________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. ૧૦૯-૧૧૨]
૬૯
અજિતનાથ-ચરિત્ર–સ્વતંત્ર કૃતિ તરીકે કોઈ અજ્ઞાતકર્તક કૃતિ હોય તો હોય; બાકી અરુણમણિનું વિ.સં. ૧૭૧૬માં રચાયેલું 'અજિતનાથ-પુરાણ છે. એનો વિષય જૈનોના બીજા તીર્થકર અજિતનાથની જીવનરેખા છે.
માણિક્યકાવ્ય (ઉ. વિ. સં. ૧૨૬૬)- આના કર્તા “રાજ’ ગચ્છના સાગરચન્દ્રના ભક્ત માણિજ્યચન્દ્ર છે કે જેમણે કાવ્યપ્રકાશ ઉપર સંકેત નામની ટીકા રચી છે. એમાં એમણે પોતે રચેલા કોઈ કાવ્યમાંથી ઉદાહરણો આપ્યાં છે. એ સંસ્કૃતમાં રચાયેલું બૃહત્ પદ્યાત્મક કાવ્ય હશે એમ માની ને ૧૧૨ : -બની અહીં નોંધ લીધી છે. શું આ કાવ્ય તે શાન્તિનાથચરિત્ર કે પાર્શ્વનાથ-ચરિત્ર છે કે અન્ય કોઇ કાવ્ય છે ?
લીલાવતીસાર (લ. વિ. સં. ૧૨૭૦)-આ ખરતર' ગચ્છના જિનપતિસૂરિના પ્રશિષ્ય અને જિનેશ્વરસૂરિના શિષ્ય 'જિનરત્નસૂરએિ ૨૧ “ઉત્સાહમાં રચેલું કાવ્ય છે. એ જિનેશ્વરસૂરિએ વિ. ૧૦૯૨માં જ.મ.માં રચેલી અનિવાણ-લીલાવઈનું સંસ્કૃત રૂપાંતર છે. હરિવલ્લભ ભાયાણીએ જેસલમેરની એક જ પ્રતિના ફોટાના આધારે આનું સંપાદન કર્યું છે. આનું પ્રકાશન લા. દ. ભા. વિ. દ્વારા ઇ.સ. ૧૯૮૩માં થયું છે. આ ગ્રંથની રચના જાબાલીપુર (જાલોર)માં વિ.સં. ૧૩૪૦માં થઈ છે. આનું ગ્રંથાગ્ર પ૩૫૦ છે. આ ગ્રંથ ક્યાંક ક્યાંક ત્રુટક છે.]
પાંડવચરિત (લ. વિ. સં. ૧૨૭૦)–આના કર્તા “લધારી’ ગચ્છના મુનિચન્દ્રસૂરિના પટ્ટધર દેવપ્રભસૂરિ છે. એઓ નરચન્દ્રસૂરિના ગુરુ થાય છે. એમણે નાયાધમ્મકહા નામનું છઠું અંગ અને ત્રિષષ્ટિ.ને જોઈને કુતૂહલથી પાંડવોના ચરિત્રરૂપે ૮000 શ્લોક જેવડું આ કાવ્ય ૧૮ સર્ગમાં વિ.સં. ૧૨૭૦ના અરસામાં રચ્યું છે. એનું સંશોધન યશોભદ્રસૂરિએ અને નરચન્દ્રસૂરિએ કર્યું હતું. આ પાંડવચરિત (સર્ગ ૬)માં નળની કથા છે.
પરિમાણ–આ મહાકાવ્યના ૧૮ સર્ગની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
પ૯૧, ૪૮૫, ૪૯૪, ૪૭૧, ૫૩૫, ૧૦૨૨, ૭૦૫, પ૬૨, ૩૮૦, ૪૮૦, ૩૯૨, ૫૦૩, ૧૧૧૧, ૩૩૧, ૧૨૯, ૩૫૧, ૩૬૭, અને ૨૯૩ (૨૮૧+૧૨).
૧. જુઓ પૃ. ૯ ૨. આ નામ મેં યોજ્યું છે. ૩. આના રચનાવર્ષ તરીકે વિ.સં. ૧૨૧૬, ૧૨૪૬ અને ૧૨૬૬ એમ ત્રણ ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવાય છે.
જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૮૭). ૪. એઓ વિ. ૧૩૦૭માં વિદ્યામાન હતા. ૫. આ કૃતિ અનુપલબ્ધ છે. એનો ઉલ્લેખ ધનેશ્વરે વિ. સં. ૧૦૯૫માં રચેલા સુરસુન્દરિચરિય (કહા)માં કર્યો છે. ૬. આ “કાવ્યમાલા” (૯૩)માં ઈ. સ. ૧૯૧૧માં છપાયું છે. આ મહાકાવ્ય “મેસર્સ એ. એમ. ઍન્ડ કંપની તરફથી બે ભાગમાં (આઠ અને દસ સર્ગ પૂરતા) એક જ વર્ષમાં ઇ. સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાયું છે.
આનું ગુજરાતી ભાષાંતર ભીમસિંહ માણેક તરફથી ઈ.સ. ૧૮૭૮માં છપાવાયું છે. ૭. આ પ્રશસ્તિનાં પદ્યોની સંખ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org