________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : [પ્ર. આ. ૧૧૬-૧૧૯]
૭૩
નરેન્દ્રના પૂર્વ ભવનું વર્ણન, સ. ૧૮માં ગ્રીષ્મ, વર્ષા અને શરદ્ એ ત્રણ ઋતુઓનું વર્ણન, સ.૧૯માં નરેન્દ્રની રાજ્યસ્થિતિનું વર્ણન અને અંતમાં દસ શ્લોકની પ્રશસ્તિ એમ વિવિધ બાબતોનું નિરૂપણ છે.
'નર-નારાયણાનંદ (લ. વિ. સં. ૧૨૮૦)–આ ૧૬00 શ્લોક જેવડા મહાકાવ્યના કર્તા રે ૧૧૮ વસ્તુપાલ છે. એઓ વિ. સં. ૧૨૭૬માં ધોળકાના રાણા વરધવલના મંત્રી હતા અને અનેક કવિઓના આશ્રયદાતા હતા. એમણે આ મહાકાવ્ય સોળ સર્ગમાં ૭૯૪ પદ્યમાં વિ.સં. ૧૨૭૭થી ૧૨૮૭ના ગાળામાં રચ્યું છે. એનો આરંભ કોઈ પણ દેવતાના મંગલાચરણ વિના કરાયો છે કે જે હકીકત કુમારસંભવ, કિરાતાર્જુનીય, શિશુપાલવધ, નૈષધચરિત્ર વગેરેમાં જોવાય છે. આ મહાકાવ્યમાં નર અર્થાત્ અર્જુન અને નારાયણ અર્થાત્ વાસુદેવ કૃષ્ણ, વચ્ચેની મૈત્રીનું, એ બેના રેવતક’ ઉદ્યાનમાં વિહારનું તેમ જ અર્જુન દ્વારા સુભદ્રાના હરણનું વર્ણન છે. આ વસ્તુનું નિરૂપણ કરતાં કવિઓને ઉચિત એવાં નગર, જનતા, નૃપ ઇત્યાદિનાં વર્ણનો આ કાવ્યનો વધારે ભાગ રોકે છે. આ કાવ્યના કર્તા તરીકે વસન્ત-પાલનું નામ છે. કર્તાનું આ નામ કવિ હરિહરે અને સોમશર્માએ પાડ્યું છે એમ આ નરનારાયણાનન્દ (સ. ૧૬, શ્લો. ૩૮) ઉપરથી જાણી શકાય છે અને બાલચન્દ્રસૂરિએ વસન્તપાલ- P ૧૧૯ ચરિત્ર રચી એ નામને અમર કર્યું છે. જુઓ પૃ. ૧૨૬
વસ્તુપાલનું રચેલું પ્રસ્તુત કાવ્ય શિશુપાલવધનું સ્મરણ કરાવે છે–એની હરોળમાં ઊભું રહે તેવું છે. એમાં લઘુભોજરાજ' તરીકે ઓળખાવાતા આ વસ્તુપાલે સોળમા સર્ગમા પોતાનો આત્મવૃત્તાંત
૧. આ મહાકાવ્ય “ગા. પૌ. ગ્રં.”માં ગ્રથાંક ૨ તરીકે ઇ. સ. ૧૯૧૬માં છપાવાયું છે. એના પરિશિષ્ટરૂપે (૧) વસ્તુપાલકૃત આદીશ્વરમનોરથમ સ્તોત્ર (શ્લો, ૧-૧૨), (૨) વસ્તુપાલકૃત સૂક્તિઓ અને (૩) વસ્તુપાલકૃત કીર્તિદાન-પ્રબો (ઉપદેશતરંગિણી, પ્ર. ચ., જિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર અને ચ. પ્ર.માંથી)અપાયાં છે. વિશેષમાં પ્રારંભમાં આબુ ઉપરના તેજપાલના મંદિર-માંની વસ્તુપાલની સપત્નીક પ્રતિકૃતિ છે. પ્રિવચન
પ્રકાશનપુનાથી તાજેતરમાં આનું પુનર્મુદણ થયું છે..] ૨. એમનાં જીવન અને કવનને ઉદેશીને એક સાક્ષર પાંત્રીસેક વર્ષ ઉપર “ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા'માં
વ્યાખ્યાન આપનાર હતા. તે સમયે એમણે આ કાર્યમાં સહાયક થઈ પડે તેવી હકીકત તૈયાર કરવાનું કાર્ય મને સોંપ્યું હતું. એ કાર્ય લગભગ મેં પૂરું કર્યું એવામાં એ સાક્ષરે ઉપર્યુક્ત વ્યાખ્યાનમાળા માટે અન્ય વિષય પસંદ કર્યો. એથી મેં તેયાર કરેલી સામગ્રી અપ્રકાશિત રહી. વસ્તુપાલ અને એના વિદ્યામંડળને અંગે ડૉ. ભોગીલાલ સાંડેસરાએ બે પુસ્તકો રચ્યાં છે અને એ બંને પ્રકાશિત કરાયાં છે. એમાંનું એક I C V છે. ૩. સર્ગદીઠ પદ્યની સંખ્યા નીચે મુજબ છે :૪૩, ૪૦, ૪૫, ૫૩, ૪૯, ૫૮, ૩૭, ૫૭, ૪૦, ૬૧, ૪૭, ૮૧, ૬૪, ૪૦, ૩૮ અને ૪૧. આ ઉપરાંત ૧૧માં અને ૧૬મા સર્ગ સિવાયના સર્ગને અંતે એકેક પદ્ય તેમજ ૧૧માં તથા ૧૬મા સર્ગને
અંતે બળે પડ્યો છે. આમ ૧૮ પદ્યો છે. ૪. આના અંગ્રેજીમાં લખાયેલા સંક્ષિપ્ત પરિચય માટે જુઓ L c v (પૃ. ૧૦૭-૧૦૯). [વિશેષ માટે જુઓ‘તેરહવી ચૌદહવી શતાબ્દી કે જૈન કાવ્ય' લે. ડો. શ્યામશંકર દીક્ષિત પૃ. ૯૭-૧૨૦]
ઇતિ.ભા.૨.
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only