________________
७४
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
મનમોહક રીતે આલેખ્યો છે. એમણે 'આદીશ્વર-મનોરથમય-સ્તોત્ર, નેમિનાથસ્તોત્ર, અંબિકાસ્તવન વગેરે આરાધના તેમ જ વિવિધ સૂક્તિઓ રચ્યાં છે. વસ્તુપાલ કેવળ કવિ ન હતા પણ કલાપ્રેમી અને ધર્મપ્રેમી પણ હતા.
અવતરણ–સ. ૧, શ્લો. ૭ જલ્ડણકૃત સૂક્તમુક્તાવલીમાં અને સ. ૧૪, શ્લો. ૧૬ એ અમરચન્દ્રસૂરિની કવિકલ્પલતા (શ્લેષ-સિદ્ધિ-પ્રતાન)માં અવતરણરૂપે અપાયા છે.
ઉપર્યુક્ત સૂક્તમુક્તાવલીમાં વસ્તુપાલનાં નામે બીજી બે સૂક્તિ છે પણ તેના મૂળ જાણવામાં નથી.
ધર્માલ્યુદય યાને સંઘપતિચરિત્ર (ઉં. વિ. સં. ૧૨૯૦)-આના કર્તા આરંભસિદ્ધિ વગેરેના P ૧૨૦ પ્રણેતા ઉદયપ્રભસૂરિ છે. આ ધર્માલ્યુદયમાં “૧૫ સર્ગ છે. આમાં વસ્તુપાલે સંઘપતિ થઈ ખૂબ
ધામધૂમપૂર્વક “શત્રુંજય’ અને ‘ગિરનારની જે યાત્રાઓ કરી હતી તેનું માહાત્મ કવિને છાજે એવી રીતે વર્ણવાયું છે.
પ્રથમ અને અંતિમ સર્ગો વસ્તુપાલ અને વિજયસેનસૂરિ સંબંધી માહિતી પૂરી પાડે છે જ્યારે બાકીના સર્ગોમાં ઋષભદેવ, નેમિનાથ, જંબૂસ્વામી વગેરેનાં ચરિત્રો આલેખાયાં છે.
આ કિરાતાર્જુનીયની જેમ “લક્ષ્મી અંકથી અંકિત સમગ્ર કાવ્યનું પરિમાણ ૫૦૪૧ શ્લોક જેટલું છે.
પરિચયપ્રસ્તુત કાવ્યનો સંક્ષિપ્ત પરિચય અંગ્રેજીમાં ડૉ. ભો. જ. સાંડેસરાએ L C V (પૃ. ૧૦૨-૧૦૩)માં આપ્યો છે.
સમાનનામક કૃતિ–મેઘપ્રભસૂરિએ દશાર્ણભદ્રના જીવનવૃત્તાંતને રજૂ કરતી જે કૃતિ રચી છે તેને "ધર્માલ્યુદય તેમ જ છાયાનાટ્ય-પ્રબંધ કહે છે. આ નાટક હોઈ એ સંબંધમાં આગળ ઉપર વિચાર કરાશે.
પંચદંડાત્મક વિક્રમચરિત્ર (વિ.સં. ૧૨૯૦ કે ૧૨૯૪)– આ અજ્ઞાતકર્તુક કૃતિ વિ. સં. ૧૨૯૦ કે ૧૨૯૪માં રચાયેલી છે. એમાં લોકકથા-સાહિત્યમાં પ્રધાન પદ ભોગવનારા વિક્રમાદિત્યનો ૧. આ નરનારાયણાનંદ ગા. પ. ગ્રં. આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે પૃ. ૬૩-૬૪માં છપાવાયું છે. ૨. વસ્તુપાલને હાથે વિ.સં. ૧૨૯૦માં લખાયેલી આની હાથપોથી ખંભાતના ભંડારમાં છે. [આનું સંપાદન
મુનિશ્રી ચતુરવિજય અને મુનિશ્રી પુણ્યવિ. એ કર્યું છે. સિંધી ગ્રં. ૪માં પ્રસિદ્ધ છે. આનું પુનર્મુદ્રણ પ્રાપ્ય
સાહિત્ય પુનઃ પ્રકાશન ગ્રં. માં. ૨૦૪૮માં થયું છે.] ૩. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૦૬-૨૦૭). ૪. એમના સંક્ષિપ્ત પરિચય તેમજ એમની કૃતિના નામનિર્દેશ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૦૬). ૫. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૯૫)માં ૧૪ સર્ગનો ઉલ્લેખ છે તે ભ્રાન્ત છે. ૬. આ “જૈ. આ. સ.” તરફથી ઈ.સ. ૧૯૧૮માં છપાયું છે અને એનો “Indische Shattentheater”
(p. 48 f.) માં જર્મન અનુવાદ થયેલો છે. ૭. જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૧૧) પ્રમાણે આ ચરિત્ર હીરાલાલ હંસરાજ તરફથી છપાવાયું છે. શ્રીવિક્રમચરિત્ર
એ નામથી હીરાલાલ હંસરાજ તરફથી ઇ.સ. ૧૯૧૨માં પ્રસિદ્ધ કરાયેલી કૃતિ તે જ આ હશે. એમાં તો રચનાવર્ષ નથી. ૮. એક અજ્ઞાતકર્તૃક પંચદંડકથા છે અને પાઈયમાં કોઈકનું પંચદંડ-પુરાણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org