________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
"શાલિભદ્ર-ચારિત્ર (વિ.સં. ૧૩૩૪)- આ ચરિત્ર વિબુધ-પ્રભના શિષ્ય ધર્મકુમારે વિ.સં. ૧૩૩૪માં સાત સર્ગમાં રચ્યું છે. જૈ. ગ્રં. (પૃ. ૨૩૩)માં આનું પરિમાણ ૧૨૨૪ શ્લોકનું કહ્યું છે. આ બૃહત્કાવ્યમાં અપાયેલી શાલિભદ્રની કથાને ગ્રંથકારે દાન-ધર્મ-કથા તેમ જ દાનાવદાન નામે ઓળખાવી છે. એની રચનામાં પ્રદ્યુમ્નસૂરિએ સહાયતા કરી છે. પુણ્યકુશલકૃત “દાનધર્મ’ પ્ર. હર્ષપુષ્યામૃત. સં. ૨૦૪૦]
વિષય- શાલિભદ્ર એ પૂર્વ ભવમાં એક ગરીબ ગોવાળણના સંગમ નામના પુત્ર હતા. એઓ ઢોર ચારતા અને શુભ વિચારોમાં મગ્ન રહેતા. એક વેળા તહેવારને દિવસે આસપાસનાં ઘરોમાં ખીર તૈયાર થતી જોઈ એમને એ ખાવાનું મન થયું. એમની માતા બિચારી શું કરે ? પાડોશીઓ સારા હતા. એમણે એ વાતની ખબર પડતાં એ માટેની સામગ્રી ગોવાળણને પૂરી પાડી. સંગમ માટે ખીર બનાવી એ ગોવાળણ પીરસીને બહાર ગઈ. એવામાં એક મુનિવર પારણાર્થે એમને ત્યાં આવ્યા. સંગમે થાળીમાં પોતાને માટે કાઢેલી ખીર વહોરાવી દીધી. એમના ગયા પછી એઓ થાળી ચાટતા હતા.
સંગમે સુપાત્રે દાન દીધું તેના પ્રભાવથી એઓ રાજગૃહમાં ગોભદ્રની પત્ની ભદ્રાને પેટે પુત્ર તરીકે ઉત્પન્ન થયા. એમનું શાલિભદ્ર એવું નામ પડાયું. આગળ જતાં શાલિભદ્રનાં બત્રીસ કન્યા સાથે લગ્ન કરાયાં એવામાં સાધુ થયેલા ગોભદ્ર કાળ કરીને દેવ તરીકે ઉત્પન્ન થયા હતા. તેઓ પોતાના પુત્ર તરફના હેતને લઈને શાલિભદ્રને રોજ ૯૯ પેટીઓ મોકલતા હતા. આને લઈને શાલિભદ્ર, મહાધનાઢ્ય બન્યા. શાલિભદ્રની અઢળક સંપત્તિની વાત જાણી રાજગૃહના રાજા શ્રેણિક એમને પ્રાસાદે પધાર્યા. શાલિભદ્રને પોતાને માથે સ્વામી છે એમ જાણ થતાં એમણે એક પછી એક પત્નીનો ત્યાગ કરવા માંડ્યો. આ સમાચાર એમની બેનને મળતાં એ રડવા લાગી. એ સમયે એનાં આસું એના પતિના-શાલિભદ્રના બનેવી ધન્યના-વાંસા પર પડ્યાં. એ ઉપરથી ધન્ય આઠે પત્નીનો સમકાલે ત્યાગ કર્યો અને પછી એઓ શાલિભદ્રને ત્યાં આવ્યા. પછી એ બંને જણે દીક્ષા લીધી.
અવચૂરિ– આ ચરિત્ર ઉપર કોઇકની અવચૂરિ છે.
સમાનનામક કૃતિઓ– શાલિભદ્ર-ચરિત્ર વિ.સં. ૧૬૨૩માં વિનયસાગરગણિએ રચ્યું છે. વળી પ્રભાચન્દ્ર અને પૂર્ણભદ્ર પણ આ નામનું એકેક ચરિત્ર રચ્યું છે.
“ધન્ય-શાલિનચરિત્ર (લ. વિ. સં. ૧૪૯0)- આના કર્તા સોમસુન્દરસૂરિના શિષ્ય જિનકીર્તિ છે. આમાં ધન્ય અને શાલિભદ્ર એ બેનાં ચરિત્ર વર્ણવાયાં છે.
P ૧૪૨
૧. આ ચરિત્ર “ય. જે. ચં.”માં ઇ.સ. ૧૯૧૦માં છપાવાયું છે. આના સંસ્કૃત સારાશ માટે જુઓ JA 0s (Vol.
43, p. 257) [મુનિચન્દ્ર વિ.ની સરળ ટીકા અને ગુ. અનુવાદ સાથે મનફરા સંઘથી પ્રકાશિત થયું છે.] ૨. અહીં જે “અવદાન” શબ્દ વપરાયો છે તે બૌદ્ધોના એ પારિભાષિક શબ્દનું સ્મરણ કરાવે છે. ૩. આને લઈને તો અંગ્રેજીમાં “as rich as croesus" જેમ કહેવાય છે તેમ શાલિભદ્રની ઋદ્ધિ કહેતીરૂપ
બની છે. ૪. આ ચરિત્ર “દે. લા. જૈ. પુ. સં. તરફથી ઇ. સ. ૧૯૧૯માં છપાવાયું છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org