિજયજીએ વિસ્તૃત અને મનનીય હિન્દી પ્રસ્તાવના સહિત કર્યું છે.
૭. આના ઉપર કનકચન્દ્રે વિ. સં. ૧૨૨૬માં ૧૧૦૦ શ્લોક જેવડું સંસ્કૃતમાં ટિપ્પન રચ્યું છે અને રત્નપ્રભસૂરિએ
૫૦૦ શ્લોક જેવડી ચારિત્રસંકેત નામની વૃત્તિ રચી છે.
૮. આ ‘ય. જૈ. ગ્રં.'' માં વિ. સં. ૧૯૭૬માં છપાવાયું છે.
૯. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org