________________
૭૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
P ૧૧૭
‘વેણી’ને કૃપાણની ઉપમા આપી છે. એ ઉપરથી એમનું ‘વેણીકૃપાણ” અમર એવું નામ પડ્યું છે અને એનો એ રીતે ઉલ્લેખ હમ્મીરમહાકાવ્ય (સ. ૧૪, શ્લો. ૩૧)માં કરાયો છે –
"दधिमथनविलोलल्लोलदृग्वेणिदम्भादयमदयमनङ्गो विश्वविश्वकजेता । भवपरिभवकोपत्यक्तबाणः कृपाण
श्रममिव दिवसादौ व्यक्तशक्तिर्व्यनक्ति ॥६॥" સંક્ષિપ્ત પરિચય–પ્રસ્તુત કાવ્યનો સંક્ષિપ્ત પરિચય L C V (પૃ. ૧૦૯-૧૧૦)માં અપાયો છે. | વિંશતિપ્રબન્ધ (લ. વિ. સં. ૧૨૭૫)–આ વિનયચન્દ્રસૂરિની રચના છે. એમણે પોતે રચેલી 'કાવ્યશિક્ષાના પ્રત્યેક પરિચ્છેદના અંતમાં પોતાનો “વિંશતિપ્રબન્ધકર્તુ” તરીકે નિર્દેશ કર્યો છે. આ વીસ પ્રબન્ધો સંસ્કૃતમાં હશે. એ બધાનાં નામ જાણવાં બાકી રહે છે.
જયન્તવિજય યાને જયન્તકાવ્ય (વિ.સં. ૧૨૭૮)–આ અભયદેવની વિ.સં. ૧૨૭૮ની રચના છે. એઓ જિનવલ્લભસૂરિના શિષ્ય જિનશખરના શિષ્ય પબ્રેન્ડના શિષ્ય થાય છે. આમ એઓ ખરતરમ્ ગચ્છના ગણાય. તેમ છતાં આ કાવ્યની પ્રશસ્તિમાં “ખરતર’ એવો ઉલ્લેખ નથી. આ કાવ્યમાં ૧૯ સર્ગ છે. એનું પરિમાણ ૨૨૦૦ શ્લોક જેવડું છે. સર્ગદીઠ પદ્મની સંખ્યા નીચે મુજબ છે :
૭૨, પર, ૧૦૨, ૬૯, ૭૩, ૧૦૨, ૭૮, ૭૫, ૭૩, ૭૫, ૯૨, ૫૯, ૧૧૩, ૧૧૧, ૭૭, ૯૬, ૬૫, ૬૮ અને ૯૬ (૮૬+૧૦). આમ એકંદર ૧૫૪૮ પદ્યો છે.
શ્રી” અંકથી અંકિત આ કાવ્યમાં જયન્ત નામના નૃપતિનું ચરિત્ર આલેખાયું છે. પ્રથમ સર્ગ પ્રસ્તાવનારૂપ છે. બીજા સર્ગમાં પુત્રાદિની ચિંતાનું નિરૂપણ છે. સ. ૩માં “નવકાર મંત્રનો પ્રભાવ વર્ણવાયો છે. સ.૪માં સુર અને યોગીન્દ્ર ઉપર વિજય, સ.પમાં યોગીન્દ્રનું સ્વરૂપ, સ.૬માં પુત્રના જન્મનો ઉત્સવ, સ. ૭માં વસંતનું વર્ણન, સ.૮માં દોલાવિલાસ, પુષ્પાવચય, જલક્રીડા, સૂર્યાસ્ત, ચન્દ્રોદય ઈત્યાદિનું વર્ણન, સ. ૯માં દૂતનાં વચનો, સ. ૧૦માં હરિરાજનો પરાજય, સ. ૧૧માં દિગ્વિજય, સ. ૧૨માં કુમારધર્મનો સ્વીકાર, સ. ૧૩માં લગ્નનો ઉત્સવ, સ. ૧૪માં આયુધોનું વર્ણન, સ.૧૫માં નરેન્દ્રને સમ્યકત્વની પ્રાપ્તિ, સ. ૧૬માં સ્વયંવરનું વર્ણન, સ. ૧૭માં
9. Literary Circle of Mahamatya Vastupala and its contribution to Sanskrit Literature.
આ પુસ્તક “સિ. જૈ. ગ્રં. માં” ઈ.સ. ૧૯૫૩માં પ્રસિદ્ધ કરાયું છે. ૨. આ કાવ્યશિક્ષા (પૃ. ૧)જોતાં બપ્પભટ્ટસરિએ આના જેવી કોઈ કૃતિ રચ્યાનું અને પૃ. ૪૯ વિચારતાં કોઈ
કાવ્ય રચ્યાનું અનુમાય છે. [કાવ્યશિક્ષા લા. દ. વિદ્યામંદિર અમદા. દ્વારા પ્રસિદ્ધ થઈ છે.] ૩. આ કાવ્ય “કાવ્યમાલા” (૭૫)માં “નિર્ણયસાગર મુદ્રણાલય”તરફથી ઇ.સ. ૧૯૦૨માં [અને જૈ. ધ. પ્ર. દ્વારા ભાવનગરથી] પ્રસિદ્ધ કરાયું છે. આમાં કોઈ કોઈ પદ્ય ખંડિત છે. [વિશેષ માટે જુઓ. “સંસ્કૃત કાવ્યો' કે વિકાસમેં જૈન કવિયોંકા યોગદાન લે. ડો. નેમિચન્દ્રશાસ્ત્રી પૃ. ૩૦૮ “જૈન મહાકાવ્ય પરમ્પરા ઔર અભયદેવકૃત જયન્તવિજય” લે. રામપ્રસાદ, પ્ર. “સાહિત્યનિકેતન” કાનપુર ઈ.૧૯૮૪].
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org