________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૪૧-૧૪૩]
કુમારપાલદેવચરત (ઉ. વિ.સં. ૧૩૮૫)– આ ‘પરમાર્હત’ કુમારપાલ ભૂપાલનું સંક્ષિપ્ત, વ્યવસ્થિત અને અતિશયોક્તિવિનાનું ચરિત્ર ૨૨૧ પદ્યમાં કોઈકે રચ્યું છે. એની એક હાથપોથી વિ. સં. ૧૩૮૫માં લખાયેલી મળે છે. પ્રસ્તુત કૃતિની રચના વિચારતાં જિનવિજયજીએ એવું અનુમાન દોર્યું છે કે આ કૃતિ કુમારપાલના અવસાન બાદ ઘણા થોડા વખતમાં રચાઇ હશે.
આ કૃતિ કુમારપાલને રાજ્ય મળ્યું તે પહેલાંની વિગતો જેટલા વિસ્તારથી રજૂ કરે છે તેટલા વિસ્તારથી રાજ્યપ્રાપ્તિ પછીની બીનાઓ પૂરી પાડતી નથી. છેલ્લા પાંચ જ પદ્યમાં સૂત્રરૂપે નીચેની વિગતો આ લેખાઇ છે :
(૧) કુમારપાલનું ઉપકારી જનોને બોલાવવું અને તેમનું સન્માન કરવું.
(૨) આમ્ર વૃક્ષ ઉપરનો કર લેવાનું માંડી વાળવું-માફ કરવું.
(૩) નિઃસંતાન મૃત્યુ પામનાર કુટુંબની મિલ્કત જપ્ત ન કરવી.
(૪) સાતે દેશમાં સાતે વ્યસનોના સેવનનો નિષેધ કરવો.
૮૯
(૫) બાર વર્ષ સુધી જીવહિંસાનો ત્યાગ કરાવવો.
(૬) ઉત્તરમાં તુરુષ્ક, પૂર્વમાં ગંગા નદી, દક્ષિણમાં વિન્ધ્યાચળ, અને પશ્ચિમમાં સમુદ્ર પર્યન્તની પૃથ્વી ઉપર શાસન કરવું અને એને જિનમંદિરોથી વિભૂષિત કરવી. (૭) કુમારપાલનું મૃત્યુ થતાં એની ‘મહેન્દ્ર’ સ્વર્ગમાં ઉત્પત્તિ થવી.
કુમારપાલ-ચરિત્ર (વિ. સં. ૧૪૨૨)–આ ‘કૃષ્ણર્ષિ' ગચ્છના ‘મહેન્દ્રસૂરિના શિષ્ય *જયસિંહસૂરિની ૬૩૦૭ શ્લોક જેવડી રચના છે. એમાં દસ સર્ગ છે. એનાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છેઃ–
૬૧૧, ૬૮૮, ૫૭૮, ૫૩૧, ૭૮૫, ૫૫૦, ૭૩૦, ૭૫૭, ૫૪૭ અને ૨૮૬ (૨૭૬+ ૧૦). આમ આમાં એકંદર ૬૦૬૩ પદ્યો છે.
Jain Education International
પ્રસ્તુત કૃતિમાં કુમારપાલનું ચિરત્ર આલેખાયું છે. આ બાબત હું વિસ્તારથી રજૂ કરું છું :
આ મહાકાવ્યના પ્રથમ સર્ગમાં કુમારપાલના પૂર્વજો અને ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના જન્મ વિષે માહિતી અપાઈ છે. બીજા સર્ગમાં કુમારપાલના જન્મનું વર્ણન છે. ત્રીજા સર્ચમાં કુમારપાલનું પરિભ્રમણ ૧. આ પદ્યાત્મક કૃતિ કુમારપાલચરિત્રસંગ્રહ કે જે “સિં. જૈ. ગ્રં.” માં ઇ. સ. ૧૯૫૬માં પ્રકાશિત કરાયો છે તેમાં પ્રારંભમાં પૃ. ૧-૭માં છપાવાઇ છે.
૨. જુઓ કુમારપાલકચરિત્રસંગ્રહનું ‘કિંચિત્ પ્રાસ્તાવિક’' (પૃ. ૨).
૨. આ હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૧૫માં અને મુંબઇમાં ‘ગોડીજીના જૈન ઉપાશ્રય’’ તરફથી ઇ.સ. ૧૯૨૬માં અજ્ઞાતકર્તૃક ટિપ્પણ સહિત પ્રકાશિત કરાયું છે. ઇ. સ. ૧૯૨૬ની આવૃત્તિના અંતમાં ટિપ્પણકારની પ્રશસ્તિ છે.
૩. એમની નિર્ભયતાથી પ્રસન્ન થઇ મહમ્મદશાહે એમની ‘મહાત્મા' તરીકે તારીફ કરી હતી.
૪. એમણે નૂતનવ્યાકરણ રચ્યું છે. એમની કૃતિઓ ઇત્યાદિ માટે જુઓ હૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૬૦). ૫. આ પ્રશસ્તિનાં પદ્યોની સંખ્યા છે.
For Personal & Private Use Only
P ૧૪૩
www.jainelibrary.org