________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો ઃ પુરાણો ઃ [પ્ર. આ. ૧૧૩-૧૧૬]
એમણે વિ.સં. ૧૬૬૬માં ધર્મરત્નમંજૂષા રચી છે. વળી એમણે રામચરિત રચ્યું છે અને સત્તરિસયઠાણ ઉપ૨ 'વૃત્તિ રચી છે. એમણે પ્રસ્તુત પાંડવ-ચરિત્ર ગદ્યમાં વિ. સં. ૧૬૬૦માં રચ્યું છે. એ ૧૮ વિભાગમાં વિભક્ત છે અને એનું સંશોધન શાન્તિચન્દ્રના શિષ્ય રત્નચન્દ્રે કર્યું છે.
પાંડવચરિત્ર ( ) આ વિજયગણિએ ૧૪ સર્ગમાં રચ્યું છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૨)માં નોંધ છે.
પાંડવચરિત્ર
—આના કર્તા 'શુભવર્ધનગણિ છે. આ `નવ સર્ગમાં વિભક્ત છે. આમાં અનુક્રમે પાંડવોની ઉત્પત્તિ, પાંડવો અને કૌરવોનો વિદ્યાભ્યાસ અને એમનાં બળની પરીક્ષા, દ્રૌપદીનો સ્વયંવર અને અર્જુન સાથે એનાં લગ્ન, પાંડવની ઘૂતક્રીડા અને એમનો વનવાસ, હિડંબાનાં લગ્ન અને અર્જુનની વિદ્યાસાધના, કૌરવાદિનો ક્ષય, ‘શત્રુંજય’ની યાત્રાદિરૂપ પુણ્ય કાર્ય, દ્રૌપદીનું હરણ ઇત્યાદિ અને પાંડવોનું મુક્તિગમન એમ વિવિધ બાબતોને સ્થાન અપાયું છે.
લઘુ-પાંડવ-ચરિત્ર ( )–આ ૨૫૦૦ શ્લોક જેવડી અજ્ઞાતકર્તૃક કૃતિ છે. [આ ઉપરાંત શુભચન્દ્રે સં. ૧૬૦૮માં, વાદિચન્દ્ર સં. ૧૬૫૪માં અને શ્રુતભૂષણે સં. ૧૬૫૭માં પાંડવપુરાણની રચના કરી છે. જુઓ જૈ. સા. બુ. ઈ. ભા. ૬ પૃ. ૫૩-૫૫.]
૭૧
પાંડવચરિત્રોદ્ધાર ( )–આના પ્રણેતા જયાનન્દ છે. એમણે ક્યા પાંડવચરિત્રના સંક્ષેપરૂપે આ રચના કરી છે તે જાણવા માટે એની હાથપોથી તપાસવી ઘટે.
બાલભારત (લ. વિ. સં. ૧૨૭૫)—આ ‘વેણીકૃપાણ' અમ૨ચન્દ્રે બ્રાહ્મણોની પ્રેરણાથી રચેલું કાવ્ય છે. એ એ ‘વીર' અંકથી અંકિત છે. એ ૧૮ પર્વમાં વિભક્ત છે. એમાં એકંદરે ૪૪ સર્ગ છે. પહેલા ૪૩ સર્ગ એ વ્યાસે રચેલા મનાતા મહાભારતના સંક્ષેપરૂપ છે. એમાં કર્તાએ પોતાના જૈન મંતવ્યોથી આ કૃતિને રંગી નથી કે તદનુસાર ફેરવી નથી પરંતુ મૂળ કૃતિ પ્રમાણે જ હકીકત રજૂ કરી છે. આથી આ કાવ્ય અજૈનોને પણ પ્રિય અને ગ્રાહ્ય બન્યું છે. ૪૪મો સર્ગ પ્રશસ્તિરૂપ છે. એ સિવાયના પ્રત્યેક સર્ગના પ્રારંભમાં વ્યાસની સ્તુતિરૂપ એકેક પદ્ય છે. પ્રો. વિન્નિત્યે આ કાવ્ય વિષે એમના જર્મન પુસ્તક Geschichte der Indischen Litteratur (Ill, p, 74)-માં નોંધ લીધી છે. આ કાવ્યના આદિપર્વના સ. ૧૧માં પ્રભાતના વર્ણનને પ્રસંગે નિમ્નલિખિત છઠ્ઠા પદ્યમાં આ અમરચન્દ્રસૂરિએ ૧. આની રચનામાં કર્તાના શિષ્ય જયવિજયે સહાય કરી હતી.
૨. ૫જ્જોસવણાકપ્પ ઉપર સંઘવિજયગણિએ જે દીપિકા રચી છે એનું સંશોધન વિ. સં. ૧૬૮૧માં ધનવિજયગણિએ કર્યું હતું અને એનો પ્રથમાદર્શ પ્રસ્તુત દેવવિજયગણિએ લખ્યો હતો.
૩. આ ‘‘સત્યવિજય ગ્રંથમાલા''માં અમદાવાદથી ઇ.સ. ૧૯૨૨માં છપાવાયું છે. [હર્ષપુષ્પા. ૯૬માં પ્રસિદ્ધ.] ૪. એઓ સાધુવિજયગણિના શિષ્યાળુ થાય છે.
૫. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છેઃ–
૧૪૩, ૫૮, ૧૨૧, ૧૯૨, ૧૯૦, ૧૨૦, ૪૮, ૧૦૨ અને ૩૫. આમ એકંદરે ૧૦૦૯ પદ્યો છે. ૬. આ કાવ્યમાલા ૪૫માં પ્રકાશિત છે. જુઓ હૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૯૮),
Jain Education International
For Personal & Private Use Only
P ૧૧૫
P ૧૧૬
www.jainelibrary.org