________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો ઃ પુરાણો ઃ [પ્ર. આ. ૯૭-૧૦૦
'પ્રધુમ્ન-ચરિત્ર (વિ. સં. ૧૬૪૫)આના કર્તા રાજસાગરના શિષ્ય રવિસાગર છે. એમણે વિ. સં. ૧૬૩૬માં રૂપસેનચરિત્ર રચ્યું છે. વળી એમણે વિ. સં. ૧૬૪૫માં ઉન્નતનગર (ઊના)માં મૌનૈકાદશીકથા રચી છે. અને એ જ વર્ષમાં માંડલમાં ખેંગારના રાજ્યમાં ૭૨૦૦ શ્લોક જેવડું પ્રસ્તુત પ્રધુમ્ન-ચરિત્ર રચ્યું છે.
`પ્રદ્યુમ્ન-ચરિત (વિ. સં. ૩૧૬૭૪)–આ રત્નચન્દ્રની વિ. સં. ૧૬૭૪-૯૮ની અહીં-સુરતમાં P. ૯૯ કરાયેલી રચના છે. એઓ કૃપારસકોશના કર્તા શાન્તિચન્દ્રના શિષ્ય છે. એમણે વિ. સં. ૧૬૭૯માં ઉપાધ્યાય ધર્મસાગરના મતના ખંડનરૂપે કુમતિવિષાહિજાંગુલી નામની કૃતિ રચી છે. આ ઉપરાંત એમણે નિમ્નલિખિત કૃતિઓ ઉપર વિ. સં. ૧૬૭૬ પહેલાં એકેક વૃત્તિ રચી છેઃ
૬૧
(૧) ‘અધ્યાત્મ-કલ્પ-દ્રુમ, (૨) ઋષભ-વીર-સ્તવ, (૩) કલ્યાણ-મન્દિર-સ્તોત્ર, (૪) કૃપારસકોશ, (૫) ‘દેવાઃ પ્રભો’સ્તવ, (૬) નૈષધ-ચરિત (૭) ભક્તામરસ્તોત્ર, (૮) રઘુવંશ અને (૯) શ્રીમદ્ધર્મસ્તવ.
આ પ્રસ્તુત પ્રદ્યુમ્ન-ચરિતમાં ૧૭ સર્ગ છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :–
૧૧૦, ૧૨૭, ૧૧૧, ૧૯૫, ૨૬૩, ૭૧, ૪૪૪, ૩૩૭, ૨૯૭, ૩૧૦, ૭૫, ૩૦૩, ૧૪૩, ૨૧૪, ૩૬, ૧૮૪, અને ૧૯૪ (૧૭૯+૧૫). આમ એકંદર ૩૪૧૪ પદ્યો છે.
વિષય–સ. ૧માં કૃષ્ણ દ્વારા દ્વારકાનું સ્થાપન અને એમને થયેલી રાજ્યની પ્રાપ્તિ તેમ જ નારદનું આગમન એ વિષયો વર્ણવાયા છે.
સ. ૨માં રુક્મિણીના મહેલમાં નારદનું આગમન અને એ સ્ત્રીના પતિ તરીકે કૃષ્ણની પ્રાપ્તિ એ બાબતો રજૂ કરાઈ છે.
સ. ૩માં કૃષ્ણે રુકિમણીનું કરેલું દર્શન અને ‘કુંડિન’ ઉદ્યાનમાં એ બેનું મિલન એ બે હકીકતો અપાઈ છે.
સ. ૪માં રુક્મિણીનાં કૃષ્ણ સાથેનાં લગ્નનું વર્ણન કરાયું છે.
સ. ૫માં કૃષ્ણ અને રુક્મિણીના પુત્ર પ્રદ્યુમ્નનું હરણ, નારદનું આગમન અને પ્રદ્યુમ્નના પૂર્વ ભવનું વર્ણન એ બાબતો નિરૂપાઈ છે.
સ. ૬માં રુક્મિણીના પૂર્વ ભવને અંગે પ્રશ્ન, સીમન્ધરસ્વામી પાસેથી નારદનું આગમન અને એ તીર્થંકરે પ્રદ્યુમ્ન વિષે કહેલા વૃત્તાંતનું નારદે કરેલું કથન અને એથી કૃષ્ણ વગેરેને થયેલો આનંદ એ બીનાઓ રજૂ કરાઈ છે.
૧. આ હીરાલાલ હંસરાજ તરફથી પ્રકાશિત થયેલું છે.
૨. આ ચિરત્ર ‘બી. બી. ઍન્ડ કંપની'' તરફથી વિ. સં. ૧૯૭૪માં છપાવાયું હતું પરંતુ એ દુર્લભ બનતાં હીરાલાલ દેવચંદ દ્વારા એનું સંશોધન કરાવી શ્રી ઉમેદભાઈ ભૂરાલાલ તરફથી એ ઇ. સ. ૧૯૪૨માં પ્રકાશિત કરાયું છે.
૩. ‘“યુ। મુનિ-રસ-શશિ-વર્ષે”.
૪. આની વૃત્તિ વિ. સં. ૧૬૭૪માં રચાઈ છે. ૫. આ ઉપરાંત સમ્યકત્વ-સપ્તતિકા ઉપર એમણે વિ.સં. ૧૬૭૬માં ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો છે. અને એમાં આ વૃત્તિઓનો ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
P ૧૦૦
www.jainelibrary.org