________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઈત્યાદિ : પ્રિ. આ. ૧૩૩-૧૪૦]
પ્રકરણ યાને દાનષત્રિંશિકા, સ્યાદ્વાદકલિકા તેમ જ રત્નાકરાવતારિકાની અને ન્યાયકંદલીની ૧૩૯ પંજિકા એમ વિવિધ કૃતિઓ રચી છે. પ્રસ્તુત કૃતિ એમણે સરળ અને સુગમ સંસ્કૃતમાં દિલ્હીમાં વિ. સં. ૧૪૦પમાં રચી છે. આમાં ૨૪ પ્રબંધો છે. તેમાં સાતમા સિવાયના બાકીના ગદ્યમાં છે. કેટલીક વાર ગુજરાતી શબ્દોને સંસ્કૃત સ્વાંગ સજાવાયેલો જોવાય છે. આ કૃતિની રચનામાં પ્રબન્ધ-ચિન્તામણિનો ઉપયોગ કરાયો છે એટલું જ નહિ, પણ સાતવાહન, વંકચૂલ અને નાગાર્જુનના પ્રબંધો માટે વિવિધતીર્થકલ્પ કામમાં લેવાયેલ છે. વળી પ્ર. ચ. ગત સાતેક પ્રબન્ધો અહીં રજૂ કરાયા છે. એ રીતે વિચારતાં ચાર પ્રબન્ધો પૂરતું લખાણ નવીન ગણાય.
| શ્રોતૃવર્ગની ધાર્મિક ભાવના સતેજ કરવાના આશયથી રચાયેલી આ પ્રસ્તુત કૃતિમાં નીચે મુજબની ર૪ વ્યક્તિઓને અંગે એકેક પ્રબન્ધ છે અને એને લઈને તો એનું “ચતુર્વિશતિ-પ્રબન્ધ' એવું નામ પડ્યું છે. ડિૉ. પ્રવેશ ભારદ્વાજે કરેલ હિન્દી અનુવાદ અપ્રગટ છે.]
(૧) ભદ્રબાહુ અને વરાહમિહિર, (૨) આર્ય નન્દિલ, (૩) જીવદેવસૂરિ, (૪) આર્ય ખપટસૂરિ, (૫) પાદલિપ્તસૂરિ, (૬) વૃદ્ધવાદી અને સિદ્ધસેનસૂરિ, (૭) મલ્લવાદી, (૮) હરિભદ્રસૂરિ, (૯) ૧૪૦ બપ્પભટ્ટિસૂરિ, (૧૦) હેમચન્દ્રસૂરિ, (૧૧) શ્રીહર્ષ વિદ્યાધર અને જયચન્દ્ર, (૧૨) હરિહર, (૧૩) અમરચન્દ્રસૂરિ, (૧૪) મદનકીર્તિ, (૧૫) સાતવાહન, (૧૬) વંકચૂલ, (૧૭) વિક્રમાદિત્ય, (૧૮) નાગાર્જુન, (૧૯) વત્સરાજ અને ઉદયન, (૨૦) લક્ષણસન, (૨૧) મદનવર્મા, (૨૨) “રત્ન, (૨૩) આભડ અને (૨૪) વસ્તુપાલ.
આમ આમાં દસ જૈન પ્રભાવશાળી આચાર્યો, ચાર સંસ્કૃત કવિઓ–પંડિતો, સાત પ્રાચીન અથવા મધ્યકાલીન નૃપતિઓ અને ત્રણ રાજમાન્ય જૈન ગૃહસ્થોનો સમાવેશ કરાયો છે. વિશેષ માટે જુઓ– “પ્રબંધકોશકા પર્યાલોચન' ડૉ. પ્રવેશ ભારદ્વાજ, પ્ર. “પ્રાકૃતભારતી.”].
ચરિત્ર અને પ્રબન્ધમાં તફાવત– પ્રથમ પ્રબન્ધ (પૃ. ૨)માં આના કર્તાએ કહ્યું છે કે ઋષભ(દેવ)થી માંડીને વર્ધમાન(સ્વામી) સુધીના તીર્થકરોનાં, ચક્રવર્તી વગેરે નૃપતિઓના અને આર્ય રક્ષિત સુધીના ઋષિઓનાં વૃત્તાન્તો ‘ચરિત્ર' કહેવાય છે જ્યારે ત્યાર પછી થયેલા મનુષ્યોના વૃત્તાન્તો ‘પ્રબન્ધ' કહેવાય છે. ૧. આને જૈ. સા. સં. ઇ, (પૃ. ૪૩૭)માં સ્યાદ્વાદદીપિકા કહી છે. આ સ્યાદ્વાદકલિકામાં ૪૧ પદ્યો છે. એ
યુક્તિપ્રકાશ અને અષ્ટક સહિત હીરાલાલ હંસરાજ તરફથી છપાવાઈ છે. જૈ. ગ્રં. (પૃ. ૮૩)માં આ
સ્યાદ્વાદકલિકા વિ. સં. ૧૨૧૪માં રચાયાનો ઉલ્લેખ છે તે શું સમુચિત છે ? ૨. પ્રમાણનયતત્તાલોકના બે પરિચ્છેદ એ પૂરતી રત્નાકરાવતારિકા અને એને અંગેની આ રાજશેખરસૂરિકૃત
પંજિકા તથા જ્ઞાનચન્દ્રના ટિપ્પણ સહિત “ય. જૈ. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૧માં પ્રકાશિત થયેલાં છે. આ પંજિકા પૂરેપૂરી કોઇ સ્થળેથી છપાઈ છે ખરી ? બાકી એની એક સંપૂર્ણ હાથપેથી ભાં. પ્રા. સં. મું. માં
છે અને એનો પરિચય મેં DC G C M (Vol XVIII, pt. I. pp. 70-73)માં આપ્યો છે. ૩. આના કર્તા શ્રીધર છે અને એના ઉપર નરચન્દ્રસૂરિનું ટિપ્પન છે. ૪. પુરાતનપ્રબન્ધસંગ્રહ જેવું સાધન પણ કામમાં લેવાયું હોય એમ લાગે છે. ૫. એમના જીવનચારિત્રને અંગે અન્ય કોઈ વિશેષ સામગ્રી મળે છે ખરી ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org