________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
P ૧૧૩ આમ એકંદર ૮૯૦૨ પદ્યો છે.
વિષયો-આ ૧૮ સર્ગના વિષય સર્ગદીઠ અનુક્રમે નીચે પ્રમાણે છે:
પાંડવોના પૂર્વજોનું વર્ણન, કૃષ્ણ, નેમિનાથ અને યુધિષ્ઠિરનો જન્મ અને દ્વારકાનું સ્થાપન, ભીમ, દુર્યોધન વગેરેનો જન્મ, પાંડવો અને કૌરવોનો કળાનો અભ્યાસ અને એની પરીક્ષા, દ્રૌપદીના સ્વયંવરનું વર્ણન, અર્જુનની તીર્થયાત્રા અને યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક, નળનું ઉપાખ્યાન અને ધૂતનું વર્ણન, લાક્ષાગૃહ અને હિડંબ તથા બકનો વધ, કિરાત અને અર્જુનનું યુદ્ધ, તલતાલનો વધ અને કમળાનું હરણ, દુર્યોધનની અર્જુન દ્વારા મુક્તિ (એનું મોચન) અને કૃત્યાના ઉપદ્રવનું નિવારણ, ‘વિરાટ’ નગરમાં અવસ્થાન અને ગાયનું ગ્રહણ, કૃષ્ણનું હસ્તિનાપુરમાં દૂતને મોકલવું, ધૃતરાષ્ટ્ર અને સંજયે આપેલો ઉપદેશ તથા કૃષ્ણનું દૂત તરીકેનું કાર્ય, કૃષ્ણ અને પાંડવોનાં સૈન્યની રવાનગી તેમ જ પાંડવો અને કૌરવોની સેનાની સજ્જતા, પાંડવો અને કૌરવોના યુદ્ધનું વર્ણન, જરાસંઘનો વધ, ભીષ્મનું સ્વર્ગગમન, નેમિનાથનાં લગ્નની તૈયારી, એમની દીક્ષા અને સર્વજ્ઞતા, દ્રૌપદીનું હરણ અને કૃષ્ણ દ્વારા પ્રત્યાનયન, દ્વારકાનો દાહ અને કૃષ્ણનું અવસાન, અને બલદેવનું સ્વર્ગમન તથા નેમિનાથ અને પાંડવોનું નિર્વાણ.
નોંધ–અહીં એ વાત નોંધીશ કે મહાભારતમાં પાંડવોનું જે ચરિત્ર મળે છે તેનાથી કેટલીક બાબતમાં ભિન્ન સ્વરૂપનું ચરિત્ર જૈન ગ્રંથોમાં જોવાય છે તો એનું શું કારણ ? એનો ઉત્તર પ્ર. ચ. (શૃંગ ૨૨, શ્લો. ૧૫૮-૧૬૨)માં હેમચન્દ્રસૂરિના પ્રબંધમાં એમ અપાયો છે કે ભીખે એમ કહ્યું હતું કે મારું મૃત્યુ થતાં મારી એવી ભૂમિમાં અગ્નિ સંસ્કાર કરજો કે જ્યાં કોઈને બાળવામાં ન આવ્યા હોય. એ પ્રસંગે ઉપસ્થિત થતાં નીચે મુજબની દેવવાણી થઈ -
''अत्र भीष्मशतं दग्धं पाण्डवानां शतत्रयम् ।
द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ॥ P ૧૧૪ આ ઉપરથી એમ કહી શકાય કે ત્રણસો પાંડવોમાંથી કોઈકનું ચરિત્ર જૈન ગ્રંથોમાં આલેખાયા મુજબનું હોઈ શકે.
ટીકા-આ પાંડવચરિત ઉપર મુનીશ્વરે ટીકા રચી છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૪૩માં લખાયેલી મળે છે.
પાંડવચરિત્ર (વિ. સં. ૧૬૬૦)-આના કર્તા દેવવિજયગણિ છે. એઓ વિજયરાજસૂરિના શિષ્ય વિજયરાજસૂરિ (રાજવિજયસૂરિ)ના શિષ્ય થાય છે. દેવેન્દ્રસૂરિકૃત દાનાદિ ચાર કુલકો ઉપર ૧. આ પદ્ય મહાભારતના ભીખ-પર્વમાં છે. ૨. આ ઉપરથી ભગવદ્ગીતા (અ.૪)નું નિમ્નલિખિત પાંચમું પદ્ય કોઈકને મ્હરે તો નવાઈ નહિ –
વનિ ને વ્યતીતાનિ ન્માનિ તવ ચાર્જુન! |
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप! ॥५॥" ૩. આ ચરિત્ર “ય. જૈ. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૮માં પ્રકાશિત કરાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org