________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો ઃ પુરાણો : [પ્ર. આ. ૧૧૯-૧૨૨]
વૃતાન્ત રજૂ કરાયો છે અને ખાસ કરીને એના છત્રના પાંચ દંડની વાત છે. સાથે સાથે વિવિધ લોકકથાઓ એમાં ગુંથાયેલી છે. શામળભટે વિ.સં. ૧૭૭૭થી ૧૭૮૫ના ગાળામાં રચેલી સિંહાસનબત્રીસીમાંની પાંચમી પંચદંડની કથા આ કૃતિ ઉ૫૨થી યોજાઈ છે.
હીરાલાલ હંસરાજ તરફથી ઉપર્યુક્ત નામની જે કૃતિ છપાવાઈ છે તેનો પ્રારંભ ‘પ્રણમ્ય બળવાન''થી જાય છે. એમાં પાંચ પ્રસ્તાવ છે. એમાં ચાલુ પદ્યાંક માટે કોઈ એકસરખું ધોરણ રખાયું નથી. પ્રથમ પ્રસ્તાવ (પત્ર ૧-૧૯)માં ૨૧૪ પદ્યો, દ્વિતીય (પત્ર ૧૯-૫૭)માં ૪૫૧, તૃતીય (પત્ર ૫૭-૧૦૮)માં ૬૬૪ (૮૮+૪૯૫+૬૧), ચતુર્થ (પત્ર ૧૦૮-૧૪૨)માં ૪૭૯ અને પંચમ (પત્ર ૧૪૨-૧૫૬)માં ૧૪૭ પદ્યો છે. પ્રથમ પ્રસ્તાવનાના અંતમાં નિમ્નલિખિત પદ્ય છે :
""
श्रीविक्रमार्कस्य नरेश्वरस्य श्रीपञ्चदण्डातपछत्रबन्धे ।
पद्ये महाश्चर्यकरे यथोक्ते प्रस्ताव एष प्रथमो बभूव ॥"
બાકીના પ્રસ્તાવોના અંતમાં પ્રાયઃ ઉપર્યુક્ત ત્રણ ચરણોવાળું એકેક પદ્ય છે.
વિક્રમચરિત્ર' (લ. વિ. સં. ૧૪૭૧)–આના કર્તા ‘કાસદ્રહ' ગચ્છના દેવચન્દ્રસૂરિના શિષ્ય ઉપાધ્યાય દેવમૂર્તિ છે. આમાં ચૌદ સર્ગ છે. એમાં નીચે મુજબના વિષયો અનુક્રમે આલેખાયાં છે :–
૭૫
૧. આ સંબંધમાં જુઓ શુભશીલકૃત વિક્રમાદિત્યચરિત્ર કે જેનો પરિચય પૃ. ૧૨૨-૧૨૪માં અપાયો છે. ૨. જુઓ હૈ. સા. સં. ઈ. (પૃ. ૬૧૧)
(૧) વિક્રમાદિત્યની ઉત્પત્તિ, (૨) વિક્રમાદિત્યને રાજ્યની પ્રાપ્તિ, (૩) "સુવર્ણ-પુરુષનો P. ૧૨૨ લાભ, (૪) પાંચ દંડવાળા છત્રની પ્રાપ્તિ, (૫) ‘દ્વાદશાવર્ત’ વંદનાના ફળને સૂચવનાર કૌતુક નયવીક્ષિ, (૬) દેવપૂજાના ફળને દર્શાવનાર સ્ત્રી-રાજ્ય-ગમન, (૭) વિક્રમાદિત્યને પ્રતિબોધ, (૮) જૈન ધર્મનો પ્રભાવ સૂચવનારું હંસાવલીનું લગ્ન (૯) વિનયનો પ્રભાવ, (૧૦) નમસ્કારમંત્રનો પ્રભાવ, (૧૧) સત્ત્વાધિક કથાકોશ, (૧૨) દાનધર્મનો, પ્રભાવ, (૧૩) વિક્રમાદિત્યનું સ્વર્ગારોહણ અને (૧૪) સિંહાસનદ્વાત્રિંશિકા યાને બત્રીસ પૂતળીની વાર્તા.
આ ઉપરથી જોઈ શકાશે કે વિક્રમાદિત્યના ચરિત્રને લગતું આ વિસ્તૃત કાવ્ય છે.
Jain Education International
૩. આની વિ. સં. ૧૪૮૨માં, ૧૪૯૨માં, ૧૪૯૫માં તેમ જ ૧૪૯૬માં લખાયેલી એકેક હાથપોથી મળે છે. ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૪૯) પ્રમાણે આનો ગ્રંથાગ્ર પ૩૦૦ શ્લોક જેવડો છે અને આ કૃતિને સિંહાસનદ્વાત્રિંશિકા પણ કહે છે.
૫. નારાયણભટ્ટે ઇ.સ. ૯૦૦ની આસપાસમાં રચેલા હિતોપદેશના ‘ગ્રહ’ નામના ત્રીજા વિભાગની નવમી કથા નામે ‘ચૂડામણિક્ષત્રી અને લોભિયો હજામ'માં ભિક્ષુકનું સુવર્ણકલશરૂપે પરિણમન થયાની વાત છે. સુવર્ણપુરુષને અંગેની માહિતીમેં મારા લેખ નામે “સુવર્ણપુરુષ અને જૈન સાહિત્ય'માં આપી છે. આ લેખ “જૈ. સ. પ્ર.' (વ. ૧૯, અં. ૪-૫)માં છપાયો છે.
For Personal & Private Use Only
P ૧૨૧
www.jainelibrary.org